તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • No American Leader Has Ever Campaigned For The Next Presidential Election Through The 'Save America' Rally.

ટ્રમ્પ આજે કરશે શક્તિ પ્રદર્શન:'સેવ અમેરિકા' રેલી દ્વારા આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અત્યારથી જ દાવેદારી, આવું પહેલા કોઈ અમેરિકન નેતાએ કર્યું નથી

ન્યૂયોર્કએક મહિનો પહેલાલેખક: મોહમ્મદ અલી
  • ટ્રમ્પ 'સેવ અમેરિકા' રેલી દ્વારા તેઓ આગામી ચૂંટણી માટે હુંકાર કરવા જઇ રહ્યા
  • ટ્રમ્પ 2024ની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા માંગે છે

અમેરિકામાં એક લોકપ્રિય કહેવત છે, 'જે રાષ્ટ્રપતિ હારી જાય છે, સામાન્ય રીતે તે ચાલ્યા જાય છે, સત્તા તરફ પાછું વળીને પણ નથી જોતા.' પણ ડોનાલ્ડ ટ્રમ્પ અપવાદ છે. તેઓ વારંવાર સંકેત આપી રહ્યા છે કે 2024ની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા માંગે છે. ફ્લોરિડાના સરસોટામાં શનિવારે 'સેવ અમેરિકા' રેલી દ્વારા તેઓ આગામી ચૂંટણી માટે હુંકાર કરવા જઇ રહ્યા છે. આ રેલી એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આવતી કાલે (4 જુલાઇ)એ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ છે.

આ વર્ષે 6 જાન્યુઆરી બાદ ટ્રમ્પનું આ પ્રથમ મોટો કાર્યક્ર્મ હશે
રાજકીય વિશ્લેષકો અને રિપબ્લિકન પાર્ટીના નેતાઓ મુજબ, આ વર્ષે 6 જાન્યુઆરી બાદ ટ્રમ્પનું આ પ્રથમ મોટું સંબોધન હશે, જ્યારે તેમણે વ્હાઇટ હાઉસ બહાર પોતાના સમર્થકોને અમેરિકાની સંસદ સુધી રેલી નીકળવા માટે કહ્યું હતું, ત્યાર બાદ સંસદ પર હુમલો કરવામાં આવ્યો હતો. ફ્લોરિડામાં રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ જો ગ્રુટર્સ કહે છે કે ફ્લોરિડા ટ્રમ્પ માટે મજબૂત રાજકીય સમર્થન અને રાજકીય મહત્વકાંક્ષાઓ માટે લોન્ચ પેડ છે.

ફ્લોરિડાના સરસોટામાં શનિવારે 'સેવ અમેરિકા' રેલી દ્વારા ટ્રમ્પ આગામી ચૂંટણી માટે હુંકાર કરવા જઇ રહ્યા છે.
ફ્લોરિડાના સરસોટામાં શનિવારે 'સેવ અમેરિકા' રેલી દ્વારા ટ્રમ્પ આગામી ચૂંટણી માટે હુંકાર કરવા જઇ રહ્યા છે.

આ 2024માં દાવેદારીની પ્રથમ રેલી માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે. ગ્રુટર્સએ 2012માં ટ્રમ્પને સંબોધન માટે ટેમ્પા શહેરમાં આમંત્રણ આપ્યું હતું. ત્યાર બાદ ટ્રમ્પને રાષ્ટ્રીય મીડિયામાં જગ્યા મળી અને તેઓ સત્તાના રાષ્ટ્રીયમંચ પર પહોંચી ગયા. ગ્રુટર્સ કહે છે કે આ તો શરૂઆત છે, ટ્રમ્પના અન્ય ગઢો ખાતે પણ આવા જ મોટા કાર્યક્ર્મ થશે. ત્યાર બાદ તેઓ પોતાના અલગ અંદાજમાં જોવા મળશે. તેમનું પહેલું લક્ષ્ય 2020ની મધ્યગાળાની ચૂંટણી જીતવાનું છે.

ટ્રમ્પ આંદોલન છે, તેમની એક જ વાર લાખો લોકોને એકત્રિત કરવા માટે જ ઘણી : મિલર
​​​​​​​ટ્રમ્પના સહયોગી જૈસન મિલર કહે છે કે ટ્રમ્પ નેતા નહીં, પણ આંદોલન છે કારણ કે તેમની એક જ વાત લાખો સમર્થકોને એકત્રિત કરવા માટે ઘણી છે. તેમણે કેવી રીતે ધીમા વેક્સિનેશનને ધ્યાનમાં રાખતા બાઈડેન સરકારે પણ અનુભવ્યું હતું કે તેમને ટ્રમ્પની જરૂર છે. ખરેખરમાં, 17% ટ્રમ્પના સમર્થક વેક્સિન વિરુદ્ધ છે.

યુએસમાં ધીમા વેક્સિનેશનને ધ્યાનમાં રાખતા બાઈડેન સરકારે પણ અનુભવ્યું હતું કે તેમને ટ્રમ્પની જરૂર છે.
યુએસમાં ધીમા વેક્સિનેશનને ધ્યાનમાં રાખતા બાઈડેન સરકારે પણ અનુભવ્યું હતું કે તેમને ટ્રમ્પની જરૂર છે.

અંતે ડો. ફૌચીએ ટ્રમ્પને વિનંતી કરવી પડી હતી કે તેઓ સમર્થકોને વેક્સિન લેવા માટે અપીલ કરે. એટલા માટે ટે લોકોને 'ટ્રમ્પ વોટર્સ' કહેવામા આવે છે. સામાન્ય રીતે તેઓ મત આપતા નથી અને આપે પણ છે તો. માત્ર ટ્રમ્પના નામ પર, રિપબ્લિકન પાર્ટી માટે નહીં. રિપબ્લિકન નેતા પણ આ વાતને સ્વીકારે છે કે ટ્રમ્પનું સમર્થન વિના તેઓ સેનેટ કે કોંગ્રેસમાં એકપણ બેઠક જીતી શકે નહીં.