નહીં સુધરે તાલિબાન:તાલિબાની નેતાએ કહ્યું, અફઘાનિસ્તાનમાં શરીયા કાયદો જ ચાલશે, અમે અમારી પોતાની સેના તૈયાર કરીશું

3 મહિનો પહેલા

અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળવાનો પ્રયત્ન કરનાર તાલિબાનીઓએ તેમની ઈચ્છા જાહેર કરી દીધી છે. તાલિબાની નેતા વહીદુલ્લાહ હાશ્મીએ કહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં કોઈ લોકતાંત્રિક વ્યવસ્થા નહીં થાય. કારણકે અહીં તેનું કોઈ મહત્વ નથી, હાશ્મીએ ન્યૂઝ એજન્સી રોયટર્સ સાથે વાતચીતમાં કહ્યું છે કે, તાલિબાનોને એ જણાવવાની જરૂર નથી કે અફઘાનિસ્તાનની હુકૂમત કેવી હશે, કારણકે તે એકદમ સ્પષ્ટ છે. અહીં શરિયા કાયદો ચાલશે.

હૈબતુલ્લાહ અખુંદજાદા બની શકે છે તાલિબાની હુકૂમતનો મુખિયા
વહીદુલ્લાહનું કહેવું છે કે, તાલિબાન એવી સ્ટ્રેટજી બનાવી રહ્યું છે કે, અફઘાનિસ્તાનને કેવી રીતે ચલાવવું. અત્યાર સુધીની યોજના પ્રમાણે તાલિબાની કાઉન્સિલ અફઘાનિસ્તાનનું કામકાજ સંભાળતી હતી અને ઈસ્લામી આતંકી મૂવમેન્ટનો પ્રમુખ હૈબતુલ્લાહ અખુંદજાદા તાલિબાની હુકૂમતનો મુખિયા હોઈ શકે છે. હાશિમીના જણાવ્યા પ્રમાણે અખુંદજાદા તાલિબાની કાઉન્સિલના પ્રમુખની ઉપર હશે અને તેનું કદ દેશના રાષ્ટ્રપતિ જેટલુ હશે. અહીં સુધી કે અખુંદજાદાનો ડેપ્યૂટી જ રાષ્ટ્રપતિની ભૂમિકામાં રહેશે.
વહીદુલ્લાહની વાતોથી સ્પષ્ટ છે કે તાલિબાનનું શાસન એવું જ રહેવાની શક્યતા છે જેવુ કે પહેલીવારમાં 1996થી 2001 સુધીમાં રહ્યું હતું. ત્યારે મુલ્લા ઉમર પડદા પાછળથી તાલિબાનની કમાન સંભાળી રહ્યા હતા અને રોજનું કામ એક કાઉન્સિલની જવાબદારીમાં હતું.

અફઘાની સૈનિકોની ભરતી કરશે તાલિબાન
તાલિબાનની યોજના નવી સેના તૈયાર કરવાની છે. તેમાં તાલિબાનીઓને ભરતી કરવાની સાથે સાથે અફઘાનિસ્તાનના પૂર્વ પાયલટ અને સૈનિકોની પણ ભરતી કરવામાં આવશે. હવે જોવાનું એ છે કે, તાલિબાનોનું આ ભરતી અભિયાન કેટલુ સફળ રહે છે, કારણકે છેલ્લાં 20 વર્ષોમાં તાલિબાની આતંકી હજારો સૈનિકોને મારી ચૂક્યા છે અને અત્યારે પણ તાલિબાન તે અફઘાની પાયલટ્સની હત્યા કરી રહ્યા છે જેમને અમેરિકાએ ટ્રેનિંગ આપી છે.
વહીદુલ્લાહનું કહેવું છે કે, મોટાભાગના અફઘાની સૈનિકોએ તુર્કી, જર્મની અને ઈંગ્લેન્ડમાં ટ્રેનિંગ લીધી છે. તેથી તેમને પરત ફરવાનું કહેવામાં આવશે. અમે સેનામાં થોડો ફેરફાર પણ કરીશું તેમ છતાં પૂર્વ સૈનિકોની જરૂર પડશે. ખાસકરીને તાલિબાનોને પાયલટ્સની જરૂર છે, કારણકે તેમની પાસે લડાકુઓ તો છે પરંતુ પાયલટ્સ નથી.

અન્ય સમાચારો પણ છે...