તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિનાશનું વાવાઝોડું:ન્યુયોર્કમાં છેલ્લાં 400 વર્ષના સૌથી ભીષણ વરસાદથી પહેલીવાર ઈમરજન્સી

ન્યુયોર્ક15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 કરોડ લોકો પૂરથી પ્રભાવિત, ત્રણ લાખથી વધુ ઘરોમાં વીજળી ડૂલ થઈ

અમેરિકામાં ચાર દિવસ પહેલાં આવેલાં ઈડા વાવાઝોડાએ કેર વર્તાવ્યો છે. આ વાવાઝોડું લ્યુસિયાના થઈને ન્યુયોર્ક, ન્યુજર્સી અને પેન્સિલ્વેનિયા રાજ્ય સુધી પહોંચી ગયું છે. તેની સૌથી વધુ અસર ન્યુયોર્ક સિટી પર થઈ છે. અહીં એક રાતમાં આશરે 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિજ્ઞાનીઓ અનુસાર ન્યુયોર્કમાં આ વરસાદ ગત 400થી 500 વર્ષનો સૌથી ભીષણ વરસાદ હોઈ શકે છે.

દરમિયાન ન્યુયોર્કના ઈતિહાસમાં પહેલીવાર ઈમરજન્સી જાહેર કરાઈ છે. વરસાદને લીધે ન્યુયોર્કના મોટા ભાગના સબ-વે પર પાણી ભરાઈ ગયું છે. મોટા ભાગની મેટ્રો બંધ છે. એમટીએસ બસ રુટ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. બસોમાં પાણી ભરાઈ ગયું છે.

ન્યુયોર્કના મોટા ભાગના સબ-વે પર પાણી ભરાઈ ગયું છે.
ન્યુયોર્કના મોટા ભાગના સબ-વે પર પાણી ભરાઈ ગયું છે.

બીજી બાજુ ભારે વરસાદ અને પૂરને કારણે અમેરિકામાં 21 લોકોના મૃત્યુ થયાં છે. સૌથી વધુ 8 મૃત્યુ ન્યુયોર્કમાં થયાં છે. મૃતકોમાં બે વર્ષનું બાળક પણ સામેલ છે જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘવાયા છે. રિપોર્ટ મુજબ દેશમાં આશરે 6 કરોડ લોકો પૂર સામે ઝઝૂમી રહ્યા છે. જોકે 3 લાખ ઘરોમાં વીજળી ડૂલ થઈ ચૂકી છે.

લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા અપીલ : અગાઉ ન્યુયોર્કના મેયર ડી બ્લાસિયોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે શહેરમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે કેમ કે શહેરમાં ઐતિહાસિક વરસાદ વરસી શકે છે. ભયંકર પૂરનો ખતરો સર્જાઈ શકે છે. બધા લોકો સુરક્ષિત સ્થાને ખસી જાય અને માર્ગોથી દૂર રહે. ઈમરજન્સી વિભાગના લોકોને તેમનું કામ કરવા દે.

અન્ય સમાચારો પણ છે...