તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીયોની 'નો એન્ટ્રી':11થી 28 એપ્રિલ સુધી ન્યૂઝીલેન્ડમાં ભારતીયો પર પ્રતિબંધ, સિંગાપુરે 8 હજાર વીઝા રોકી રાખ્યા

15 દિવસ પહેલા
ન્યુઝીલેન્ડની પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્નની ફાઈલ તસવીર
 • ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 24 કલાકમાં 23 નવા સંક્રમિતો પૈકી 17 ભારતથી આવ્યા હોવાને કારણે આ નિર્ણય લેવાયો
 • ભારત પરત આવેલ વ્યક્તિના વીઝા સિંગાપુરે 22 વાર રિજેક્ટ કર્યા

કોરોનાના વધતા જતા સંક્રમિત કેસોને ધ્યાનમાં રાખીને ન્યૂઝીલેન્ડે ભારતીયોની એન્ટ્રી પર રોક લગાવી દીધી છે. ભારતીયોનો ન્યૂઝીલેન્ડમાં બેન 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી લાદવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડની પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને ઘોષણા કરી હતી કે તેમના દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 કેસ સામે આવ્યો છે, જેમાંથી 17 ભારતીયો છે. આ તમામ દર્દીઓ ભારતથી આવ્યા હતા, એટલા માટે ત્યાં આ પ્રમાણેનો નિર્ણય લેવાયો છે. કોરોનાના કહેરથી ભારતમાં વધતા જતા કેસોના પગલે સિંગાપુરે પણ આશરે 8 હજાર ભારતીયોના વીઝા પર રોક લગાવી દીધી છે. આ તમામ ભારતીયો ગત વર્ષે કોરોના કાળમાં સિંગાપુરથી ભારત પરત આવ્યા હતા, જે આ સમયે ફરીથી પાછા સિંગાપુર જવા પ્રયાસો કરી રહ્યા છે.

23 નવા સંક્રમિતોમાંથી 17 ભારતથી પરત આવ્યા હતા
ન્યૂઝીલેન્ડમાં છેલ્લા કેટલાક દિવસોમાં 2531 નવા સંક્રમણના કેસો સામે આવ્યા છે. પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને કહ્યું હતું કે આ તમામ કેસોમાં મોટા ભાગે ભારતમાંથી પરત ફરેલા લોકોનો સમાવેશ થાય છે. તેથી કોરોનાની ગતિને રોકવા માટે આ અસ્થાયી બેન લગાડવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડના નાગરિકો ઊપર પણ આ બેન લાગુ રહેશે. અમારી સરકારે દુનિયા દરેક દેશો પર નજર રાખી છે, જ્યાંથી વધુ કોરોનાના કેસો આવતા હશે ત્યાંના તમામ પ્રવાસીઓ પર અસ્થાયીરૂપે બેન લાદવામાં આવશે.

ભારતમાં સંક્રમિતોનો આંક 1.29 કરોડને પાર
ભારતમાં બુધવારના રોજ રેકોર્ડ બ્રેક 1 લાખ 26 હજાર 265 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. ગયા વર્ષે શરૂ થનારી મહામારી બાદ આ એક દિવસમાં મળી આવતો સૌથી વધુ દર્દીઓનો આંક હતો. આની પહેલા 6 એપ્રિલે 1.15 લાખ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

બુધવારે 684 દર્દીઓના મોત નીપજ્યાં છે અને 59 હજાર 129 લોકો સાજા થયા છે. એની સાથે કોરોના સંક્રમિતોનો આંક હવે 1.29 કરોડથી વધુ પહોંચી ગયો છે. જેમાંથી 1.18 કરોડ લોકો સાજા થઈ ગયા છે અને 1.66 લાખ દર્દીઓના મોત નીપજ્યાં છે. અત્યારે 9 લાખ 5 હજાર દર્દીઓ સારવાર હેઠળ છે.

સિંગાપુરમાં 11 હજાર લોકો બેરોજગાર થઈ શકે છે
સિંગાપુરમાં કાર્ય કરી રહેલા 11 હજાર લોકોની નોકરી જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેમાંથી 7 હજાર ભારતીયો છે. ત્યાંના શ્રમિક વિભાગના જણાવ્યા અનુસાર અન્ય દેશમાંથી નોકરી કરી રહેલા લોકોએ 1 મે સુધીનું વર્ક પરમીટ અનિવાર્ય પણે લેવું પડશે. પરમીટ પણ ત્યારે જ મળશે જ્યારે તેમની કંપની પાસે વિદેશી વર્કર્સનો કોટા હશે. સિંગાપુરની સરકારની રણનીતિ ત્યાંના સ્થાનિકોને વધુમાં વધુ રોજગાર મળી રહે તેના માટેની છે.

22 વાર અપ્લાય કરવા છતા વીઝા ન મળ્યા
બેસ્ટિન બેનિન 20 માર્ચના રોજ લગ્ન કરવા માટે ભારત આવ્યા હતા. સિંગાપુર પરત જવા માટે તેઓએ 12 વખત નિવેદન આપ્યું હોવા છતા વીઝા મળ્યા નથી. તો બીજી બાજુ ITના એક્સપર્ટ વી. રેડ્ડી તેમના પિતાની સર્જરી કરવા માટે ભારત આવ્યા હતા. કાર્ય પુરૂ થતા તેમને પરત ફરવા માટે 22 વાર વીઝા માટે આવેદન આપ્યું હતું તેમ છતાં તેઓએ વીઝા મળ્યા ન હતા. તેઓને તો હવે ભારતમાં પણ નોકરી મળી રહી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો