• Gujarati News
  • International
  • Nobel Committee Has Decided To Award The 2021 Nobel Peace Prize To Maria Ressa And Dmitry Muratov For Their Efforts To Safeguard Freedom Of Expression

નોબેલ શાંતિ પુરસ્કાર:સત્ય માટે લડી રહેલા બે પત્રકારને નોબેલ શાંતિ પુરસ્કાર , WHO-ગ્રેટા થનબર્ગ પણ આ રેસમાં સામેલ હતા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારિયા રેસા, દિમિત્રી મુરાટોવને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર
  • બંને પત્રકારોએ પેલેસ્ટાઈન અને રશિયામાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા માટે સાહસિક લડાઈ લડી

નોબેલ શાંતિ પુરસ્કાર 2021ની જાહેરાત કરી દેવામાં આવી છે. એમાં મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને શાંતિ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. બંને પત્રકાર છે. તેમને 'અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા કરવા માટે' જે પ્રયત્નો કર્યા છે એ માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

વિજેતાને પસંદ કરનારી કમિટીએ કહ્યું હતું કે બંને પત્રકારોએ પેલેસ્ટાઈન અને રશિયામાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા માટે સાહસિક લડાઈ લડી છે. તેણે વધુમાં કહ્યું હતું કે તે પત્રકારોનું પ્રતિનિધિત્વ કરે છે, જે સત્ય માટે લડે છે.

નોંધનીય છે કે કુલ 329 ઉમેદવારમાંથી મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને નોબેલ શાંતિ પુરસ્કાર 2021 માટે પસંદ કરવામાં આવ્યા છે. નોબેલ શાંતિ પુરસ્કાર જીતનારને અત્યારસુધી 1.1 મિલિયન ડોલરનું ઈનામ આપવામાં આવે છે.

આ વખતના ઉમેદવારોમાં જળવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ, મીડિયા રાઈટ ગ્રુપ રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (RSF) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સામેલ હતા.

કોણ છે મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવ
મારિયા રેસા ન્યૂઝ સાઈડ રેપ્લર (Rappler)ના કો-ફાઉન્ડર છે. પેલેસ્ટાઈન અને સત્તાવાદી તાકાતો વધતાં અત્યાચાર, હિંસા સામે તેમણે અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે દિમિત્રી મુરાટોવે 'નોવાયા ગઝેટા' સ્વતંત્ર સમાચાર પત્ર શરૂ કર્યું હતું. તેમણે રશિયામાં ફ્રીડમ ઓફ સ્વિચની રક્ષા માટે દાયકાઓ સુધી કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...