તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • NovaVex Begins Testing Vaccines On New Variants Found In Britain, Increasing Number Of Patients In US Hospitals

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિશ્વમાં:અભ્યાસમાં દાવો- ચીનના વુહાનમાં પાંચ લાખ લોકો સંક્રમિત થયા હતા, હેલ્થ કમીશને ફક્ત 50 હજાર જ દર્શાવ્યા

વોશિંગ્ટન2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિશ્વમાં અત્યાર સુધીમાં 8.19 કરોડથી વધુ લોકો સંક્રમિત, 17.87- લાખ મોત, 5.80 કરોડ સ્વસ્થ
 • અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 1.98 કરોડથી વધુ, અત્યાર સુધીમાં 3.43 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
 • નોવાવેક્સે બ્રિટનમાં મળેલા નવા વેરિએન્ટ પર વેક્સિનની ટેસ્ટિંગ શરૂ કરી, અમેરિકાની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી
 • UKમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી/એસ્ટ્રાઝેનેકા કોવિડ-19 વેક્સિનના સત્તાવાર ઉપયોગ માટે મંજૂરી મળી

ચાઈનીઝ સેન્ટર ફોર ડિસિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્સન (CDC)ના એક અભ્યાસ પ્રમાણે વુહાનમાં આશરે પાંચ લાખ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા હતા. આ સ્થાનિક એડમિનિસ્ટ્રેશન તરફથી આપવામાં આવેલ ડેટા કરતા 10 ગણો વધારે છે. સ્ટડી માટે વુહાન ઉપરાંત બેઈજીંગ, શાંઘાઈ સહિત અન્ય શહેરોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા.

વુહાનમાં સૌથી પહેલા ડિસેમ્બર, 2019માં કોરોના વાઈરસના કેસ સામે આવ્યા હતા. રિસર્ચર્સના મતે અહીં કુલ વસ્તી એક કરોડ દસ લાખ પૈકી 4.43 ટકાના શરીરમાં એન્ટીબોડી જોવા મળી. વુહાન મ્યુનિસિપલ હેલ્થ કમીશને અહીં કુલ 50 હજાર 354 કેસની પુષ્ટી કરી હતી.

CDC એ જણાવ્યું હતું કેે ચીનમાં કોરોનાની પહેલી લહેરના એક મહિના બાદ આ સ્ટડી કરવામાં આવ્યો હતો. તેનાથી જાણવા મળ્યુ કે વુહાનની બહાર વાઈરસ ફેલાવવાની ઝડપ ઓછી છે. હુબેઈ રાજ્યના અન્ય શહેરોમાં ફક્ત 0.44 ટકા લોકોમાં જ એન્ટી બોડીઝ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર સોમવારે CDC ના પરિણામ સામે આવ્યા હતા. તેમાં એ જણાવવામાં આવ્યુ નથી કે મેગેઝીનમાં પબ્લિશ કરવામાં આવેલ છે કે નહીં.

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 8.19 કરોડે પહોંચ્યો છે. 5 કરોડ 80 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 17 લાખ 87 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે. અમેરિકાની હોસ્પિટલમાં નવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. સોમવારે અહીં એક લાખ 21 હજારથી વધુ નવા દર્દી દાખલ થયા. એક સારા સમાચાર એ છે કે નોવાવેક્સ બાયોટેક કંપની કોરોનાના તે નવા સ્ટ્રેન પર વેક્સિન ટેસ્ટિંગ શરૂ કરવા જઈ રહ્યાં છે જે હાલમાં જ બ્રિટનમાં મળ્યા છે.

UKમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી/એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 વેક્સિનને મંજૂરી
યુકેમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી/એસ્ટ્રાઝેનેકા કોવિડ-19 વેક્સિનના સત્તાવાર ઉપયોગ માટે નિયમનકાર MHRAની ભલામણને ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલકેર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. આ સાથે જ સમગ્ર UKમાં એસ્ટ્રાઝેનેકા વેક્સિનની ડિલિવરીને અમલી બનાવવાની સ્વાસ્થ્ય અધિકારીઓને કામગીરી હાથ ધરવા મંજૂરી મળી ગઈ છે.

