તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • New Research: Analysis Of One Million Year Old And Ancient Soils Of The Bay Of Bengal, Monsoon Stormy Rounds In India

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:નવું સંશોધનઃ બંગાળની ખાડીની દસ લાખ વર્ષ જૂની અને પ્રાચીન માટીનું વિશ્લેષણ, ભારતમાં ચોમાસાના તોફાની રાઉન્ડ આવતાં રહેશે

ન્યૂયોર્ક19 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવા સંશોધનમાં જણાવાયું છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે ભારતમાં ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડશે. ઋતુ વિનાશક સ્વરૂપ ધારણ કરશે. જર્નલ એડવાન્સ સાયન્સિસમાં શુક્રવારે પ્રકાશિત દસ્તાવેજમાં છેલ્લા દસ લાખ વર્ષોની સ્થિતિઓના આધારે ચોમાસા પર અભ્યાસ હાથ ધરાયો છે. રિસર્ચમાં જણાવાયું છે કે, આગામી વર્ષમાં અત્યધિક વરસાદ વારંવાર પડશે. જે વિસ્તારના ઈતિહાસ પર અસર નાખી શકે છે.

કમ્પ્યૂટર મોડલ પર આધારિત છેલ્લા રિસર્ચ અનુસાર ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનથી દુનિયા ગરમ થઈ રહી છે. ભેજ વધવાને કારણે વધુ વરસાદ પડવાની ઘટનાઓ વધશે. દક્ષિણ એશિયામાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાની ઋતુ દરમિયાન વધુ વરસાદ પડે છે. અહીં રહેતી દુનિયાની 20 ટકા વસતીની જિંદગીના અનેક પાસા ચોમાસા સાથે સંકળાયેલા છે. નવા રિસર્ચરો પાસે કોઈ ટાઈમ મશીન ન હતું, એટલે તેમણે પોતાની રિસર્ચમાં કીચડનો ઉપયોગ કર્યો છે. બંગાળની ખાડીની તળેટીમાંથી માટીના સેમ્પલ ડ્રિલિંગ દ્વારા લેવાયા હતા.

ખાડીમાંથી કાઢવામાં આવેલી માટીના નમૂના 200 મીટર લાંબા હતા. જે ચોમાસાના વરસાદનો ભરપૂર રેકોર્ડ ઉપલબ્ધ કરાવે છે. ખાડીમાં વરસાદની ઋતુમાં વધુ તાજું પાણી આવે છે. તેનાથી સપાટી પરથી ખારાશ ઘટે છે. જેના કારણે સપાટી પર રહેતા સૂક્ષ્મ જીવ નરી જાય છે અને નીચે તળેટીમાં બેસી જાય છે. અહીં તેમનાં અનેક પડ બને છે. વિજ્ઞાનીઓએ તળેટીના સેમ્પલમાંથી મળેલા જીવોનાં જીવાષ્મ (ફોસિલ્સ)નું વિશ્લેષણ કર્યું. જીવ અને વનસપ્તિનાં વર્ષો સુધી જમા થયેલા અવશેષ નક્કર આકારમાં જીવાષ્મ બને છે. પાણીની ખારાશનું સ્તર ઓક્સીજનના આઈસોટોપથી ચકાસવામાં આવ્યું. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનો સંગ્રહ વધુ હોવા, દુનિયામાં બરફનું સ્તર ઓછું રહેવા અને વિસ્તારમાં ભેજવાળા પવનોનાં સતત વધ્યા પછી ભારે વરસાદ અને પાણીમાં ખારાશ ઘટવાની સ્થિતિ બની છે.

રિસર્ચનો સારાંશ છે કે, હવે માનવીય ગતિવિધિથી વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસોનું સ્તર વધ્યું છે. જેના કારણે ચોમાસાની એ સમાન પેટર્ન આવવાની સંભાવના છે. બ્રાઉન યુનિવર્સિટીમાં ધરતી, પર્યાવરણ વિજ્ઞાનના પ્રોફેસર પ્રમુખ સ્ટીવન ક્લીમેન્સ જમાવે છે કે, અમે પુષ્ટિ કરી શકીએ કે, વાતાવરણમાં છેલ્લા લાખો વર્ષોમાં કાર્બન ડાયોક્સાઈડ વધવાથઈ દ.એશિયામાં ચોમાસા દરમિયાન વરસાદ વધ્યો છે.

વિનાશનું જોખમ
પોટ્સડેમ ઈન્સ્ટિટ્યૂટ, જર્મનીમાં જળવાયુ સિસ્ટમના પ્રોફેસર એન્ડર્સ લીવરમેન કહે છે કે, આપણાં ગ્રહના દસ લાખ વર્ષના ઈતિહાસની ઝલક અપાવતા ડેટાની માહિતી આશ્ચર્યજનક છે. લીવરમેન આ રિસર્ચમાં સામેલ ન હતા, પરંતુ તેઓ ચોમાસાના અનુમાન પર રિસર્ચ કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે, ભારતીય ઉપમહાદ્વીપના લોકો માટે પરિણામ ગંભીર રહેશે. ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડી રહ્યો છે. જે વિનાશકારી હોઈ શકે છે. ભયાવહ ચોમાસાની સિઝનનું જોખમ વધી રહ્યું છે. ડો. ક્લીમેન્સ અને બીજા રિસર્ચરોએ એક તેલ ડ્રિલિંગ શિપ પર બે મહિના મુસાફરી કરી હતી. શિપ પર ચાલક દળના 100 સભ્ય અને 30 વિજ્ઞાની હતી.

અન્ય સમાચારો પણ છે...