• Gujarati News
  • International
  • North Korea Has About 60 Nuclear Bombs And 5,000 Tons Of Chemical Weapons, Anthrax And Smallpox As Biological Weapons.

અમેરિકાની આર્મીના રિપોર્ટમાં દાવો:નોર્થ કોરિયા પાસે લગભગ 60 પરમાણુ બોમ્બ અને પાંચ હજાર ટન કેમિકલ હથિયાર, એન્થ્રેક્સ અને શીતળાને પણ જૈવિક હથિયાર બનાવ્યા

સિયોલ/વોશિન્ગટનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • અમેરિકાની આર્મીના હેડક્વાર્ટરે નોર્થ કોરિયાન ટેક્ટિકસ નામથી એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે
  • નોર્થ કોરિયા પાસે લગભગ 6000 હેકર્સ છે જેમાંથી ઘણા બીજા દેશોમાંથી કામ કરે છે

નોર્થ કોરિયા પાસે લગભગ 60 પરમાણુ બોમ્બ છે. તે વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે જ્યાં લગભગ પાંચ હજાર ટન રસાયણિક હથિયાર છે. અમેરિકાની આર્મીએ એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. સિયોલની યોનહૈપ ન્યૂઝ એજન્સીએ મંગળવારે એક રિપોર્ટમાં કહ્યું કે અમેરિકાની આર્મીના હેડક્વાર્ટરે નોર્થ કોરિયન ટેક્ટિક્સ નામથી એક રિપોર્ટ જાહેર કરી છે. તેમાં કહ્યું છે કે નોર્થ કોરિયા આ હથિયારો મુકી દે તેવી કોઇ સંભાવના નથી.

અમેરિકાના રિપોર્ટમાં દાવો

  • નોર્થ કોરિયા પાસે 20થી 60 પરમાણુ બોમ્બ છે. તેની પાસે દર વર્ષે લગભગ 6 નવા બોમ્બ બનાવવાની ક્ષમતા છે.
  • તેની પાસે 20 અલગ અલગ પ્રકારના 2500થી 5000 ટનના રસાયણિક હથિયારો છે. એવી પણ શક્યતા છે કે નોર્થ કોરિયાની આર્મી તોપમાં પણ રસાણયકિ ગોળાનો ઉપયોગ કરી શકે છે.
  • નોર્થ કોરિયાએ જૈવિક હથિયારો પર રિસર્ચ કર્યું છે. શક્યતા છે કે તેણે એન્થ્રેક્સ અને ચેચક(શીતળા રોગ)ને હથિયાર બનાવ્યા છે જેનો ઉપયોગ સાઉથ કોરિયા, અમેરિકા અને જાપાન વિરુદ્ધ કરી શકે છે. માત્ર એક કિલોગ્રામ એન્થ્રેક્સ સિયોલમાં લગભગ 50 હજાર લોકોનો જીવ લઇ શકે છે.
  • એવું માનવામા આવે છે કે નોર્થ કોરિયાએ સાયબર વોરની ક્ષમતા પણ મેળવી લીધી છે. નોર્થ કોરિયા પાસે લગભગ 6000 હેકર છે જેમાંથી ઘણા ચીન, બેલારૂસ, મલેશિયા, રશિયા અને ભારતમાંથી કામ કરે છે.

ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે અત્યાર સુધી ત્રણ વખત મુલાકાત થઇ

કોરિયન દ્વીપકલ્પમાં પરમાણુ નિરસ્ત્રીકરણ અંગે ટ્રમ્પ અને કિમ વચ્ચે ગત વર્ષે 12 જૂને સિંગાપોરમાં પહેલી બેઠક યોજાયી હતી. બીજી મુલાકાત 28 ફેબ્રુઆરીએ વિયેતનામમાં થઇ હતી. કિમ જોંગ ઉન ટ્રેનથી 4 હજાર કિમીની મુસાફરી કરીને ત્યાં પહોંચ્યા હતા. ત્રીજી વખત ટ્રમ્પે ડિમિલિટ્રાઇઝ્ડ ઝોનમાં 30 જૂને કિમ જોંગ સાથે મુલાકાત કરી હતી. જોકે આ મુલાકાતોનું કોઇ સકારાત્મક પરિણામ જોવા નથી મળ્યું. મંગળવારે સાઉથ કોરિયા અને અમેરિકાએ સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે જે 28ઓગસ્ટ સુધી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...