અમેરિકા-બ્રિટન:ન્યુ નોર્મલ પ્લાન, લૉકડાઉન નહીં લાગે, સ્કૂલો ખુલ્લી રહેશે

વોશિંગ્ટન10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાનો સફાયો નહીં, મુકાબલા માટે શ્રેષ્ઠ તૈયારી

કોરોના વાઈરસ સાથે મુકાબલો કરવા માટે અમેરિકા અને બ્રિટનની સરકારોના વિજ્ઞાનીઓએ નવો ન્યુ નોર્મલ પ્લાન તૈયાર કર્યો છે. વાઈરસથી પ્રભાવિત બંને દેશોના વિજ્ઞાનીઓનું માનવું છે કે હવે લગભગ બે વર્ષ બાદ વાઈરસના સફાયાનો વિચાર ખતમ કરવો પડશે. તેની જગ્યાએ વાઈરસ સાથે મુકાબલો કરવા માટે શ્રેષ્ઠ રણનીતિ ઘડવી પડશે.

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન માટે તેમના સલાહકાર રહેલા ત્રણ વિજ્ઞાનીઓએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. બીજી બાજુ બ્રિટનના વડાપ્રધાન જોનસન માટે નાણામંત્રી ઋષિ સુનક અને શિક્ષણમંત્રી નદીમ જાહાવીએ રિપોર્ટ તૈયાર કર્યો છે. બંને દેશોમાં તૈયાર કરાયેલા રિપોર્ટમાં લૉકડાઉનની આશંકાઓને ફગાવાઈ હતી અને વેક્સિન અને ટેસ્ટિંગ પર ભાર મુકાયો હતો. સાથે જ બ્રિટન અને અમેરિકામાં સ્કૂલ-કોલેજો હાલ બંધ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.

સ્વાસ્થ્યના આધારભૂત માળખાને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકાયો છે. બ્રિટનમાં 5 લાખ કરોડ વધારાના જારી કરાયા છે. બંને દેશોમાં ઓમિક્રોનને કારણે શરૂઆતના તબક્કામાં આવેલા વધારે કેસોમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. અમેરિકામાં જ્યાં સપ્તાહ પહેલાં લગભગ 7 લાખ કેસ મળી રહ્યા હતા ત્યાં રવિવારે ફક્ત 3 લાખ જ કેસ આવ્યા હતા. બ્રિટનમાં પણ જ્યાં 4 જાન્યુઆરીએ એક દિવસમાં રેકોર્ડ 2.18 લાખ કેસ આવ્યા હતા જે હવે ઘટી રહ્યા છે.

અમેરિકા : 50 કરોડ ટેસ્ટિંગ કિટનું મફત વિતરણ કરાશે

 • હાલ 62 ટકા વસતીને ડબલ ડૉઝ, એપ્રિલ સુધી 80 ટકાનું લક્ષ્ય.
 • 50 કરોડ ટેસ્ટિંગ કિટનું દેશભરમાં મફત વિતરણ કરાશે.
 • નેઝલ વેક્સિનની સંખ્યા અને ઉપયોગ વધારવા પર ભાર.
 • શિકાગો સિવાય હાલ કોઈ રાજ્યમાં સ્કૂલો બંધ કરાઇ નથી.
 • ક્વૉરન્ટાઈનની મુદત પણ ઘટાડવાનો પ્રસ્તાવ રજૂ કરાયો.

બ્રિટન : કેસ ઘટ્યા, ચોથા ડૉઝ અંગે વિચાર નહીં

 • સતત કેસ ઘટી રહ્યા છે, બુસ્ટર બાદ ચોથા ડૉઝ અંગે વિચાર નહીં.
 • ટેસ્ટિંગ વધારવા માટે વસતી ક્ષેત્રમાં દર કિલોમીટરે સેન્ટર.
 • આઈસોલેશનની મુદત 10થી ઘટાડી 5 દિવસ કરાશે.
 • બ્રિટનમાં હાલ સ્કૂલો બંધ રાખવા અંગે સરકારની જાહેરાત નહીં.
 • 26 જાન્યુઆરીએ પીએમની મીટિંગમાં શેષ પ્રતિબંધોમાં છૂટ અંગે નિર્ણય.

જર્મની : ડબલ ડૉઝ બાદ જાહેર સ્થળોએ મંજૂરી

 • ઈઝરાયલ : નાગરિકોને દેશમાં યાત્રા કરવાની મંજૂરી આપી.
 • થાઇલેન્ડ : લૉકડાઉનથી ઈનકાર, ક્વૉરન્ટાઈન-આઈસોલેશનની મુદત ઘટી.
 • સિંગાપોર : 10 આફ્રિકી દેશો પરનો ટ્રાવેલ બેન હવે હટાવ્યો.
 • નેધરલેન્ડ : 14 જાન્યુઆરીથી ટ્રાવેલ સંબંધિત તમામ પ્રતિબંધો હટાવાશે.

અન્ય સમાચારો પણ છે...