ઉત્તર કોરિયાએ દુનિયાની ચિંતામાં વધારો કર્યો:પહેલીવાર ટ્રેન પરથી મિસાઇલ પરીક્ષણ કર્યું, સંયુક્ત રાષ્ટ્રે શાંતિ અને સુરક્ષા માટે જોખમ ગણાવ્યું

એક મહિનો પહેલા

ઉત્તર કોરિયાના વધતાં જતાં મિસાઈલ પરીક્ષણો દુનિયાની ચિંતામાં વધારો કરી રહ્યાં છે. ઉત્તર કોરિયાએ બુધવારે ટ્રેનમાં બનેલી મિસાઈલ સિસ્ટમથી પહેલીવાર મિસાઈલ ટેસ્ટ કર્યો છે. આ બાબત પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદે ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાન્સના રાજદૂત નિકોલસ રિવરે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સામેલ દેશોનું કહેવું છે કે આ પ્રમાણે મિસાઈલ પરીક્ષણ શાંતિ અને સુરક્ષા માટે મોટું જોખમ છે અને પરિષદના પ્રસ્તાવોનું ઉલ્લંઘન પણ છે.

ઉત્તર કોરિયાની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી(KCNA) પ્રમાણે, બુધવારે છોડવામાં આવેલી મિસાઈલનું લક્ષ્ય રેલવે બેસ્ડ મિસાઈલ પ્રણાલીનું પરીક્ષણ કરવાનું હતું. એને ઉત્તર કોરિયા પર કોઈપણ પ્રકારનું જોખમ અને ધમકીનો જવાબ આપવા માટે તૈયાર કરવામાં આવી છે.

ટ્રેનથી છોડવામાં આવેલી મિસાઇલે સમુદ્રમાં લક્ષ્ય સુધી પહોંચતાં પહેલાં 800 કિમી સુધી ઉડાન ભરી હતી.
ટ્રેનથી છોડવામાં આવેલી મિસાઇલે સમુદ્રમાં લક્ષ્ય સુધી પહોંચતાં પહેલાં 800 કિમી સુધી ઉડાન ભરી હતી.

ઉત્તર કોરિયાને આ ફાયદો થશે
ટ્રેનથી મિસાઈલ પરીક્ષણની ટેક્નોલોજી તૈયાર કરવા પર ઉત્તર કોરિયા હવે દેશના કોઈપણ ખૂણેથી મિસાઈલ છોડી શકે છે, કેમ કે સમગ્ર ઉત્તર કોરિયામાં રેલવે નેટવર્ક છે. જોકે સંકટના સમયે ઉત્તર કોરિયાનું રેલવે નેટવર્ક હુમલાખોરો માટે સરળ ટાર્ગેટ પણ હોઈ શકે છે.

અમેરિકાના મિસાઈલ એક્સપર્ટ એડમ માઉન્ટનું કહેવું છે કે ટ્રેન બેઝ્ડ મિસાઈલ સિસ્ટમ એ દેશો માટે સસ્તો અને વિશ્વાસપાત્ર વિકલ્પ છે, જે પોતાની પરમાણુ શક્તિમાં વધારો કરવા માગે છે. રશિયાએ પણ આ સિસ્ટમ તૈયાર કરી હતી અને અમેરિકા પણ આના પર વિચાર કરી રહ્યું છે.

દક્ષિણ કોરિયા અને જાપાની દળોના જણાવ્યા અનુસાર, ઉત્તર કોરિયાની મિસાઇલ જાપાનના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના દાયરામાં આવી ગઈ હતી, જોકે એ જાપાનની દરિયાઈ સીમાની બહાર હતી.
દક્ષિણ કોરિયા અને જાપાની દળોના જણાવ્યા અનુસાર, ઉત્તર કોરિયાની મિસાઇલ જાપાનના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના દાયરામાં આવી ગઈ હતી, જોકે એ જાપાનની દરિયાઈ સીમાની બહાર હતી.

ઉત્તર કોરિયા- દક્ષિણ કોરિયા વચ્ચે હથિયારોની સ્પર્ધા વધી
બુધવારે જ દક્ષિણ કોરિયાએ સબમરીન લોન્ચ બેલિસ્ટિક મિસાઈલ(SLBM)નું પરીક્ષણ કર્યું હતું. એ વગર પરમાણુ હથિયારોની આ સિસ્ટમ ડેવલપ કરનારો પહેલો દેશ બન્યો છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં હથિયારોની સંખ્યા ઝડપથી વધી રહી છે. બંને દેશો નવાં-નવાં હથિયારો સાથે વધુ ક્ષમતાવાળી મિસાઈલોનું પરીક્ષણ કરી રહ્યા છે.

ઉત્તર કોરિયાએ 3 દિવસ પહેલાં મિસાઈલ પરીક્ષણ કર્યું હતું
ઉત્તર કોરિયાએ રવિવારે પણ લાંબા અંતરની નવી મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ 1500 કિમીના અંતર સુધી પ્રહાર કરી શકે છે. આ રેન્જમાં નોર્થ કોરિયા જાપાનના મહત્તમ ભાગ પર નિશાનો લાગી શકે છે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે આ ક્રૂઝ મિસાઈલ બે વર્ષથી તૈયાર થઈ રહી હતી. અમેરિકી નિષ્ણાતોનું માનવું છે કે આ મિસાઈલમાં ન્યૂક્લિયર ક્ષમતાવાળી સિસ્ટમ હોવાની સંભાવના છે.

ઉત્તર કોરિયાએ કહ્યું હતું કે આ મિસાઈલ મહત્ત્વનું હથિયાર છે. આ પહેલાં માર્ચમાં કોરિયાએ ઓછી ક્ષમતાવાળી બેલિસ્ટિક મિસાઈલ લોન્ચ કરી હતી અને જાન્યુઆરીમાં પણ એક ક્રૂઝ મિસાઈલ લોન્ચ કરી હતી.

અમેરિકાને જાપાન અને દક્ષિણ કોરિયાની રક્ષાની ચિંતા છે
જાપાનના ચીફ કેબિનેટ સેક્રેટરી કાત્સુનોબુ કાતોનું કહેવું છે કે અમે ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણથી ચિંતિંત છે. અમે અમેરિકા અને દક્ષિણ કોરિયાની સાથે મળીને આ બાબત પર નિરીક્ષણ કરીશું. યુએસ પેસિફિક કમાન્ડે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના આ ટેસ્ટથી માલૂમ પડે છે કે તેઓ પોતાના સેન્ય કાર્યક્રમને વધારવા પર ધ્યાન આપી રહ્યા છે. એની સાથે જ તેઓ પોતાના પાડોશી દેશો અને ઈન્ટરનેશનલ કમ્યુનિટી પર પણ જોખમ વધારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...