તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • New Zealand Woman Dies After Pfizer Vaccine, Government Says Side Effect, Although Vaccination Will Continue

વેક્સિનેશન પછી મૃત્યુ:ન્યુઝીલેન્ડમાં ફાઈઝર વેક્સિન લગાવ્યા પછી મહિલાનું મૃત્યુ, સરકારે તેને આડ અસર જણાવી, જોકે વેક્સિનેશન ચાલુ રહેશે

વેલિંગટન19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી
  • ફાઈઝર વેક્સિન 12 વર્ષથી મોટી ઉંમરના બાળકોને અપાઈ રહી છે
  • ન્યૂઝીલેન્ડમાં ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમણ વધ્યું છે

ન્યુઝીલેન્ડમાં સોમવારે ફાઈઝરની કોરોના વેક્સિન લીધા પછી એક મહિલાનું મૃત્યુ થયું છે. અધિકારીઓએ કહ્યું કે દેશમાં ફાઈઝર વેક્સિન સાથે જોડાયેલું આ પ્રથમ મૃત્યુ છે. ન્યુઝીલેન્ડમાં સોમવારે ફાઈઝરની કોરોના વેક્સિન લીધા પછી એક મહિલાનું મૃત્યું છે. અધિકારીઓએ કહ્યું કે દેશમાં ફાઈઝર વેક્સિન સાથે જોડાયેલું પ્રથમ મૃત્યુ છે.

વેક્સિનની સાઈડ ઈફેક્ટથી મોત
આ અંગેની માહિતી ન્યુઝીલેન્ડના સ્વાસ્થ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના પછી સરકારે એક સ્વતંત્ર કોવિડ-19 વેક્સિન સુરક્ષા વોચ બોર્ડને મૃત્યુનું સાચુ કારણ જણાવવા માટે કહ્યું હતું. તે પછી બોર્ડે પણ આ અંગે તપાસ કરી અને માન્યું કે મહિલાનું મૃત્યુ વેક્સિનની સાઈડ ઈફેક્ટથી જ થયું છે. સરકારે હાલ મહિલાની ઉંમર જણાવી નથી.

મહિલાને અન્ય હેલ્થ સમસ્યા હોવાની પણ આશંકા
બોર્ડે તેના રિપોર્ટમાં જણાવ્યું કે મહિલાનું મૃત્યુ માયોકાર્ડિટિસના કારણે થયું હતું અને તે માટેનું કારણ ફાઈઝરની કોરોના વેક્સિનની આડ અસર છે. માયોકાર્ડિટિસ એક રીતે હાર્ટની માંસપેશીઓ પર આવેલો સોજો છે, જેમાં લોહીને પંપ કરવા માટે શરીરના ઘણા અંગ પ્રભાવિત થઈ શકે છે અને હાર્ટના ધબકારા ઘટી કે વધી શકે છે. જોકે બોર્ડે એ પણ નોંધ્યું છે કે મહિલાને અન્ય હેલ્થને લગતી સમસ્યા પણ હોઈ શકે છે. જે રસીકરણ પછી વધી ગઈ છે.

આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે ફાઈઝર પાસે આ મામલા પર જવાબ માંગ્યો છે. બીજી તરફ ફાઈઝરની મીડિયા ટીમે આ અંગે તાત્કાલિક ટિપ્પણી કરવાથી ઈન્કાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...