તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોર્થ કોરિયાનો ન્યુક્લિયર પ્રોગ્રામ શરૂ:પ્લૂટેનિયમનું રિપ્રોસેસિંગ કરી રહ્યાં છે કિમ જોંગ ઉન, તેના માટે 3 વર્ષથી બંધ પડી રહેલું ન્યૂક્લિયર રિએક્ટર ચાલુ કરાવ્યું

પ્યોંગયાંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IAEAની ટીમને 2019માં દેશમાંથી કાઢી મૂકી
  • UNની પરમાણુ એજન્સીએ નોર્થ કોરિયાના આ પગલા પર ચિંતા વ્યક્ત કરી

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને એક વખત ફરી પોતાના પરમાણુ કાર્યક્રમને આગળ વધારવાનું શરૂ કરી દીધું છે. પરમાણુ હથિયાર રાખનાર નોર્થ કોરિયા પોતાના રિએક્ટરમાં પ્લૂટેનિયમનું રીપ્રોસેસિંગ કરી રહ્યું છે. પરિમાણુ હથિયાર બનાવવા માટે તેનો પ્રયોગ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર(UN)ની પરમાણુ એજન્સીએ નોર્થ કોરિયાના આ પગલા પર ચિંતા વ્યક્ત કરી છે.

પ્લૂટોનિયમનું રિપ્રોસેસિંગ નોર્થ કોરિયાના યોંગબ્યોન પ્લાન્ટમાં થઈ રહ્યું છે. આ કોરિયાનું સૌથી મોટુ 5 મેગાવોટનું પરમાણુ રિએક્ટર છે. આ રિએક્ટર ડિસેમ્બર 2018થી બંધ પડ્યું હતું.

નિષ્ફળ રહી હતી ટ્રમ્પ અને કિમ વચ્ચેની વાતચીત
અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચેની પરમાણુ ડિલ પર અત્યાર સુધી કોઈ સહમતિ બની શકી નથી. પરમાણુ કાર્યક્રમના મુદ્દે નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન અને ત્યારના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ હતી. કિમે ડોનાલ્ડ ટ્રમ્પને યોંગબ્યોનના પરમાણુ પ્રોજેક્ટને ખત્મ કરવાનો વાયદો કર્યો હતો. જોકે તેમણે બીજા પ્રોજેક્ટ પર કોઈ વાત કરી નહોતી.

નોર્થ કોરિયા પર ઘણી વખત લાગ્યા ઈન્ટરનેશનલ પ્રતિબંધ
કિમ જોંગ ઉનના નેતૃત્વમાં નોર્થ કોરિયાનો પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમ ઝડપથી વધ્યો છે. તેના કારણે દેશ પર ઘણી વખત ઈન્ટરનેશલ પ્રતિબંધ લાગી ચુક્યા છે. UNની ઈન્ટરનેશનલ પરમાણુ એનર્જી એજન્સીએ કહ્યું છે કે જુલાઈની શરૂઆતથી જ નોર્થ કોરિયામાંથી સંકેત મળવાના શરૂ થઈ ગયા હતા. ત્યાંથી મોટા પ્રમાણમાં ઠંડુ પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું હતું. તેનો અર્થ સ્પષ્ટ હતો કે રિએક્ટરે કામ કરવાનું શરૂ કરી દીધું છે.

IAEAની ટીમને 2019માં દેશમાંથી કાઢી
વિશ્વભરના પરમાણુ સ્ટેશનને મોનિટર કરનાર ઈન્ટરનેશનલ અટોમિક એનર્જી એજન્સી(IAEA)ને નોર્થ કોરિયાએ 2019માં જ દેશમાંથી કાઢી મૂકી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી એજન્સી બહારના સોર્સથી આ ઠેકાણાંઓનું મોનિટરિંગ કરે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે નોર્થ કોરિયાના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે તાત્કાલિક વાતચીત શરૂ થવી જોઈએ. ​​​​​​

અન્ય સમાચારો પણ છે...