તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાલાકોટ એરસ્ટ્રાઈકના બે વર્ષ:પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનની અટકાયત કરી તે સમયના નિવેદનનો નવો વીડિયો જાહેર કર્યો, આ વીડિયોમાં 15 કટ છે

ઈસ્લામાબાદ2 મહિનો પહેલા
  • ભારતના દબાણ બાદ પાકિસ્તાને અભિનંદનને સ્વદેશ પરત મોકલ્યા હતા

26 અને 27 ફેબ્રુઆરી, 2019ની રાત્રે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ ભારતમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. પાકિસ્તાની વિમાનોને ભગાડવાના પ્રયત્નમાં દેશના વિંગ કમાન્ડર પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પહોંચી ગયા હતા.

જ્યાં તેમનું વિમાન મિગ-21 ક્રેશ થઈ ગયું અને તેઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પડ્યા હતા. પાકિસ્તાન સેનાએ તેમને કબ્જામાં લઈ લીધા હતા. ભારતના દબાણ બાદ પાકિસ્તા દ્વારા 1લી માર્ચની રાત્રે અભિનંદનની ભારતને સોંપણી કરવામાં આવી હતી. પાકિસ્તાને શનિવારે અભિનંદનનો નવો વીડિયો જાહેર કર્યો. તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રતાભર્યાં સંબંધો વિશે તે વાત કરે છે. ભાસ્કરની વીડિયો ટીમે જ્યારે પાકિસ્તાનના આ પ્રોપેગેંડા વીડિયોની તપાસ કરી તો તેમાં 15 કટ છે.

આ વીડિયો નવો નથી
આ વીડિયો નવો નથી. હકીકતમાં અભિનંદનને મુક્ત કરવામાં આવ્યા ત્યારબાદ પાકિસ્તાન લશ્કરે તેમનો એક વીડિયો જાહેર કર્યો હતો. શનિવારે જે વીડિયો સામે આવ્યો છે તે જૂના વીડિયોનું એક્સટેન્ડેડ વર્ઝન (વિસ્તાર) છે. હકીકતમાં દક્ષિણ ભારતના તમિલનાડુ સાથે સંબંધ ધરાવતો અભિનંદન આ વીડિયોમાં હિન્દી અને અંગ્રેજીમાં બોલી રહ્યો છે.

બન્ને દેશમાં શાંતિ રહે
વીડિયોને ઝીણવટપૂર્વક જોઈએ તો પાકિસ્તાની લશ્કરની કસ્ટડીમાં રહેલા વિંગ કમાન્ડર અભિનંદન સ્પષ્ટપણે દબાણમાં દેખાય છે. વ્યાપક પ્રમાણમાં એડિટ કરવામાં આવેલ આ વીડિયોમાં તે કહે છે કે-કોઈ કારણ નથી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મની રહે. મે આકાશમાંથી જોયુ તો બન્ને દેશ વચ્ચે કોઈ તફાવત નજરે પડ્યો ન હતો.

આપણી વચ્ચે શાંતિ રહેવી જોઈએ. શાંતિ નહીં રહે તો યુદ્ધ શક્ય છે. હું એ નથી જાણતો કે શાંતિ કેવી રીતે હાંસલ કરી શકાય છે, પણ એ ચોક્કસ હોવી જ જોઈએ.અભિનંદને કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો. તે કહે છે કે-હું અને પાકિસ્તાની બન્ને જાણતા નથી કે કાશ્મીરઓ સાથે શું થઈ રહ્યું છે. આપણે શાંતિથી વિચાર કરવો જોઈએ.

બન્ને દેશ ખૂબ સુંદર છે
વીડિયોમાં અભિનંદન કહે છે કે હું જ્યારે પેરાશૂટથી પડ્યો ત્યારે ખબર પડતી ન હતી કે હું ભારતમાં છું કે પાકિસ્તાનમાં. કેટલાક લોકોએ મને પકડ્યો અને પાકિસ્તાન આર્મીને સોંપી દીધો.

તે રાત્રે શું થયું હતું
બાલાકોટમાં ભારતની એર સ્ટ્રાઈકના જવાબમાં 27 ફેબ્રુઆરીની સવારે પાકિસ્તાની વાયુસેનાએ ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. વિંગ કમાન્ડર અભિનંદર ભારતીય સીમામાં ઘુસી પાકિસ્તાની લડાકૂ વિમાનોને હાંકી કાઢતી વખતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જતા રહ્યા હતા. તેમનું મિગ-21 વિમાન ક્રોશ થઈ ગયું અને પીઓકેમાં પડ્યાં હતા. પાકિસ્તાન સેનાએ તેમને અટકાયતમાં લીધા હતા. 1લી માર્ચની રાત્રે પાકિસ્તાને અભિનંદનને ભારતને પરત કર્યાં હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો