વૈશ્વિક સમુદાયને ચિંતા:ઉત્તર કોરિયા પરમાણુ પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે, સેટેલાઈટ તસવીરોમાં થયો ખુલાસો

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવી સેટેલાઈટ તસવીરોમાં કેટલીક મહત્વની માહિતીનો ખુલાસો થયો છે કે ઉત્તર કોરિયા હવે સાતમી વખત પરમાણુ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. આ માટે તેણે પોતાની પંગી-રી ટેસ્ટ સાઈટ પર ખાસ પ્રકારના નિર્માણ કાર્ય કરાવ્યા છે. અહીં બે સુરંગો પણ તૈયાર કરવામાં આવી છે. ઉત્તર કોરિયાના આ સાહસ અંગે વૈશ્વિક સમુદાય સાવચેત થઈ ગયું છે. આ અંગેની માહિતી બેયૉન્ડ પેરેલલ નામની સંસ્થાએ આપી છે,જે કોરિયામાં સેન્ટર ફોર સ્ટ્રેટેજીક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ અંગે કામ કરે છે.

આ તસવીરો 12મી જૂન 2022ના રોજ લેવામાં આવી હતી. તેનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે પંગી-રી ટેસ્ટ સાઈટ પર નવું નિર્માણ ચાલી રહ્યું છે. ટનલ નંબર-3 અને ટનલ-4 જેવી કોઈ આકૃત્તિ તૈયાર કરવામાં આવી છે. ટન-3નું નિર્માણ છેલ્લા ચાર મહિનાથી શરૂ થયું હતું. તે હવે સંપૂર્ણ થવાની તૈયારીમાં છે. હવે એવું લાગે છે કે ઉત્તર કોરિયા જલ્દીથી નવા પરમાણુ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે.

ટનલ-4ને પણ ખૂબ ઝડપથી પૂરી કરવામાં આવી રહી છે,જેથી ભવિષ્યમાં થનારા પરમાણુ પરીક્ષણોમાં સરળતા રહે. આ ટેસ્ટ ક્યારે થશે તે અંગેનો નિર્ણય ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન દ્વારા કરવામાં આવશે. આ સપ્તાહની શરૂઆતમાં દક્ષિણ કોરિયાના વિદેશી મંત્રી જીન પાર્કે કહ્યું હતું કે એવું લાગે છે કે ઉત્તર કોરિયામાં પરમાણુ પરીક્ષણની તૈયારી પૂરી થઈ ચુકી છે. હવે ફક્ત રાજકીય નિર્ણય જ લેવાનો બાકી છે.

અમેરિકાના અધિકારીઓ પણ એવું માને છે કે ઉત્તર કોરિયા નવા પરમાણુ પરિક્ષણ કરવા જઈ રહ્યું છે. આ સાથે એવી પણ સંભાવના છે કે આ મહિનાના અંત ભાગ સુધીમાં ઉત્તર કોરિયાની અંદર તે ન્યૂક્લિયર ટેસ્ટ કરે. ટનલ-4 નું નિર્માણ કાર્ય 17 મે 2022થી શરૂ થયું હતું. તસવીરોમાં એક નવી કેસન વોલ તૈયાર થતી જોવા મળે છે. આ સાથે એવું માનવામાં આવે છે કે વર્ષ 2018માં ટનલ 4 ધ્વસ્ત થઈ ગઈ હતી કે જ્યારે ઉત્તર કોરિયાએ આ પરીક્ષણ સ્થળનો નાશ કરી દીધો હતો.

જોકે હવે જે તસવીર સામે આવી છે તેનાથી એવું લાગે છે કે ટનલમાં 4માં એટલું નુકસાન થયું ન હતું. ત્યારે જ જગ્યાને યોગ્ય કરી લેવામાં આવી છે. VIP યાત્રાની પણ તૈયારી થઈ રહી છે.