• Gujarati News
 • International
 • No Restrictions For Celebrations In New Zealand, Crowds In Thailand Will Be Zoned And Viewed From Home At Times Square

બિંદાસ કરશુ 2021નું સ્વાગત:ન્યૂઝીલેન્ડમાં ઉજવણી માટે કોઈ નિયંત્રણ નહીં, થાઈલેન્ડમાં ભીડને ઝોન પ્રમાણે વહેચવામાં આવશે અને ઘરેથી જ માણવો પડશે ટાઈમ્સ સ્ક્વેયરનો નજારો

2 વર્ષ પહેલાલેખક: અંકિત ગુપ્તા
 • કૉપી લિંક
 • મુશ્કેલઃ સિડનીમાંં પ્રી-બુકિંગવાળા જ રેસ્ટોરન્ટમાં મળશે એન્ટ્રી, મોટાભાગના પ્રોગ્રામ થશે લાઈવ
 • મહામારીઃ લંડનની ગલીઓ ચોક્કસ સજાવવામાં આવશે, પણ ઉજવણી માટે લોકો નહીં હોય

નવા વર્ષની ઉજવણી એટલે જમીન પર આનંદ મોજ મસ્તી અને આકાશમાં થતી આતિશબાજી. વર્ષ 2021નું સ્વાગત કરવા માટે દુનિયાના મોટાભાગના વિસ્તારોમાં ઉજવણી થશે, પણ કોરોનાને લીધે ઘણીબધી સાવચેતી રાખવામાં આવશે. હવે આ ઉજવણી કરતી વખતે જોવાનું રહેશે કે આજુબાજુમાં કેટલાક કેટલા લોકો છે. માસ્ક લગાવવું કે નહીં. એટલું જ નહીં કોવિડ ટ્રેકિંગ એપ પર નજર રહેશે કે સેલિબ્રેશનનો માહોલ કેટલો સુરક્ષિત છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં ન્યૂ યર સેલિબ્રેશન પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધ નથી. ત્યારે અનેક દેશોમાં વિવિધ પ્રકારના નિયંત્રણો રહેશે. કેટલાક દેશોમાં સેલિબ્રેશન તો થશે, પણ લોકો તેમા ઓનલાઈન જ ભાગ લઈ શકશે.

તો ચાલો જાણીએ વિશ્વના અગ્રણી શહેરોમાં વર્ષ 2021ના સ્વાગતમાં કેવી રીતે ઉજવણી થશે અને વર્ષ 2020ની તુલનામાં તે કેટલી અલગ હશે....

થાઈલેન્ડઃ ભીડને વિવિધ ઝોનમાં વહેચવામાં આવશે, સેલિબ્રેશન, કોવિડ ટ્રેકિંગ એપ જરૂરી

મબેંગકોકના સેટ્રલ વર્લ્ડમાં લોકોની ભીડ વધવા લાગી છે
મબેંગકોકના સેટ્રલ વર્લ્ડમાં લોકોની ભીડ વધવા લાગી છે
 • મહામારી વચ્ચે નવા વર્ષની ઉજવણી માટે થાઈલેન્ડે પ્લાન તૈયાર કર્યો છે. તેનાથી સેલિબ્રેશન થશે, જોકે સંક્રમણના ઓછા જોખમ સાથે પ્લાન પ્રમાણે ભીડને વિવિધ ઝોનમાં વહેચવા સાથે ડાઈવર્ટ કરવામાં આવશે. સેલિબ્રેશનમાં ભાગ લેવા માટે નજીકના કોવિડ-19 ટ્રેકર એપ હોવી જરૂરી છે, જેથી આજુબાજુ સંક્રમણ થવા પર એલર્ટ થઈ શકે.
 • થાઈલેન્ડના મોટાભાગના શહેરોમાં ઉજવણી કરવામાં આવશે, જોકે પટાયામાં ન્યૂ યર સેલિબ્રેશનને રદ્દ કરવામાં આવ્યા છે. બેંકોકના શોપિંગ કોમ્પ્લેક્સ સેન્ટ્રલ વર્લ્ડ રોશનીથી જગમગી ઉઠ્યુ છે. અહીં નવા વર્ષમાં ઘણી ભીડ થાય છે. આ વર્ષ પણ અહીં લોકો પહોંચી રહ્યા છે. અહીં દુનિયાના 11માં સૌથી મોટા શોપિંગ મોલ છે.
 • મ્યૂઝિક કોન્સર્ટ ટળ્યું. ઘરેલુ પર્યટકોને 40 ટકા સુધી છૂટઃ બેંકકોંકમાં 15 જાન્યુઆરીના રોજ યોજનાર મ્યુઝિક કોન્સર્ટ રદ્દ કરવામાં આવેલ છે. તે અર્થતંત્ર પર્યટન પર નિર્ભર છે, જોકે ઈન્ટરનેશનલ ટુરિસ્ટ પહોંચી રહ્યા નથી. આ થાઈલેન્ડ સરકાર દેશી પર્યટકોને આકર્ષિત કરવા માટે હોટલ અને હવાઈ યાત્રામાં 40 ટકા સુધી છૂટ આપી રહ્યા છે.

