ભાસ્કર વિશેષ:ન્યૂયોર્કમાં પહેલીવાર રેન્કિંગ પદ્ધતિથી મેયરની ચૂંટણી, મતદારો રેન્ક આપશે, વધુ મત મેળવનારો ઉમેદવાર વિજેતા

ન્યૂયોર્કએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાનાં 8 રાજ્યના અનેક શહેરોમાં રેન્કિંગ પદ્ધતિથી ચૂંટણી થાય છે

અમેરિકાના ન્યૂયોર્કમાં પહેલીવાર મેયરની ચૂંટણી માટે રેન્કિંગ પદ્ધતિનો ઉપયોગ કરાશે. તેમાં મતદારોએ કોઈ એક ઉમેદવાર ચૂંટવો ફરજિયાત નહીં હોય. મતદારો તેમની પસંદગી મુજબ પાંચ ઉમેદવારને ક્રમ આપી શકશે. આ રેન્કિંગ પદ્ધતિ અંતિમ ઉમેદવારની ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થશે. એ પણ થઈ શકે છે કે, મતદારો તમામ ઉમેદવારને ફગાવી દે. એટલે નિષ્ણાતો આ પદ્ધતિને અયોગ્ય પણ ઠેરવી રહ્યા છે.

જો કોઈ પણ ઉમેદવારને પહેલો ક્રમ પ્રમાણેના મતની બહુમતી ના મળે, તો નિર્ણય તાત્કાલિક રનઑફ ગણાશે. રનઑફનો અર્થ એ છે કે, સૌથી ઓછા પ્રથમ રેન્ક ધરાવતા ઉમેદવારને હટાવી દેવાશે. પછી તેના મત બીજા ક્રમના રેન્કિંગમાં સામેલ કરી દેવાશે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રખાશે, જ્યાં સુધી એક ઉમેદવાર બાકીના ઉમેદવારોથી મહત્તમ મત હાંસલ ના કરી લે.

નિષ્ણાતોનું કહેવું છે કે, આ પદ્ધતિ અત્યંત જટિલ છે. તે મતદારોને વધુ નિર્ણય લેવા મજબૂર કરે છે. પરિણામે અનેક મતદાર વધુ ઉમેદવારોનું રેન્કિંગ નહીં કરે. તેનાથી એવી આશંકા રહે છે કે, જો મતદારોએ પાંચ ક્રમના ઉમેદવારોનું રેન્કિંગ કર્યું હોય, તો પરિણામ જુદા હોઈ શકે. અમેરિકાના આઠ રાજ્યના અનેક શહેરમાં આ પદ્ધતિથી ચૂંટણી થાય છે.

અન્ય સમાચારો પણ છે...