ઈરાનમાં 17 વર્ષની યુવતીની ઘાતકી હત્યા:હિજાબનો વિરોધ કરી રહેલી નિકા નામની યુવતીનું નાક કાપી નાખ્યું, માથામાં 29 ઘા માર્યા

2 મહિનો પહેલા

ઈરાનમાં હિજાબના વિરોધમાં હિંસા ચાલુ છે. રવિવારે મૃત્યુઆંક વધીને 92 થયો છે. આ દેખાવો 16 સપ્ટેમ્બરના રોજ ત્યારે શરૂ થયા હતા જ્યારે 22 વર્ષીય સ્ટુડન્ટ મહસા અમીનીને મોરલ પોલીસ દ્વારા 13 સપ્ટેમ્બરના રોજ હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી અને 16 સપ્ટેમ્બરે તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

અત્યાર સુધીમાં ચાર યુવતીઓની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી છે અને વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા 17 વર્ષીય નિકા શકરામીની પણ હત્યા કરવામાં આવી હતી. પોલીસે તેના પરિવારજનોને બોલાવી લાશ સોંપી હતી. નિકાનું નાક કપાયેલું હતું અને તેના માથા પર 29 ઘા હતા.

164 શહેરમાં દેખાવો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિજાબ વિરોધી વિરોધ 164 શહેરોમાં પહોંચી ગયો છે. તેની અસર 31 રાજ્યોમાં જોવા મળી રહી છે. મહસાના મોત બાદ અત્યાર સુધીમાં 92 લોકોના મોત થયા છે. સરકારની સમસ્યા એ છે કે તે વિરોધને દબાવવાનો જેટલો પ્રયાસ કરી રહી છે તેટલો જ તે ફેલાઈ રહ્યો છે.

નિકા શકરાગામીનું આ કોલેજમાં પ્રથમ વર્ષ હતું. તે હિજાબવિરોધી વિરોધનો એક મહત્ત્વપૂર્ણ ચહેરો બની રહી હતી. પોલીસે તેના મૃત્યુને અકસ્માત ગણાવવાનું કાવતરું ઘડ્યું હતું.
નિકા શકરાગામીનું આ કોલેજમાં પ્રથમ વર્ષ હતું. તે હિજાબવિરોધી વિરોધનો એક મહત્ત્વપૂર્ણ ચહેરો બની રહી હતી. પોલીસે તેના મૃત્યુને અકસ્માત ગણાવવાનું કાવતરું ઘડ્યું હતું.

17 વર્ષીય નીકા શકરામીના મોત બાદ લોકોનો ગુસ્સો ભડકી ઉઠ્યો છે. બીજી તરફ સરકારે ફરી એકવાર આંદોલનકારીઓને આંદોલન પૂરું નહીં કરે તો ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે.
નિકાએ મિત્રને છેલ્લો કોલ કર્યો હતો.
'ધ ટેલિગ્રાફ'ના અહેવાલ મુજબ, નિકાની મોરલ પોલીસે તેહરાનના એક બજારમાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તે તેના મિત્રો સાથે નારા લગાવી રહી હતી. જે બાદ તે પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગઈ હતી. ફરાર થવા દરમિયાન નિકાએ ફોન પર મિત્રને કહ્યું કે પોલીસ તેનો પીછો કરી રહી છે.

નિકાના પરિવારને તેની ચિંતા હતી. તેઓએ તેહરાનની દરેક જેલ, અટકાયત કેન્દ્ર, પોલીસ સ્ટેશન અને જાહેર સ્થળોએ તેની શોધ કરી. તેમને નિકા વિશે કોઈ માહિતી મળી ન હતી. કહેવાય છે કે શનિવારે પોલીસે નિકાના પરિવારને ફોન કરીને તેના મૃત્યુની જાણકારી આપી હતી.

પરિવારના જણાવ્યા અનુસાર નીકા અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર હતી. તેણે શરૂઆતથી જ ઈરાનમાં સરકાર દ્વારા લાદવામાં આવતા હિજાબ કાયદાનો વિરોધ કર્યો હતો.
પરિવારના જણાવ્યા અનુસાર નીકા અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર હતી. તેણે શરૂઆતથી જ ઈરાનમાં સરકાર દ્વારા લાદવામાં આવતા હિજાબ કાયદાનો વિરોધ કર્યો હતો.

મૃતદેહ ખરાબ હાલતમાં હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે નિકાના પરિવારે તેનો મૃતદેહ જોયો તો તેમને ખબર પડી કે તે ખૂબ જ ખરાબ હાલતમાં છે. નિકાના શરીર પર ઈજાના અસંખ્ય નિશાન હતા. તેનું નાક કપાઈ ગયું હતું અને માથામાં 29 ઘા મારવામાં આવ્યા હતા.

જ્યારે પોલીસને આ અંગે પૂછપરછ કરવામાં આવી તો પરિવારને જણાવવામાં આવ્યું કે તભાગવાનો પ્રયાસ કરતી વખતે નિકા ઉંચી જગ્યાએથી પડી ગઈ હતી અને તેના કારણે માથામાં ઈજા થઈ હતી. પરિવારને પણ કહેવામાં આવ્યું હતું કે મીડિયાને આ અંગે કોઈ માહિતી આપવી નહીં, નહીંતર પરિણામ સારું નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...