ન્યૂઝીલેન્ડઃ કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર 5 મિનિટ આતિશબાજીથી થશે સેલિબ્રેશન

આ તસવીર ઓકલેન્ડના હાર્બર બ્રિજના કિનારે બનેલા સ્કાય ટાવરની છે, જ્યાં 31 ડિસેમ્બરની રાત્રે આતિશબાજી થશે-ફાઈલ ફોટો
આ તસવીર ઓકલેન્ડના હાર્બર બ્રિજના કિનારે બનેલા સ્કાય ટાવરની છે, જ્યાં 31 ડિસેમ્બરની રાત્રે આતિશબાજી થશે-ફાઈલ ફોટો
 • ન્યૂઝીલેન્ડ તે દેશમાં સામેલ છે, જ્યાં નવા વર્ષનું સૌથી પહેલા આગમન થાય છે. ભારતમાં જ્યારે સાંજના આશરે 4:30 વાગી રહ્યા હશે ત્યારે ન્યૂઝીલેન્ડમાં મોડી રાત્રીના 12 વાગ્યા હશે. નવા વર્ષની સૌથી પહેલી મોટી ઈવેન્ટ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં યોજાશે. અહીના હાર્બર બ્રિજ પર 5 મિનિટની આતિશબાજી સાથે નવા વર્ષ સ્વાગત થશે.
 • ઓકલેન્ડ વિશ્વનું પ્રથમ મોટુ શહેર, જ્યાં નિયંત્રણ નથીઃ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ વિશ્વના સૌથી મોટા એકમાત્ર મોટું શહેર છે જ્યાં નવા વર્ષની શરૂઆત કોઈ પણ નિયંત્રણ વગર જ થઈ રહી છે. તેની પાછળનું કારણ છે, અહીંના મેનેજમેન્ટ. કોરોનાને કાબૂ કરવામાં ન્યૂઝીલેન્ડની સરકાર અને પ્રશાસનને વધારે સારા મેનેજમેન્ટ અને જાગૃકતાને આ મહામારી વધતા આંકડાને નિયંત્રિત કરે છે.

સ્કોટલેન્ડઃ આ વર્ચ્યુઅલ સેલિબ્રેશનમાં સામેલ થશે, જેથી લોકો એકલતાનો અહેસાસ ન કરે

સ્કોટલેન્ડના એડિનબરામાં ઘરેથી લોકો શોનો આનંદ માણશે. ફાઈલ ફોટો
સ્કોટલેન્ડના એડિનબરામાં ઘરેથી લોકો શોનો આનંદ માણશે. ફાઈલ ફોટો
 • સ્કોટલેન્ડના એડિનબરામાં ભલે નવા વર્ષની ઉજવણી પર નિયંત્રણ છે, જોકે આ વિકલ્પ તૈયાર છે. લોકોના મનોરંજન માટે ઓનલાઈન પ્રોગ્રામ તૈયાર કરી લીધી છે. 28 ડિસેમ્બરથી તેના લાઈવ ટેલિકાસ્ટ શરૂ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત આ ડ્રોન શો ઓર્ગેનાઈઝ કરવામાં આવશે, જેથી લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
 • નવા વર્ષની સાંજ ખુશનુમા કરવા માટે ઓનલાઈન પ્રોગ્રામ્સમાં એક્ટર ડેવિડ ટેનેન્ટ, સ્લોબન રેડમંડ, લોર્ન મેકફાયડન સહિત અનેક સ્કોટીશ સેલિબ્રિટી ઉપસ્થિત રહેશે, જેથી લોકો તેમના ઘરોમાં પણ એકલતાનો અહેસાસ ન કરો.

