તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દુનિયામાં કોરોનાના કેસનો આંક 9.87 કરોડને પાર પહોંચ્યો છે. 7 કરોડ 08 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 21 લાખ 14 હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને દેશમાં મળેલા લોરોના વાઇરસના નવા સ્ટ્રેનને વધુ ભ્જયજનક ગણાવ્યો છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે કદાચ મૃત્યુઆંક વધવા પાછળનું કારણ તે જ હોય શકે.
હવે સતર્ક રહેવું પડશે
કોવિડ -19નો નવો સ્ટ્રેન ગયા મહિને સૌ પ્રથમ બ્રિટનમાં જોવા મળ્યો હતો.. આ અંગે વડાપ્રધાન બોરિસ જોનસને પ્રથમ વખત જણાવ્યું હતું. શુક્રવારે સાંજે જોનસને કહ્યું કે- અમને માહિતી મળી છે કે નવો વાયરસ ખૂબ ઝડપથી ફેલાય છે. આના વિશે અમને કેટલાક પુરાવા પણ મળ્યા છે. સૌ પ્રથમ અમને તે વિશે લંડનમાં ખબર પડી હતી. બની શકે ચ એકે આને કારણે જ મૃત્યુઆંક વધ્યો હોય.
બ્રિટન સરકારના ભૂતપૂર્વ ચીફ વૈજ્ઞાનિક સલાહકાર ડોક્ટર પેટ્રિક વોલેસે પણ જોનસનની વાતનું સમરન કર્યું હતું.તેણે કહ્યું- આપણી સામે ડેટા છે અને તેનો ઇનકાર કરી શકાતો નથી, પરંતુ તે વાત પણ સાચી છે કે હવે કેટલીક બાબતોના જવાબ મળવાના બાકી છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને જોખમ વધુ છે. જો આ ઉંમરના હજાર લોકો જો નવા વાઇરસના સ્ટ્રેનનું સંક્રમણ લાગે તો 60 લોકોમાં મૃત્યુનું જોખમ રહેલું છે.
અમેરીકામાં 6 જાન્યુઆરીની ઘટના ભારે પડી
CNNના અહેવાલ મુજબ 6 જાન્યુઆરીએ યુએસ સંસદની બહાર અને અંદર ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો હિંસા દરમિયાન 6 પોલીસ અધિકારીઓને પણ સંક્રમિત થયા હતા. કેપિટોલ હિલ પોલીસે તેની માહિતી આપી છે. પોલીસની જાણકારી મુજબ, 6 જાન્યુઆરી પછી આ વિસ્તારમાં 19 લોકોને સંક્રમણ લાગયાઈ માહિતી મળી. જેમાથી 6 પોલીસ અધિકારીઓ છે. પોલીસના જણાવ્યા અનુસાર હોબાળો કરનાર લોકોએ માસ્ક પહેર્યા ન હતા. તે ખૂબ જ સંભવ છે કે સંક્રમણનું મુખ્ય કારણ આ હોય શકે. આપણે જણાવીએ કે ચાર સાંસદો સંક્રમિત થયાની પહેલાથી પુષ્ટિ કરવામાં આવી ચુકી છે.
ફ્રાન્સમાં કેસ 30 લાખ થયા
ફ્રાન્સમાં શુક્રવારે રાત્રે સંક્રમિત લોકોની સંખ્યા 30 લાખ થઈ ગઈ. રાષ્ટ્રીય આરોગ્ય એજન્સીએ આ આંકડો જાહેર કર્યો છે. એજન્સીએ કહ્યું - જ્યારથી મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 30 લાખ 11 હજાર લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. શુક્રવારે આ આંકડો ઝડપથી વધી ગયો હતો અને આ દિવસે 23 હજાર 292 કેસ નોંધાયા હતા. આ દરમિયાન 649 લોકોના મૃત્યુ થયા હતા. આ મહામારીમાં અત્યાર સુધીમાં દેશમાં 72 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આરોગ્ય મંત્રી ઓલિવર વેરેને કહ્યું- દરરોજ સરેરાશ 20,000 નવા કેસ સામે આવી રહ્યા છે.
શ્રીલંકામાં વેક્સિનને મંજૂરી
શ્રીલંકાએ શુક્રવારે ઓક્સફોર્ડ- એસ્ટ્રાજેનેકાની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટેની મજૂરી આપવામાં આવી છે. દેશની ફાર્માસ્યુટિકલ પ્રોડકશન અને રેગ્યુલેશન મંત્રી ચન્ના જયસુમને જણાવ્યુ હતું કે અમેબ્રિટનની વેક્સિન મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે, કેટલીક અન્ય વેક્સિન પણ લાઇનમાં છે. વેક્સિનને ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં ઇમ્પોર્ટ કરવામાં આવશે. અહીંયા અત્યાર સુધીમાં કોરોનાના 56 હજારથી વધુ કેસ મળી ચૂક્યા છે અને 276 લોકોના મૃત્યુ થયા છે.
બાઈડેને કહ્યું- મૃત્યુઆંક 6 લાખ થઈ શકે છે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને આશંકા વ્યક્ત કરી છે કે દેશમાં મૃત્યુઆંક 6 લાખથી વધુ થઈ શકે છે. કોંગ્રેસ એટલે કે તેમણે સંસદને તેમના સૂચિત 1.9 ટ્રિલિયન ડોલરના રાહત પેકેજને ઝડપથી મંજૂરી આપવા અપીલ કરી હતી. શુક્રવારે બાઈડેને મીડિયા સાથે વાત કરતા કહ્યું- અમારી સામે મુશ્કેલ પરિસ્થિતિ છે. આશંકા છે કે દેશમાં મૃત્યુનો આંકડો 6 લાખથી પણ વધી શકે છે. હું કોંગ્રેસને અપીલ કરું છું કે વહેલામાં વહેલી તકે અમેરિકન રેસ્ક્યૂ પ્લાનને મંજૂરી મળે જેથી અમે દરેક બાબતને ઠીક કરી શકીએ. મને તે સ્વીકારવામાં કોઈ સંકોચ નથી કે અમેરિકામાં સંક્રમણની ગતિ વધી રહી છે. અમે તેને કાબૂમાં કરવા માટે પૂર્ણ પ્રયાસ કરીશું.
કોરોના અસરગ્રસ્ત ટીપ-10 દેશોની પરિસ્થિતી
દેશ | કેસ | મૃત્યુ | સાજા થયા |
અમેરિકા | 25,390,042 | 424,177 | 15,222,719 |
ભારત | 10,640,544 | 153,221 | 10,300,063 |
બ્રાઝિલ | 8,755,133 | 215,299 | 7,594,771 |
રશિયા | 3,677,352 | 68,412 | 3,081,536 |
યૂકે | 3,583,907 | 95,981 | 1,600,622 |
ફ્રાન્સ | 2,987,965 | 71,998 | 214,538 |
સ્પેન | 2,560,587 | 55,041 | ઉપલબ્ધ નહીં |
ઈટલી | 2,428,221 | 84,202 | 1,827,451 |
તુર્કી | 2,412,505 | 24,640 | 2,290,032 |
જર્મની | 2,108,895 | 51,151 | 1,762,200 |
(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.