તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇઝરાઇલે સ્પષ્ટ કર્યું છે કે તેને પરમાણુ શક્તિથી સજ્જ ઈરાન કોઈપણ કિંમતે મંજૂર નથી. વડાપ્રધાન નેતન્યાહુની નજીકના કેબીનેટ પ્રધાન જાચી હેંગ્બીએ કહ્યું કે- જો અમેરિકા ઈરાન સામે અમને સાથ નહીં આપે, અથવા તેની સાથે કોઈ સમજૂતી કરે છે, તો અમને તેની કોઈ ચિંતા નથી, ઇઝરાઇલ એકલા જ ઈરાન પર હુમલો કરીને તેના પરમાણુ અડ્ડાને નાશ કરી દેશે.
ઇઝરાઇલના મંત્રીના આ નિવેદનને અમેરિકાની જો બાઈડેન સરકાર માટે એક સંદેશ માનવામાં આવી રહ્યો છે. હકીકતમાં, 2015માં બરાક ઓબામાનાં સમયમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરાર થયા હતા. જ્યારે 2017માં ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમણે તે કરારને રદ કર્યા હતા. હવે બાઈડેન સત્તામાં આવ્યા છે. તેઓ એકવાર ફરી ઇરાન સામે નરમ વલણ અપનાવવાનાં સંકેત આપી રહ્યા છે. ઇઝરાઇલની સરકાર આથી ખુશ નથી.
ઇઝરાઈલ જ કરશે નિર્ણય
એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇઝરાઈલનાં મંત્રીએ કહ્યું હતું કે, અમેરિકા ક્યારેય ઈરાનનાં ન્યુક્લિયર અડ્ડાઓને નિશાન નહીં બનાવે. હવે આ નિર્ણય ઇઝરાઇલે જ કરવાનો છે કે ઇરાનના પરમાણુ અડ્ડા પર હુમલો કરવો કે નહીં. ઈરાનના પરમાણુ કાર્યક્રમના કારણે મધ્ય-પૂર્વમાં તણાવ વધી રહ્યો છે. તેનું એક કારણ અમેરિકાની સત્તામાં પરિવર્તન પણ છે. ટ્રમ્પથી ઉલ્ટુ બાઇડેન એડમિનિસ્ટ્રેશન ઇરાન તરફ નરમ અભિગમ અપનાવી રહ્યું છે. ઇઝરાઇલ અને ગલ્ફ દેશો તેનો વિરોધ કરી રહ્યા છે.
ઇઝરાઈલને મજબૂર કરવામાં આવી રહ્યું છે
જાચીએ સ્પષ્ટ કહ્યું હતું કે, ઇઝરાઈલને મજબૂર કરવામાં આવી રહ્યું છે કે તે એકલા જ આ ખતરા સામે લડે. હવે ઇઝરાયેલે નક્કી કરવાનું છે કે તેને પરમાણુ શક્તિથી સજ્જ ઈરાન જોઈએ કે નહીં. કદાચ ભવિષ્યમાં આપણી પાસે ઇરાન પર હુમલો કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહીં હોય. ઈરાન પણ જાણે છે કે તેની પાસે ઇઝરાઇલને જવાબ આપવા માટે ઘણા ઓછા વિકલ્પો છે. આ મામલે હેંગબીનું નિવેદન પણ મહત્વપૂર્ણ બને છે કારણ કે તેઓ પહેલા ગૃહ પ્રધાન, ઇંટેલીજેન્સ ચીફ અને ગુપ્તચર એજન્સી મોસાદનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે.
આ નિવેદનનો અર્થ સમજો
ટ્રમ્પના સમયમાં અમેરિકાએ ઈરાન સામે ખૂબ કડક વલણ અપનાવ્યું હતું. ટ્રમ્પની મંજૂરી બાદ ઈરાનનાં સૌથી મોટા અને રાષ્ટ્રપતિ કરતા વધુ લોકપ્રિય જનરલ કાસિમ સુલેમાનીની ઇરાકમાં હત્યા કરાઈ હતી. તેહરાનમાં બે પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા હતા. હવે બાઈડેન જૂની સમજૂતીને લાગુ કરવા અને ઇરાન સામે નરમ વલણ અપનાવશે તેવા સંકેત આપી રહ્યા છે.
ઇઝરાઇલ અને અરબ દેશો વચ્ચે 60 વર્ષ જુની દુશ્મનાવટ ટ્રમ્પના યુગમાં સમાપ્ત થઈ હતી. હવે તેઓ ખૂબ નજીક આવી ચૂક્યા છે. અરબ દેશો માટે ઈરાન સૌથી મોટો ખતરો છે. ઇઝરાઇલ તરીકે હવે તેમની પાસે તેનો ખૂબ જ શક્તિશાળી મિત્ર છે. ઇરાન પણ ઇઝરાઇલ માટે મોટો ખતરો છે. આથી યાચીનું નિવેદન અમેરિકાને તેના સાથીઓનો સંદેશ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.