ઈગ્લેન્ડઃ લંડનની સજાવટ થશે, પણ ચીયર કરવા માટે ઈવેન્ટમાં લોકો ભાગ નહીં લે

લંડનમાં ન્યુ યર નિમિતે આતિશબાજી જોવા માટે પ્રત્યેક વર્ષ 1 લાખ લોકો પહોંચે છે, પણ આ વર્ષ તેનું લાઈવ ટેલિકાસ્ટ જોવુ પડશે.-ફાઈલ ફોટો
લંડનમાં ન્યુ યર નિમિતે આતિશબાજી જોવા માટે પ્રત્યેક વર્ષ 1 લાખ લોકો પહોંચે છે, પણ આ વર્ષ તેનું લાઈવ ટેલિકાસ્ટ જોવુ પડશે.-ફાઈલ ફોટો
 • છેલ્લા બે દાયકાથી ટેમ્સ નદીના કિનારે લંડનની ગલીઓમાં થતી વિશેષ પાર્ટીઓ આ વખતે નહીં થાય. લંડનના મેયર સાદિક ખાને ન્યૂ યોર ઈવેન્ટને રદ્દ કરી છે. જોકે, લંડનને આ વખતે પણ પ્રત્યેક વર્ષની માફક આ વર્ષે પણ ભવ્ય રીતે સજાવટ કરવામાં આવશે. સજાવટ અને આતિશબાજીનું લાઈવ ટેલિકાસ્ટ થશે, જેથી વિશ્વ તેને ટીવી પર જોઈ શકે.
 • 1 લાખ લોકો આતિશબાજી જોવા પહોંચ્યા હતાઃ ટેમ્સ નદીના કિનારે થતી આતિશબાજી જોવા માટે અહીં પ્રત્યેક વર્ષ 1 લાખ લોકો પહોંચતા હતા. આ ઈવેન્ટને લઈ લોકોની દિવાનગીનો અંદાજ તેનાથી લગાવી શકાય છે. આ માટે ટીકિટ લાગતી હતી. વર્ષ 2019માં આ ઈવેન્ટ પાછળ આશરે રૂપિયા 22 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

અમેરિકાઃ ટાઈમ્સ સ્ક્વેયર પર નવા વર્ષનું કાઉન્ટડાઉન થશે, જોકે વર્ચુઅલી જોઈ શકાશે

આ વર્ષ ટાઈમ્સ સ્ક્વેરખાતે 2021ના 7 ફૂટ ન્યુમેરલ્સ રાખવામાં આવશે
આ વર્ષ ટાઈમ્સ સ્ક્વેરખાતે 2021ના 7 ફૂટ ન્યુમેરલ્સ રાખવામાં આવશે
 • 24 કલાક રોશનીથી ઝગમગાવવા માટે જાણીતુ ન્યુ યોર્ક ટાઈમ્સ સ્ક્વેયર પર 31 ડિસેમ્બરની રાત્રે ભીડ નહીં જોવા મળે. 31 ડિસેમ્બરની સાંજ થતા જ ન્યુ યોર્કની પોલીસ ટાઈમ્સ સ્ક્વેયર પર સામાન્ય લોકોને અટકાવી દેશે. જોકે, લોકો વર્ચ્યુઅલી ન્યુ યરનું કાઉન્ટડાઉન અને બોલ ડ્રોપ જોઈ શકશે. આ વર્ષ ટાઈમ્સ સ્ક્વેયર પર 7 ફૂટનો ન્યુમેરલ્સ રાખવામાં આવશે.
 • ખાસ કરીને ડોમથી ટાઈમ્સ સ્ક્વેયરનો ભવ્ય નજારો જોઈ શકાશેઃ ટાઈમ્સ સ્ક્વેયરના પેનોરોમિક વ્યુ જોવા માટે અમેરિકાની કંપની એર બીએનબીએ ખાસ પ્રકારના ડોમ તૈયાર કર્યા છે. આ સ્ક્રીન પર ટાઈમ્સ સ્ક્વેયરનો ભવ્ય નજારો લાઈવ જોઈ શકાશે. ડોમમાં એક બેડ અને કાબળો હશે. જ્યાં રહીને લોકો આ નજારો જોઈ શકશે. તેની કિંમત રૂપિયા 1500 રાખવામાં આવી છે.

