ટાઇમમાંથી:નવું સંશોધનઃ આઠ મહિનાનાં બાળકો પણ ખોટું કામ કરનારાને ઓળખી લે છે

ન્યૂયોર્ક19 દિવસ પહેલાલેખક: જેફ્રી ક્લુગર
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સંશોધનમાં જાણવા મળ્યું કે માણસમાં આ પ્રકૃતિ સ્વાભાવિક છે

માણસોમાં સારું અને ખોટું, ગુનાખોરી અને તેનાં પરિણામોને માપવાની ક્ષમતા હોય છે. ખોટું કરનારાને સજા આપવાની ભાવના જીવનના શરૂઆતના ગાળામાં આવે છે, પરંતુ કઈ ઉંમરે આવું થાય છે તે હજુ સ્પષ્ટ નથી થયું.

નેચર હ્યુમન બિહેવિયરમાં આ મહિને પ્રકાશિત એક સંશોધનમાં તેનો જવાબ મળ્યો છે. જાપાનની ઓસાકા અને ઓત્સુમા યુનિવર્સિટીના સંશોધકોના એક પ્રયોગ પ્રમાણે આઠ મહિનાની વયે જ બાળકોમાં ખોટું કરનારાને સજા આપવાનો વ્યવહાર શરૂ થઈ જાય છે. આ નૈતિકતા જન્મજાત હોવાના પુરાવા હોઈ શકે છે.

આ સંશોધનમાં આઠ મહિનાનાં 24 બાળકોને એક સામાન્ય વીડિયો ગેમથી પરિચિત કરાયાં હતાં. તેમાં માનવ જેવી આકૃતિઓ સ્ક્રીન પર એકબીજા સાથે વાત કરીને ચાલતી હતી. આ દરમિયાન એક ડિવાઈસથી બાળકોની આંખોની ગતિવિધિ પર નજર રખાતી હતી. જો બાળકો કોઈ એક આકૃતિ પર લાંબા સમય સુધી નજર રાખે તો વિના આંખોની કોઈ આકૃતિ સ્ક્રીનના ઉપરના ભાગમાંથી પડીને તેમને કચડી નાંખતી હતી. બાળકો જ્યારે આ વીડિયો ગેમના ફીચર શીખી ગયા, ત્યારે સંશોધકોએ વધુ જટિલ દૃશ્ય બનાવ્યું. હવે બાળકોએ જોયું કે આંખોવાળી આકૃતિ ક્યારેક ગેરવર્તન પણ કરે છે, એકબીજા સાથે ટકરાય છે અને બીજાને સ્ક્રીનના ખૂણા સુધી ધકેલી દે છે. આવી કેટલીક ઘટનાઓ પછી બાળકોએ પ્રતિક્રિયા આપવાની શરૂ કરી. તેમાંથી 75% બાળકોએ ખોટું કરનારા પર પોતાની નજર સ્થિર રાખીને તેમને આકાશમાંથી નીચે પાડીને નષ્ટ કરી દીધા. આ વાત સાબિત કરે છે કે તે દુર્વ્યવહારની સજા હતી.

આ સંશોધનના વડા લેખક યાશુહિરો કાનાકોગી કહે છે કે આ સંશોધનનાં પરિણામ આશ્ચર્યજનક છે. અમને જાણવા મળ્યું કે બાળકોએ પોતાની નજર જમાવીને અસામાજિક હુમલાખોરોને સજા કરવાનો માર્ગ અપનાવ્યો. સંશોધકોએ કેટલાંક બીજાં પરિણામો પણ ધ્યાનમાં રાખીને 24 બાળકોના પંચ જૂથ પર આ પ્રયોગ કર્યો.ચાર જૂથમાં ખોટું કરનારાને સજા આપનારાં બાળકોની ટકાવારી ઓછી રહી. એક જૂથે બાળકોને એવી ગેમ બતાવી, જેમાં આકૃતિઓ હુમલાખોરો પર ધીમી ગતિએ પડે છે અને તેને કોઈ નુકસાન નથી થતું.

ફક્ત 50% બાળકોએ ખોટું કરનારા પર નજર સ્થિર રાખી હતી.અન્ય બે ટ્રાયલમાં ફક્ત અડધી વખત હુમલાખોરો પડે છે. એક ટ્રાયલમાં મનુષ્ય જેવી આકૃતિથી આંખો હટાવી લેવાય છે. શિશુઓએ દુર્વ્યવહાર કરનારા તરફ ઓછી વાર જોયું. પાંચમા જૂથે શિશુઓ પર મૂળ પ્રયોગ ફરી અજમાવ્યો અને દર વખતે માનવીય આકૃતિ બાળકોના જોયા પછી પડી અને નષ્ટ થઈ ગઈ.

નૈતિકતાની પ્રકૃતિ જન્મજાત હોય છે
સંશોધકો વિચારે છે કે બાળકો જે જોતા હતાં અને તે તેમને સારું ના લાગ્યું અને તેમને સજા આપવા જજની ભૂમિકા નિભાવી. ખોટું કરવા બદલ ત્રીજા પક્ષ કે કોઈ જજ દ્વારા સજા આપવાનો વ્યવહાર તે શીખ્યા ન હતા, પરંતુ તે સ્વાભાવિક પ્રતિક્રિયા હતી. અનેક મનોવિજ્ઞાનીઓને વિશ્વાસ છે કે, માણસો સાચા-ખોટામાં ભેદ કરવાની નૈતિકતા સાથે જન્મ લે છે. કાનાકોગી કહે છે કે, શિશુઓના આવા વ્યવહારથી સંકેત મળે છે કે, માણસોએ સુસંસ્કૃત થવાના કાળમાં આવી અનેક વ્યવહારગત પ્રકૃતિ હાંસલ કરી હશે.

અન્ય સમાચારો પણ છે...