ભાસ્કર વિશેષ:નવા સંશોધનમાં જાણ થઈ કે 30 કરોડ વર્ષ પહેલાં એક વર્ષ 450 દિવસનું હતું, જ્યારે 21 કલાકનો એક દિવસ

સેક્રામેન્ટો20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૃથ્વીના પેટાળમાં 4800 કિ.મી. નીચે ઇનર કોર ફરે છે

ભાસ્કર ન્યૂઝ | સેક્રામેન્ટો આપણી પૃથ્વીની ઈનર કોર દર 6 વર્ષે તેની સામાન્ય દિશામાં ફરવાની જગ્યાએ આગળ-પાછળ થઇને ફરી રહી છે. આ ઈનર કોર સ્થિર નથી અને તેની હિલચાલના પરિણામે દર 6 વર્ષે પૃથ્વી પર દિવસના સમયગાળામાં વધ-ઘટ થઈ રહી છે. વિજ્ઞાનીઓના નવા રિસર્ચમાં આ માહિતી સામે આવી હતી. અગાઉ આ વિષય સંબંધિત 2013ના એક રિસર્ચમાં દાવો કરાયો હતો કે 30 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર એક વર્ષ 450 દિવસનું અને એક દિવસ 21 કલાકનો હતો.

નવા રિસર્ચમાં જે માહિતી સામે આવી છે તેનાથી હજારો વર્ષોમાં દિવસના સમયગાળામાં વધ-ઘટ થવાનો કોયડો ઉકેલાઈ શકે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વિજ્ઞાનીઓ અનુસાર દર 6 વર્ષે પૃથ્વીની ઈનર કોર(સૌથી અંદરનો હિસ્સો) ધીમી થઈને પૃથ્વીના ભ્રમણની વિપરીત દિશામાં ફરવા લાગે છે. તે પોતાના સામાન્ય ચક્રથી લગભગ 1.6 કિ.મી. આગળ-પાછળ હોય છે. આ ઘટના પૃથ્વીની સપાટીથી 4800 કિ.મી. નીચે થાય છે.

સેસ્મિક ડેટાથી કરાયેલા તાજેતરના રિસર્ચમાં 1969-75 વચ્ચેના સમયને ઉદાહરણ તરીકે લેવાયો છે. તે સમયે 1969થી 1971 વચ્ચે પૃથ્વીના ઈનર કોરની ઝડપ પહેલાં ધીમી થઈ અને તેના પછી તે વિપરીત દિશામાં ફરવા લાગી. સામાન્ય રીતે મનાય છે કે પૃથ્વીનું ઈનર કોર બાકી ભાગોમાં ઝડપથી ફરે છે. જોકે સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત આ રિસર્ચ અનુસાર 1969થી 1971 વચ્ચે પણ આવા પ્રસંગ આવ્યા જ્યારે ઇનર કોર થોડીક ધીમી ફરવા લાગી અને તેના પછી બાકી પૃથ્વી વિપરીત દિશામાં ભ્રમણ કરવા લાગી.

પૃથ્વીની ઈનર કોર પ્લૂટો ગ્રહ કરતાં પણ મોટી છે
આ રિસર્ચનો ભાગ રહેલા જોન વિડાલેએ કહ્યું કે એ તો ખબર છે કે પૃથ્વીની ઈનર કોર જોડાયેલી નથી અને તે અલગથી ફરે છે. હવે વિજ્ઞાનીઓ એ સમજવા માગે છે કે તે કેમ બની અને સમય સાથે તેની ચાલમાં કેવી રીતે પરિવર્તન થાય છે.

અન્ય સમાચારો પણ છે...