સિડનીઃ ન્યુ યર પર પ્રી-બુકિંગવાળા ટુરિસ્ટ્સને મળશે રેસ્ટોરેન્ટ્સમાં એન્ટ્રી

સિડનીના હાર્બર બ્રિજ પર થતી આતિશાબાજી અને સૈન્ય પ્રદર્શનમાં લોકોને એન્ટ્રી મળે નહીં. તે લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે-ફાઈલ ફોટો
સિડનીના હાર્બર બ્રિજ પર થતી આતિશાબાજી અને સૈન્ય પ્રદર્શનમાં લોકોને એન્ટ્રી મળે નહીં. તે લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે-ફાઈલ ફોટો
 • વિશ્વભરમાં ન્યુ યરના મોટાભાગના પ્રોગ્રામ રાત્રીમાં સેલિબ્રેટ થાય છે, પણ ઓસ્ટ્રેલિયાના લોકોનો સેલિબ્રેશનનો અંદાજ કંઈક અલગ છે. 31 ડિસેમ્બરની બપોરે સિડનીના હાર્બર બ્રિજ પર ફેરી રેસ, મ્યુઝિકલ ઈવેન્ટ્સ અને સૈન્ય પ્રદર્શનોના પ્રોગ્રામ ન્યૂ યરનો હિસ્સો હશે. આ વર્ષે આ તમામ પ્રોગ્રામ રદ્દ કરવામાં આવ્યા છે. હાર્બર બ્રિજ પર નવા વર્ષના દિવસે એવા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે કે જેમની પાસે અગાઉથી રેસ્ટોરન્ટનું બુકિંગ છે.
 • પ્રદૂષણ ઘટાડવા માટે આ વર્ષે આતિશબાજી ઓછી થશેઃ કોરોનાના સોશિયલ ડિસ્ટન્સિંગ અને બુશફાયરના પ્રદૂષણને જોતા આ વર્ષે આતિશબાજી પણ ઓછું થશે. સૈન્ય પ્રદર્શન સાથે સંકળાયેલ કાર્યક્રમમાં પણ લાઈવ ઓડિયન્સ નહીં હોય, લોકો વર્ચ્યુઅલી જોઈ શકશે.
 • સિડની પ્રશાસને જાહેરાત કરી છે કે જો કોરોનાના કેસમાં વધારો થશે તો તમામ ઈવેન્ટ રદ્દ થઈ શકે છે. જોકે, ઉત્તરી ભાગમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અહીંના ડોક્ટર્સ નવા વર્ષની ઉજવણીને અટકાવવાની માંગ કરી રહ્યા છે. તેમ છતાં સરકાર ઉજવણીની તૈયારી પર કોઈ નિયંત્રણ નથી.

તાઈવાનઃ આ નિયંત્રણ નહીં, ન્યુ યર પર ટ્રાન્સપોર્ટમાં ડિસ્કાઉન્ટ મળશે, સ્પેશિયલ બલ અને ટ્રેન ચાલશે

તાઈવાનની રાજધાની તાઈપેમાં યોજાની ન્યુ યરની ઈવેન્ટમાં એન્ટ્રી માટે માસ્ક જરૂરી છે-ફાઈલ ફોટો
તાઈવાનની રાજધાની તાઈપેમાં યોજાની ન્યુ યરની ઈવેન્ટમાં એન્ટ્રી માટે માસ્ક જરૂરી છે-ફાઈલ ફોટો
 • તાઈવાનમાં એપ્રિલથી નવેમ્બર સુધી કોરોનાનો એક પણ સ્થાનિક કેસ સામે આવ્યો નથી, જોકે ડિસેમ્બરમાં એક કેસ આવ્યો હતો. તેમ છતાં અહીં કોઈ પાર્ટી અટકશે નહીં. ન્યુ યરની ઉજવણીમાં તાઈવાન સરકારે કોઈ નિયંત્રણ લાદ્યા નથી. પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે જાહેર પરિવહન સેવામાં અનેક પ્રકારના ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. ન્યુ યર પાર્ટીમાં એન્ટ્રી માટે ચેક પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. માસ્ક વગર અને બોડી ટેમ્પરેચર તપાસ કર્યા બાદ જ એન્ટ્રી મળશે.
 • કોન્સર્ટ માટે સ્પેશિયલ બસો અને ટ્રેન ચાલશેઃ જાણીતા તાઈવાની પોપ સિંગર દીવા ન્યૂ યર ઈવનિંગ પર પોતાના હોમ ટાઉનમાં એક ફ્રી કોન્સર્ટ કરશે. વિશેષ રીતે આ કોન્સર્ટ માટે એક્સ્ટ્રા બસો પણ ચલાવવામાં આવશે.તાઈવાનનું રેલવે એડમિનિસ્ટ્રેશન ન્યૂ યરની સાંજે 3 સ્પેશિયલ ટ્રેનો પણ ચલાવશે

દુબઈઃ પ્રાઈવેટ પાર્ટી પર પ્રતિબંધ, કોન્સર્ટ માટે મંજૂરી મેળવવી જરૂરી

 • દુબઈમાં 2021નું સેલિબ્રેશન ફીકુ રહેશે. કોન્સર્ટ માટે પણ સ્થાનિક પ્રશાસનની મંજૂરી મેળવવી પડશે. નેશનલ ઈમર્જન્સી ક્રાઈસિસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રવક્તા ડો.સૈફીએ સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે પ્રાઈવેટ પાર્ટીઝ પર પ્રતિબંધ મુક્યો છે.
 • અહીનું સૌથી મોટું આકર્ષણ બુર્જ ખલીફા છે. આ વખતે અહીં આતિશબાજી જોવા માટે એપથી પ્રી-બુકિંગ કરાવવું પડશે. બુકિંગ બાદ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ યથાવત રાખવું પડશે અને માસ્ક પહેરવું જરૂરી બનશે.
અન્ય સમાચારો પણ છે...