USના રિપોર્ટે ખોલી પાકિસ્તાનની પોલ:મસૂદ અઝહર જેવા આતંકીઓ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરી, ભારતીય સુરક્ષા એજન્સીની કરી પ્રશંસા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના વિદેશ વિભાગે આતંકવાદ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં તેને પાકિસ્તાનની પોલ ખોલીને રાખી દીધી છે. 'કન્ટ્રી રિપોર્ટ્સ ઓન ટેરેરિઝ્મ 2020'માં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને આતંકવાદ સામે લડવા માટે ઘણી જ ઓછી પ્રગતિ કરી છે. અને આતંકીઓ પર કેસ ચલાવવા માટે કોઈ જ પગલાં ઉઠાવ્યા નથી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય એજન્સીઓ આતંકી ખતરાને રોકવામાં સારી કામગીરી કરે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને આતંકવાદનો મુકાબલો કરવા માટે ઘણાં જ ઓછા પ્રયાસ કર્યા છે. તેમજ જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક મસૂદ અઝહર અન લશ્કરના સાજિદ મીર (2008ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ) જેવા આંતકીઓ સામે કેસ ચલાવવા માટે કોઈ જ પગલાંઓ ઉઠાવ્યા નથી. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું કે ભારતીય સુરક્ષા એજન્સીઓ આતંકી ખતરાનો સામનો કરવા માટે ઘણાં જ પ્રભાવશાળી છે. જો કે ગુપ્તચર એજન્સી અને સૂચના જાહેર કરવાને લઈને અંતરાલ જોવા મળે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આતંકી સંગઠન ISISમાં ભારતીય મૂળના 66 આતંકીઓ છે.

રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાની સરકારે અફઘાન શાંતિ પ્રક્રિયાનું સમર્થન કરવાનું ચાલું રાખ્યું છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાને 2020માં મહત્વપૂર્ણ આતંકી ખતરાનો અનુભવ કર્યો. હુમલા અને માર્યા ગયેલા લોકોની સંખ્યા 2019ની તુલનાએ થોડી વધારે હતી.

અન્ય સમાચારો પણ છે...