નોર્થ કોરિયાએ છોડી બેલિસ્ટિક મિસાઇલ:તાનાશાહ કિમ જોંગથી જાપાન થયું સતર્ક, પોતાનાં જહાજો માટે એલર્ટ જાહેર કર્યું

2 મહિનો પહેલા

નોર્થ કોરિયાએ મંગળવારે તેમના પૂર્વી દરિયાઈ વિસ્તારથી બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી છે. સાઉથ કોરિયાની મિલિટરીએ આ માહિતી આપી છે. જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ (JCS)ના જણાવ્યા પ્રમાણે, મિસાઇલને દક્ષિણ હામગ્યોંગ રાજ્યના સિનપો આસપાસથી પૂર્વ તરફ લોન્ચ કરવામાં આવી છે. ભારતીય સમય પ્રમાણે, અંદાજે સવારે 6.45 વાગ્યે આ લોન્ચ ડિટેક્ટ કરવામાં આવ્યું છે.

ન્યૂઝ એજન્સી યોનહાપના રિપોર્ટ પ્રમાણે, સાઉથ કોરિયા અને અમેરિકાની ઈન્ટેલિજન્સ ઓથોરિટી વધુ માહિતી માટે આ મુદ્દે તપાસ કરી રહી છે. આ લોન્ચ એવા સમયે કરવામાં આવ્યું છે, જ્યારે સાઉથ કોરિયા, અમેરિકા અને જાપાનના ટોપ ન્યૂક્લિયર એનવોયે નોર્થ કોરિયા સાથે ફરી વાતચીત કરવાનું શરૂ કર્યું છે. ત્રણેય દેશ ઈચ્છે છે કે નોર્થ કોરિયાને માનવીય સહાયતા અને અન્ય પ્રોત્સાહનો દ્વારા વાતચીત માટે રાજી કરવામાં આવ્યા છે.

કોઈપણ શરત વગર અમેરિકા વાતચીત માટે તૈયાર
નોર્થ કોરિયા માટે અમેરિકાના ખાસ પ્રતિનિધિ સુંગ કિમે કહ્યું હતું કે તેઓ આ સપ્તાહે વાતચીત માટે સાઉથ કોરિયાના પાટનગર સિયોલ જશે. સોમવારે વોશિંગ્ટનમાં પોતાના દક્ષિણ કોરિયાના સમકક્ષ સાથેની મુલાકાત પછી કિમે એવું પણ કહ્યું હતું કે અમેરિકા ફરીથી નોર્થ કોરિયા સાથે વાતચીત શરૂ કરશે. અમે કોઈપણ શરત વગર તેમને મળવા તૈયાર છીએ.

નોર્થ કોરિયાએ ઝડપથી વધાર્યું મિલિટરી બિલ્ડઅપ
નોર્થ કોરિયા તેમના મિલિટરી બિલ્ડઅપને ઝડપથી વધારી રહ્યું છે. થોડા દિવસ પહેલાં નોર્થ કોરિયાએ ઘણાં મિસાઈલ ટેસ્ટ પણ કર્યાં છે. એમાં નવા પ્રકારની લાંબા અંતરની ક્રૂઝ મિસાઈલ અને એક હાઈપરસોનિક મિસાઈલ લોન્ચ પણ સામેલ છે.

જાપાનના વડાપ્રધાને કેન્સલ કર્યું ઈલેક્શન કેમ્પેન
બીજી બાજુ, નોર્થ કોરિયાના બેલિસ્ટિક મિસાઈલ ટેસ્ટથી જાપાનનું ઈલેક્શન કેમ્પેન પ્રભાવિત થયું છે. જાપાનના વડાપ્રધાન કુમિયો કિશિદાએ તાજેતરમાં જ નોર્થ કોરિયા તરફથી કરવામાં આવેલા મિસાઈલ ટેસ્ટને દુઃખદ ગણાવ્યું છે. નોર્થ કોરિયાના મિસાઈલ ટેસ્ટ પછી પીએમ કિશિદાએ નોર્થન જાપાનમાં નિર્ધારિત તેમનું કેમ્પેન કેન્સલ કરી દીધું છે. મિસાઈલ ટેસ્ટને કારણે જાપાની કોસ્ટ ગાર્ડે જહાજો માટે મરીન સેફ્ટી એલર્ટ જાહેર કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...