તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

POKમાં ગેરકાયદે ચૂંટણી:ગિલગિટ-બાલિસ્તાન ચૂંટણીમાં કોઈને બહુમતી નહીં, ઈમરાનની પાર્ટીએ 8 બેઠક જીતી

ઈસ્લામાબાદ5 મહિનો પહેલા
મતદાન સમાપ્ત થયું એ પહેલાં પીપીપી અને પીએમએલ-એનએ પીટીઆઇને ફાયદો પહોંચાડવા માટે ચૂંટણીમાં ગરબડ કરવાનો આરોપ લગાવ્યો છે. - Divya Bhaskar
મતદાન સમાપ્ત થયું એ પહેલાં પીપીપી અને પીએમએલ-એનએ પીટીઆઇને ફાયદો પહોંચાડવા માટે ચૂંટણીમાં ગરબડ કરવાનો આરોપ લગાવ્યો છે.

ભારતના વિરોધ છતાં POKના ગિલગિટ-બાલિસ્તાનમાં ઈમરાન સરકાર દ્વારા કરાવવામાં આવેલી ચૂંટણીમાં એકપણ પાર્ટીને બહુમતી નથી મળી. ત્યાંની વિધાનસભાની 24માંથી 23 બેઠક પર થયેલી ચૂંટણીમાં 9 પર ઈમરાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ની જીત થઈ છે કે તેના પર આગળ ચાલી રહી છે.

જિયો ટીવીના રિપોર્ટ મુજબ PTIએ 8, અપક્ષને 6 અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ને 5, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PMLN-N)ને 2, જમિયત ઉલેમા-એ-ઈસ્લામ ફઝલ (JIU-F) અને મજલિસ વહદતુલ મુસ્લિમીન (MVVM)ને એક-એક સીટ મળી છે. ચૂંટણીમાં ચાર મહિલા સહિત કુલ 330 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. મતદાન પૂર્ણ થયા એ પહેલાં PPP અને PML-N અને PTIને ફાયદો પહોંચાડવા માટે ચૂંટણીમાં ગરબડ કરવાના આરોપ લગાડ્યા છે.

2010માં PPPએ 15, જ્યારે 2015માં PML-Nને 16 સીટ મળી હતી

ગિલગિટ-બાલિસ્તાનમાં આ ત્રીજી ચૂંટણી છે. ત્યાં પહેલી ચૂંટણી 2010માં કરવામાં આવી હતી. ત્યારે PPPએ 15 સીચ જીતીને સત્તામાં આવી હતી, જે બાદ 2015ની ચૂંટણીમાં PML-Nને 16 સીટ પર જીત મળી હતી. જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનની હાઈકોર્ટે ઈમરાન સરકારને 2018ના પ્રશાસનના આદેશમાં સંબોધન કરવા અને ક્ષેત્રમાં સામાન્ય ચૂંટણી કરાવવાની મંજૂરી આપી હતી. ભારતે ગિલગિટ-બાલિસ્તાનમાં ચૂંટણી કરાવવાના પગલાનો વિરોધ કર્યો છે. ભારતે કહ્યું હતું કે સૈન્ય કબજાવાળા આ ક્ષેત્રની સ્થિતિને બદલવા માટે ઉઠાવવામાં આવેલાં પગલાંનો કોઈ કાયદાકીય આધાર નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો