નતાલી હોલાબાગને માર્ચ-2020માં કોવિડ-19 થયા પછી સાજા થવામાં લાંબો સમય લાગ્યો. તેને 18 મહિના પછી પણ થાક, શ્વાસ લેવામાં મુશ્કેલી, માથાનો દુ:ખાવો અને સાંધાના દુ:ખાવો જેવા લક્ષણો છે.ડોક્ટરોએ તેને કસરત કરવાની સલાહ આપી છે. નતાલીએ સાઈકલ ચલાવવા, ટ્રેડમિલ પર ઝડપથી ચાલવાની કસરત શરૂ કરી છે. તેમ છતાં આરામ થવાને બદલે તકલીફમાં વધારો થઈ ગયો છે.
કસરત પછી સમસ્યા અનુભવનારી નતાલી એકલી નથી. લોન્ગ કોવિડથી પીડિત અનેક અમેરિકનો નવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ઈન્ડિયાના યુનિવર્સિટીમાં હેલ્થ ડેટા સાયન્ટિસ્ટ ડો. નતાલી લેન્બર્ટે કોવિડ પીડિતોના સોશિયલ મીડિયા ગ્રુપ ‘સર્વાઈવર કોર’ સાથેના સહયોગથી કોવિડથી લાંબા સમય સુધી પ્રભાવિત રહેલા 10 લાખ લોકોની માહિતી એક્ઠી કરી છે.
આ દર્દીઓ જણાવે છે કે, ડોક્ટરોએ તેમને કસરત કરવાની સલાહ આપી હતી, પરંતુ કસરત પછી તેમની તકલીફોમાં વધારો થયો છે. ડો. લેમ્બર્ટ કહે છે કે, રિસર્ચમાં જાણવા મળ્યું કે, કસરત કરવામાં મુશ્કેલી સૌથી સામાન્ય લક્ષણ છે. કેટલાક લોકો ભ્રમ, ભૂલી જવું, માંસપેશીઓમાં દુ:ખાવા સહિત બીજી સમસ્યાનો ભોગ બનેલા છે. લોકો પર થોડી શારીરિક ગતિવિધિ પણ ભારે પડે છે.
લોન્ગ કોવિડથી પ્રભાવિત કેટલાક દર્દીઓના લોહીના પ્રવાહમાં ગરબડ જોવા મળી છે. જેના કારણે નર્વસ સિસ્ટમ હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, પરસેવો થવો અને શરીરના તાપમાન જેવી વસ્તુઓને કાબૂમાં કરી શકતી નથી.
નવેમ્બરમાં પ્રકાશિત એક સ્ટડીમાં રિસર્ચરોએ ત્રણ મહિના પહેલા કોવિડથી બીમાર પડેલી 29 મહિલાઓનો અભ્યાસ કર્યો છે. મહિલાઓનો જ્યારે 6 મિનિટ સુધી ચાલવાનો ટેસ્ટ કરાયો ત્યારે તેમના હૃદયના ધબકારા સંપૂર્ણ સ્વસ્થ અન્ય 16 મહિલાઓની જેમ તેજ ગતિએ વધ્યા નહીં કે ઝડપથી સામાન્ય પણ થયા નહીં. ઈન્ડિયાના યુનિવર્સિટીમાં કસરત ફિઝિયોલોજિસ્ટ અને સ્ટડી લેખક સ્ટીફન કાર્ટર કહે છે, સ્પષ્ટ છે - શરીરમાં એવું કંઈક થઈ રહ્યું છે જે સામાન્ય પ્રતિક્રિયામાં અવરોધ ઊભું કરી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.