ભાસ્કર વિશેષ:સપ્તાહમાં 4 દિવસ ખરાબ સપનાં યાદશક્તિને અસર કરે છે, પુરુષોમાં 59%, મહિલાઓમાં 41% વધુ જોખમ

લંડન11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સપનાં આવવા એ સામાન્ય છે. કેટલાક લોકોને ખરાબ સપનાં આવે છે, જેને કારણે અનેકવાર ઊંઘમાંથી અચાનક જાગી જાય છે. 35 થી 64 વર્ષની ઉંમરમાં સપ્તાહમાં ચાર દિવસ ખરાબ સપનાં આવવાથી યાદશક્તિ ગુમાવવાનો ખતરો વધી જાય છે.

વાસ્તવમાં, તાજેતરમાં બર્મિંઘમ યુનિવર્સિટીના એક રિસર્ચમાં સામે આવ્યું કે ખરાબ સપનાં જોવાથી ગંભીર ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થવાની આશંકા વધી જાય છે. રસપ્રદ વાત એ છે કે 79થી વધુ ઉંમરના લોકોને માત્ર 5 ટકા જ ખરાબ સપનાં આવે છે. જ્યારે 41 ટકા મહિલાઓ તેમજ 59 ટકા પુરુષો પર ખરાબ સપનાંની ઊંડી અસર પડે છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે તે ચેતાતંત્રને લગતી એક સ્થિતિ છે જે તમારા દૈનિક જીવનના કામકાજને પ્રભાવિત કરે છે.

તેને કારણે લોકોને અંગોમાં કંપનની સમસ્યા રહે છે. રિસર્ચ અનુસાર જે લોકોએ સપ્તાહમાં ઓછામાં ઓછું એક વાર ખરાબ સપનું જોયું છે, તેમનામાં આગામી એક દાયકામાં ખરાબ સપનાં ન જોતા લોકોના મુકાબલે યાદશક્તિ ગુમાવવાનો ખતરો ચાર ગણો વધુ રહે છે. જ્યારે વૃદ્વો જો ખરાબ સપનાં જુએ તો તેની યાદશક્તિને લગતી સમસ્યાનું નિદાન થવાની સંભાવના બે ગણી રહે છે.

આ રિસર્ચમાં 600થી વધુ મધ્યમ વયજૂથના વયસ્કો તેમજ 79થી વધુ ઉંમરના 2,600 લોકોને સામેલ કરાયા હતા. અન્ય એક રિસર્ચ અનુસાર, યુવાવસ્થા અને મધ્યમ ઉંમર દરમિયાન મહિલાઓને ખરાબ સપનાં આવવા સામાન્ય છે, પરંતુ ઉંમર વધવાની સાથે પુરુષોને ખરાબ સપનાં આવવાની સંભાવના પણ વધી જાય છે.

ઓછા યોગ, ધૂમ્રપાનથી પણ યાદશક્તિ જવાનો ખતરો
રિસર્ચના પ્રમુખ લેખક ડૉ. અબિદેમી ઓટાઇકુના મતે અનેકવાર ખરાબ આહાર, યોગ ન કરવા, ધ્રૂમપાન તેમજ વધુ દારૂના સેવનથી પણ યાદશક્તિ જવાનો ખતરો રહે છે. પ્રારંભિક લક્ષણો અંગે જાણીને તેની સારવાર શક્ય બને છે.

અન્ય સમાચારો પણ છે...