• Home
  • International
  • New Zealand: Trent firefighter convicted of killing 51 people in two mosques, hearing immediately after lockdown

ન્યૂઝીલેન્ડ: બે મસ્જિદમાં ફાયરિંગ કરનાર ટેરેંટ 51 લોકોની હત્યાનો દોષી જાહેર, લોકડાઉન બાદ તાત્કાલિક સુનાવણી થઇ

X

  • 15 માર્ચ 2019ના 28 વર્ષના બ્રેન્ટને બે મસ્જિદમાં પ્રાર્થના કરી રહેલા લોકો પર ફાયરિંગ કર્યું હતું
  • આ કેસમાં જૂનમાં સુનાવણી થવાની હતી પરંતુ કોર્ટે 4 અઠવાડિયાના લોકડાઉન છતા તાત્કાલિક સુનાવણીનો નિર્ણય લીધો

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 08:43 PM IST

વેલિન્ગટન: ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદો પર હુમલો કરનાર આરોપી ઓસ્ટ્રેલિયન નાગરિક બ્રેન્ટન હેરિસન ટેરેંટને દોષી જાહેર કરવામાં આવ્યો છે. તેણે 51 લોકોની હત્યા અને 40 લોકોની હત્યાના પ્રયાસમાં આતંક ફેલાવવા માટે પણ દોષી જાહેર કરાયો છે. ટેરેંટની સજા હજુ નક્કી કરવામાં આવી નથી. ગત વર્ષે થયેલા હુમલામાં બ્રેંટને 51 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમાં 8 ભારતીય પણ હતા. 

હુમલા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. ટેરેંટે આ નરસંહારનો વીડિયો ફેસબુક પર લાઇવ પણ કર્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી જેસિંડા આર્ડર્નએ ગન કાયદામાં બદલાવ કરવાની વાત કહી હતી. હુમલામાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. તેમાં બાંગ્લાદેશના ક્રિકેટ ખેલાડીઓ માંડ બચ્યા હતા. 

ટેરેંટ ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર હતો
પોલીસે જ્યારે ટેરેંટને પહેલી વખત કોર્ટમાં રજૂ કર્યો તો તે હસી રહ્યો હતો. થોડા સમય બાદ મીડિયા સામે હસીને બધુ બરોબર હોવાનો ઇશારો પણ કર્યો હતો. ટેરેંટ પહેલા ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર હતો. કોર્ટમાં તેણે કહ્યું કે તે ફાસિસ્ટ છે અને જામીનનો આગ્રહ પણ કર્યો નહીં. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી