વેબ સિરિઝનું સ્મગલિંગ કરવા પર મૃત્યુ:ચીનથી પેન ડ્રાઈવમાં સ્કિવડ ગેમને ઉત્તર કોરિયામાં લઈ જનારને ગોળી મારવામાં આવી, તેને જોનારા વિદ્યાર્થીને જેલ

પ્યોંગયાંગ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ કોરિયાઈ વેબ સિરિઝ સ્કિવડ ગેમને વિશ્વમાં જબરજસ્ત પોપ્યુલારિટી મળી છે. આ ડ્રામા સિરિઝને ખૂબ જોવામાં આવી રહી છે અને તેની જોરદાર પ્રશંસા થઈ રહી છે. નોર્થ કોરિયાએ આ સિરિઝ પર પ્રતિબંધ લગાવ્યો છે. કિમ જોંગ ઉન સરકારનું કહેવું છે કે તેમાં દક્ષિણ કોરિયાની કેપિટલાલિસ્ટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

રિપોર્ટના જણાવ્યા અનુસાર નેટફ્લિક્સની સિરિઝ સ્કિવડ ગેમનું સ્મગલિંગ કરવાના આરોપમાં એક વ્યક્તિને ગોળી મારવામાં આવી છે. આ શખ્સ ચીનથી પેન ડ્રાઈવ દ્વારા આ શોને સાઉથ કોરિયા લઈને આવ્યો હતો, જેને હાઈસ્કુલના સ્ટુડન્ટ્સની સાથે શેર કરવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓએ આ શો જોયો, તેમને પણ સજા સંભળાવવામાં આવી છે.

સ્કુલના પ્રિન્સિપલ અને ટીચર્સને પણ સજા
રિપોર્ટના જણાવ્યા અનસાર, એક વિદ્યાર્થીને આજીવન કેદની સજા અને બીજાને 5 વર્ષ માટે જેલમાં મોકલવામાં આવ્યો. સ્ટુડન્ટ્સ સિવાય સ્કુલના પ્રિન્સિપલ, યુથ સેક્રેટરી અને ટીચર્સને પણ સજા મળી છે. તેમને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

નાગરિકોને બહારના કલ્ચરના પ્રભાવથી દૂર રાખવાની કોશિશ કિમ જોંગ-ઉનની સરકાર ગત વર્ષે એક નવો કાયદો લઈને આવી છે, જેમાં દક્ષિણ કોરિયાઈ અને અમેરિકાની ફિલ્મો, મ્યુઝિક, નાટકો અને બુક્સ પર દેશમાં પ્રતિબંધ લગાવવાની વાત કહેવામાં આવી છે. ઉત્તર કોરિયાઈ સરકાર એ વાત પર ભાર મુકી રહી છે કે લોકોને બહારના કલ્ચરના પ્રભાવથી દૂર રાખવામાં આવે.

સ્ક્વિડ ગેમની બીજી સિઝનની તૈયારી
સ્કિવડ ગેમની બીજી સિઝનની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ મહિનાની શરૂઆતમાં તેના નિર્માતાએ બીજી સિઝનને બનાવવાની જોહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે કોરિયામાં મોટાભાગના ટીવી શો માત્ર એક સિઝન માટે ચાલે છે. એવામાં સ્કિવડ ગેમની બીજી સિઝન કોરિયાઈ ફેન્સ માટે વધુ મહત્વની છે. એમ કહેવાઈ રહ્યું છે કે નેટફ્લિક્સ પર દક્ષિણ કોરિયાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો ટીવી શો બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...