હીરોઝ ઓફ ધ યર:વાઈરસ ગમે તેટલા ફેરફાર કરે, એક મહિનામાં વેક્સિન અપડેટ થઈ શકશે

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમઆરએનએ પ્લેટફોર્મ પર બનનારી વેક્સિનથી ઓમિક્રોનનો મુકાબલો કરાશે

કોરોના વાઈરસ મહામારીને આશરે બે વર્ષ પૂરા થવાના છે. હવે નવા નવા વેરિયન્ટ વિરુદ્ધ વેક્સિનની ચર્ચા શરૂ થઈ છે. દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે કે, શું રસી ઉતા‌વળમાં બનાવાઈ હતી? શું તે બનાવવામાં બધા માપદંડોનું પાલન કરાયું હતું? જે રસીએ સૌથી પહેલા કોરોનાનો પ્રસાર રોક્યો અને જે ઓમિક્રોન સહિતના ભવિષ્યમાં થતાં મ્યુટેશનો રોકવામાં ચોક્કસ સફળ રહેશે કે નહીં, એ વિશે ક્યારેય અગાઉથી નિષ્કર્ષ કઢાયો ન હતો.

આ તમામ રસી માણસે બનાવી છે. એટલે તેમાં અનિશ્ચિતતાઓ અને શંકાઓ હોવી સ્વાભાવિક છે. વિજ્ઞાની કિજમેકિયા કૉર્બેટ, બાર્ને ગ્રેહામ, કેટલિન કરિકો અને ડ્રુ વિસમેન પોતાના પ્રયાસમાં કદાચ જ એકલા હતા. દુનિયાભરના વિજ્ઞાનીઓએ જુદા જુદા પ્લેટફોર્મ અને પદ્ધતિ અપનાવીને કોરોના રસી બનાવી.

ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા અને જોનસન એન્ડ જોનસનની રસી વધુ સારા માપદંડના પાલન સાથે વિકસાવાઈ અને તેથી તેમાં વાઈરસ સામે લડવા ઝડપથી ફેરફાર કરાયા. આમ છતાં, કૉર્બેટ, ગ્રેહામ, કરિકો અને વિસમેને એમઆરએનએ આધારિત એક ઈનોવેટિવ અને અત્યાધુનિક પ્લેટફોર્મની શરૂઆત કરીને અનોખી સફળતા હાંસલ કરી છે. આ વિજ્ઞાનીઓની શોધ મહામારી પછી પણ આપણા આરોગ્ય પર અસર કરતી રહેશે.

આ રિસર્ચની આરોગ્ય પર અસર થશે
હંગેરીમાં જન્મેલા કરિકોએ શેઝેડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ત્યાં તેમણે પહેલીવાર એમઆરએનએ વિશે જાણ્યું. તેઓ કહે છે કે, જો ડીએનએથી જિંદગીના અક્ષર બને છે, તો આરએનએ શબ્દોથી જીવન બને છે. અમે જાણ્યું કે, જો એમઆરએનએને યોગ્ય રીતે મોડિફાય કરવામાં આવે, તો તેનો ઉપયોગ શરીરનો જ એક દવા ફેક્ટરી તરીકે બદલવામાં ઉપયોગ થઈ શકે. જેનાથી કોઈ પણ પ્રોટીનની અછતથી થતી બીમારીની સારવારના એન્ઝાઈમ કે હોર્મોન શોધી શકાય છે.

રસી એક જ મહિનામાં અપડેટ થઈ જશે
એમઆરએનએ રસીના ‘પ્લગ એન્ડ પ્લે’ ફીચરના કારણે કોઈ રસીને વાઈરસના નવા રૂપ સામે એક જ મહિનામાં અપડેટ કરી શકાશે. પછી તે ઓમિક્રોન હોય કે વાઈરસનો કોઈ પણ નવો અવતાર. ભવિષ્યમાં ઐતિહાસિક ઝડપથી બનેલી કોરોના રસી પણ તમને ધીમી લાગી શકે છે. રસીની શોધ અંગે પિટ્સબર્ગ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર પૉલ ડુપરેક્સ એમઆરએન પર આધારિત આ ચારેય વિજ્ઞાનીના પ્લેટફોર્મને વેક્સિનોલોજીમાં ઐતિહાસિક સિદ્ધિ ગણાવે છે.


અન્ય સમાચારો પણ છે...