વિવાદ:ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયાને 1.2 કરોડ પેમ્ફ્લેટ મોકલશે

સિઓલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉ.કોરિયા અને દ.કોરિયા વચ્ચે લીફલેટ અને પેમ્ફ્લેટ મોકલવાનો અપપ્રચાર ફરી પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ઉ.કોરિયાના શાસક કિમ જોંગ ઉને દ.કોરિયાને જવાબ આપવા 1.2 કરોડ લીફલેટ અને પેમ્ફ્લેટ છપાવ્યા છે, જેમાંથી મોટી સંખ્યામાં તેણે દ.કોરિયાની સરહદમાં ફેંકી પણ દીધાં. ઉ.કોરિયાની ન્યૂઝ એજન્સીએ સોમવારે જણાવ્યું કે અંદાજે 3 હજાર હાઇડ્રોજન બલૂન સહિત વિશેષ ઉપકરણ તૈયાર કરાશે. જોકે, તે ક્યારે મોકલાશે તે નથી જણાવાયું.

67 વર્ષ અગાઉ શરૂ થયો હતો પેમ્ફ્લેટ પ્રોપેગેન્ડા: પેમ્ફ્લેટ અને લીફલેટ એકમેકની સરહદમાં મોકલીને સામેના દેશના રાષ્ટ્રપ્રમુખ પ્રત્યે નારાજગી વ્યક્ત કરવાની રીત 1953થી શરૂ થઈ હતી. દ.કોરિયાની સરહદમાંથી ઉ.કોરિયાના શાસક માટે અપશબ્દ લખેલા પેમ્ફ્લેટ મોકલ્યા પછી આ વિવાદ શરૂ થયો હતો. 

અન્ય સમાચારો પણ છે...