અમેરિકામાં મુશ્કેલી ઓછી નથી થઈ
અમેરિકાની સરકારે કોવિડ ટ્રેકિંગ પ્રોજેક્ટ (CTP)એ સોમવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓનો નવો આંકડો જાહેર કર્યો છે. જે પરેશાન કરનારો છે. મહામારી શરૂ થઈ ત્યારબાદથી અત્યારસુધીમાં આ એક દિવસમાં દાખલ થયેલા દર્દીઓનો સૌથી મોટી સંખ્યા છે. સોમવારે કુલ મળીને દેશની હોસ્પિટલમાં એક લાખ 21 હજાર 235 દર્દીઓ દાખલ થયા છે.

એટલું જ નહીં આ સતત 27મો દિવસ રહ્યો જ્યારે અમેરિકામાં એક દિવસમાં એક લાખથી વધુ દર્દી દાખલ થયા. 27 ડિસેમ્બરે એક લાખ 18 હજાર અને 25 ડિસેમ્બરે એક લાખ 18 હજાર દર્દી હોસ્પિટલમાં દાખલ થયા હતા.

અમેરિકાના કેલિફોર્નિયામાં સ્ટે એટ હોમ ઓર્ડર બે સપ્તાહ માટે વધારી દેવામાં આવ્યો છે. આ અંગેના આદેશ જાહેર કરવામાં આવી શકે છે. અમેરિકાના આ રાજ્યમાં સૌથી વધુ સંક્રમિત લોકો છે. ફોટો સોમવારનો છે. ત્યારે લોસ એન્જિલિસના માર્ગો પર લોકો આ રીતે ફરતા જોવા મળ્યા હતા.
અમેરિકાના કેલિફોર્નિયામાં સ્ટે એટ હોમ ઓર્ડર બે સપ્તાહ માટે વધારી દેવામાં આવ્યો છે. આ અંગેના આદેશ જાહેર કરવામાં આવી શકે છે. અમેરિકાના આ રાજ્યમાં સૌથી વધુ સંક્રમિત લોકો છે. ફોટો સોમવારનો છે. ત્યારે લોસ એન્જિલિસના માર્ગો પર લોકો આ રીતે ફરતા જોવા મળ્યા હતા.

નવા સ્ટ્રેન માટે વેક્સિન ટેસ્ટિંગ
CNNએ પોતાના એક રિપોર્ટમાં કોરોનાના નવા સ્ટ્રેન પર વેક્સિન ટેસ્ટિંગની જાણકારી આપી. રિપોર્ટ મુજબ, નોવાવેક્સ બાયોટેક કંપનીએ બ્રિટનમાં મળેલા કોવિડ-19ના નવા વેરિએન્ટ પર વેક્સિનની ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. જેની નોર્મલ વેક્સિનના ફેઝ-3ના ટ્રાયલ પણ ચાલી રહ્યાં છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું- અમને બ્રિટનમાં મળેલા કોરોનાના નવા વેરિએન્ટ પર રિસર્ચ પૂર્ણ કરી લીધું છે. જે બાદ આ વેરિએન્ટ પર વેક્સિનનું ટેસ્ટિંગ પણ શરૂ થઈ ગયું છે. બની શકે છે કે પરિણામ આવવામાં કેટલાંક અઠવાડીયા થઈ શકે છે.

ઇઝરાયેલમાં ત્રીજું લોકડાઉન લગાડવામાં આવ્યું
ઇઝરાયેલમાં ત્રીજી વખત લોકડાઉનને વધારવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી મુજબ, વેક્સિનેશન શરૂ થયું છતાં દેશમાં રવિવારે નેશનવાઈડ લોકડાઉન લગાડવાનો નિર્ણય કરાયો છે. આ ઓછામાં ઓછા 2 સપ્તાહ સુધી ચાલશે. જેમાં સાંજે 5 વાગ્યા બાદ જરૂરી કામોમાં લાગેલા વર્કર્સને છોડીને લોકોને પોતાના ઘરથી 1000 મીટરના દાયરામાં જ રહેવાની સલાહ આપી છે. રેસ્ટોરન્ટ અને દુકાનોમાંથી માત્ર હોમ ડિલિવરી જ કરવામાં આવશ.ે

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશોની સ્થિતિ

દેશસંક્રમિતમોતસ્વસ્થ થયા
અમેરિકા19,781,624343,18211,696,727
ભારત10,224,797148,1909,806,767
બ્રાઝીલ7,506,890191,6416,568,898
રશિયા3,078,03555,2652,471,309
ફ્રાંસ2,562,64663,109190,722
યુકે2,329,73071,109N/A
તુર્કી2,162,77520,1352,037,433
ઈટાલી2,056,27772,3701,408,686
સ્પેન1,894,07250,122N/A
જર્મની1,670,19431,1761,255,700
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો