પાકિસ્તાન:ઇમરાન સામે આ સપ્તાહે અવિશ્વાસ પ્રસ્તાવ

ઈસ્લામાબાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષના 80 સાંસદોએ સહમતિ આપી

પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. દેશની વિપક્ષ પાર્ટી પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ)એ સરકાર વિરુદ્વ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે. પીડીએમ પ્રમુખ મૌલાના ફઝલ ઉલ રહેમાને કહ્યું કે 48 કલાકમાં (શનિવાર સુધી) અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને ઇમરાન સરકારને સત્તા પરથી ઊથલાવી દેવાશે.

અમારી પાસે સરકારને સત્તા પરથી ઊથલાવવા માટે જરૂરી બહુમત છે. અમારી કાનૂની ટીમે પણ આ માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તમામ વિરોધપક્ષો સરકારને સત્તા પરથી ઊથલાવવા માટે સહમત થયા છે તેવું રહેમાને કહ્યું હતું. ફઝલે કહ્યું કે સરકારને સત્તા પરથી દૂર કર્યા બાદ નવી સરકારને લઇને નિર્ણય લેવાશે. પીડીએમ પ્રમુખે પાકિસ્તાની સેનાનું નામ લીધા વગર કહ્યું કે અમારો હેતુ સ્પષ્ટ છે.

ઇમરાન સરકારે મોંઘવારી-બેરોજગારી વધાર્યાં
પીએમએલએનના સાંસદ લતીફે કહ્યું કે ઇમરાનની સરકારમાં જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે અને બેરોજગારી પણ વધી છે. તેમણે કહ્યું કે લોટ, ખાંડ, વીજળી અને પેટ્રોલની કિંમતો બમણી થઇ ચૂકી છે. ઇતિહાસમાં ઇમરાન ખાનની સરકારથી વધારે કોઇ સરકારે ભાવવધારો નથી ઝીંક્યો.

અન્ય સમાચારો પણ છે...