• Home
  • International
  • New innovation started in the world to deal with corona epidemic, emergency ventilator made in 3 days, 3D arm will prevent infection

ભાસ્કર રિસર્ચ / કોરોના મહામારીને ટક્કર આપવા દુનિયામાં નવી શોધો શરૂ, 3 દિવસમાં બનાવ્યું ઈમરજન્સી વેન્ટિલેટર, 3ડી આર્મ રોકશે ઈન્ફેક્શન

New innovation started in the world to deal with corona epidemic, emergency ventilator made in 3 days, 3D arm will prevent infection
X
New innovation started in the world to deal with corona epidemic, emergency ventilator made in 3 days, 3D arm will prevent infection

  • વાઈરસ ટેટિક શીલ્ડ કંપનીએ એવું માસ્ક તૈયાર કર્યું છે જે હવામાં આવેલા વાઈરસને ખતમ કરી દે છે
  • કાર્મલથેનના ડોક્ટર રાન થોમસે ઈમરજન્સી વેન્ટિલેર બનાવ્યું છે જે હવામાં આવેલા ઘાતક કણોને ખતમ કરીને તેને સાફ બનાવે છે 

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 12:54 PM IST

નવી દિલ્હી: સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો કોરોના વાઈરસની વેક્સીન અને મહામારી રોકતી અટકાવવાના રસ્તા શોધી રહ્યા છે. જ્યારે અમુક ઈનોવેટર્સ તેનાથી આગળ નીકળી ગયા છે. નવા ઈમરજન્સી વેન્ટિલેટર, વાઈરસ મારી શકે તેવો માસ્ક અને હેન્ડ ફ્રી 3ડી પ્રિન્ટેડ ડોર હેન્ડલ, આ નવા ઈનોવેશન છે. જે સફળ થયા છે અને કામ પણ કરવા લાગ્યા છે. બીજી બાજુ થોડા દિવસ પહેલાં જર્મનીમાં હેકાથોન રાખવામાં આવી હતી. તેમાં 800થી વધારે આઈડિયાઝ મળ્યા છે. જ્યારે ભારતમાં હજી પણ સરકારી એજન્સીઓ લોકોને કોરોના ફેલાતો રોકવા માટે નવા આઈડિયા માંગી રહી છે.

1. કોવિડ ઈમરન્સી વેન્ટિલેટર
કાર્મલથેનની ગ્લેંગવિલી હોસ્પિલના ડોક્ટર રાયન થોમસે ઈમરજન્સી વેન્ટિલેર બનાવ્યું છે. જે હવામાં આવેલા ઘાતક કણોને ખતમ કરીને તેને સાફ કરે છે. તેને બનાવવામાં માત્ર 3 દિવસ જ લાગ્યા. વેલ્સ સરકારની મદદથી તેનું મોટા પાયે ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે.

2. વાઈરસ મારતો માસ્ક
વાઈરસટેટિક શીલ્ડ કંપનીએ એક એવું માસ્ક બનાવ્યું છે જે હવામાં આવેલા વાઈરસને ખતમ કરી દે છે. કંપનીનો દાવો છે કે, આ માસ્કથી કોરોના સહિતના 95% વાઈરસ ખતમ કરી દે છે. બ્રિટનમાં કોરોના વાઈરસની મહામારીને ધ્યાનમાં રાખીને કંપની ઉત્પાદન વધારી રહી છે.

3. હેન્ડ ફ્રી ડોર આર્મ
ઈન્ફેક્શનથી બચાવવાવાળા આ 3ડી પ્રિન્ટેડ હેન્ડલને વાયન ગ્રિફિથ્સે ડિઝાઈન કર્યો છે. આ પ્રોટોટાઈપ આર્મ દરવાજાના હેન્ડલ સાથે જોડાયેલો હોય છે. જેને ખોલવા માટે હાથ લગાવવાની જરૂર નથી હોતી. આ ડિઝાઈન ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.

જર્મની: હેકાથોનમાં 800 પ્રોજેક્ટ
જર્મનીમાં ચાર દિવસની હેકાથોન યોજવામાં આવી હતી. તેમાં 42,869 લોકોએ ભાગ લીધો હતો. આ દરેક લોકોએ 800થી વધારે પ્રોજેક્ રજૂ કર્યા છે. 20 માર્ચે જ્યૂરી નક્કી કે કયા  પ્રોજેક્ટને સરકાર ફંડ આપશે.

ભારત: હજી આઈડિયા માંગે છે
દુનિયા કરતા ભારત હજી પાછળ છે. 27 માર્ચે માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન આઈડિયાથોન કરાવશે. જ્યારે કેરળ પોલીસે પણ ઈનોવેટિવ આઈડિયાઝ માંગ્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી