અમેરિકા / કોરોના ટાઈમમાં ન્યૂ જર્સીનાં કપલે રેસ્ટોરાંમાં જવાને બદલે મિનિ પિકઅપ ટ્રકમાં ડિનર કર્યું

X

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 06:50 PM IST

ન્યૂ જર્સી. દુનિયામાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમેરિકામાં છે. હાલ દેશમાં કોરોના વાઈરસને લીધે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે. ન્યૂ જર્સી રાજ્યમાં એક કપલે કોરોના ટાઈમમાં રેસ્ટોરાંમાં જવાને બદલે પોતાની મિનિ પિકઅપ ટ્રકમાં ડિનરની મજા માણી હતી. આ કપલને આવી રીતે ડિનર કરતાં જોઈને રસ્તા પરથી પસાર થતા લોકો એકી નજરે જોઈ રહ્યા હતા. લોકોએ આ લોકોના આઈડિયાને ‘કુલ’ કહ્યો હતો.  બીચસાઈડ પર કાર ઊભી રાખીને તેમણે ટેબલ અને ખુરશી મૂક્યા. ત્યારબાદ ઘરેથી લાવેલું ભોજન જમ્યાં. આ કપલના આઈડિયાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી