• Gujarati News
  • International
  • New Trend In America: Men Are More Likely Than Women To Be Alone, With One third Of Unmarried Men Living With Their Parents.

ભાસ્કર વિશેષ:અમેરિકામાં નવો ટ્રેન્ડ : મહિલાઓની તુલનાએ પુરુષોમાં એકલા રહેવાની ઇચ્છા વધી, એક તૃતીયાંશ અપરિણીત પુરૂષો માતા-પિતા સાથે રહે છે

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્યૂ રિસર્ચનો દાવો - ત્રણ દાયકામાં એકલા રહેનારા વયસ્કોની સંખ્યામાં 9% વધારો

જેમ જેમ અમેરિકી વયસ્કોના સંબંધો, રહેણી-કરણી અને પારિવારિક જીવન વિકસિત થઇ રહ્યું છે તેમ તેમ એક મોટો વર્ગ જીવનસાથી વિના રહી રહ્યો છે. ચિંતા એ છે કે આ ટ્રેન્ડ મહિલાઓની જગ્યાએ હવે પુરુષોમાં દેખાય છે. ત્રણ દાયકા પહેલાં એવું નહોતું. હાલ દેશમાં એક તૃતીયાંશ વયસ્ક પુરુષો માતા-પિતા સાથે રહે છે.

આ ચોંકાવનારા ખુલાસા પ્યૂ રિસર્ચે 2019ની અમેરિકી કમ્યુનિટી સરવેની સ્ટડીના આધારે કર્યા છે. તે અનુસાર 25-24 વર્ષના 38% વયસ્કો એકલા જ રહે છે. જોકે 1990માં આવા લોકો ફક્ત 29% હતા. સ્ટડીમાં જાણ થઇ કે જીવનસાથી સાથે રહેતા પુરુષોની તુલનાએ એકાંત જીવન જીવનારાઓની બેરોજગાર, આર્થિક રૂપે નબળા અને ઉચ્ચ શિક્ષણ ઓછું હોવાની સંભાવના હોઈ શકે છે.

સાથે જ તેમની સરેરાશ આવક પણ ઓછી હોય છે. એકલા પુરુષોએ 1990ની તુલનાએ 2019માં ઓછી કમાણી કરી પણ અવિવાહિત મહિલાઓ ત્રણ દાયકા પહેલાં જેટલી જ કમાણી કરી રહી છે. ઉપરાંત પાર્ટનર સાથે હોવા પર તેમની કમાણીમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો.

એકલા રહેનારા લોકોની સંપત્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 1990માં 25થી 54 વર્ષની વય ધરાવતા 71 ટકા વયસ્ક કાં તો વિવાહિત હતા કાં તેમના પાર્ટનર હતા. પણ 2019માં તે ફક્ત 62 ટકા જ રહી ગયા. એક્સપર્ટ માને છે કે તેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે લોકો એવા સંબંધો બનાવવામાં વધુ સમય લઈ રહ્યા છે.

લગ્નની સરેરાશ વય પણ વધતી જઈ રહી છે પણ મામલો ફક્ત એક શિફ્ટનો નથી. વૃદ્ધ અવિવાહિતોની સંખ્યા પણ 1990ની તુલનાએ વધારે છે. હાલ 40-45 વર્ષના અવિવાહિત 5માંથી એક પુરુષ સાથે રહે છે. સ્ટડી અનુસાર મહિલાઓની તુલનાએ પુરુષોથી આર્થિક સંપન્નતાની અપેક્ષા વધુ રહે છે એટલા માટે તેમના પર દબાણ વધુ રહે છે.

મેરિલેન્ડ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રોફેસર ફિલિપ કોહેન કહે છે કે એવું નથી કે લગ્ન લોકોને સમૃદ્ધ બનાવે છે પણ સત્ય એ છે કે લગ્ન હવે સંભ્રાંત સંસ્થા બની રહી છે જે લોકો આર્થિક રૂપે મજબૂત છે તે જ લગ્ન કરી રહ્યાં છે.

લગ્ન પુરુષોને જવાબદાર બનાવે છે, તેનાથી જવાબદારીઓ વહેંચાય છે : સ્ટડી
વર્જિનિયા યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના નિષ્ણાત પ્રો.ડબ્લ્યૂ બ્રેડફોર્ડ વિલકોક્સ કહે છે કે જીવનસાથી હોવાથી જવાબદારીઓ સમાન રીતે વહેંચાઈ જાય છે. માની લો કે ભાડું આપવું કે મોંઘું ફ્રીજ ખરીદવું હોય તો કોઈ એક પર ભાર આવતો નથી. એટલા માટે અનેક નિષ્ણાતોનું માનવું છે કે લગ્ન છે તો ભવિષ્ય છે. હાર્વર્ડના સ્ટડી અનુસાર લગ્ન પુરુષોને જવાબદાર અને સારા વર્કર બનાવે છે. વિવાહિત પુરુષ નવી નોકરી મળતાં જ વર્તમાન નોકરી છોડવાનો નિર્ણય કરે છે. ડ્યૂક યુનિવર્સિટીના સ્ટડીમાં દાવો કરાયો છે કે લગ્ન બાદ પુરુષ ઘણી વાર સુધી કામ કરે છે અને તેમની કમાણી પણ વધારે થાય છે.

અન્ય સમાચારો પણ છે...