ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:USમાં મેન્ટલ હેલ્થ નવી મહામારી, ડૉક્ટરને બતાવવા માટે ત્રણ મહિના સુધીનું વેઇટિંગ

ન્યૂયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી મહામારી - 1320 મનોરોગ નિષ્ણાતોનું સર્વેક્ષણ, અસરગ્રસ્તોમાં બાળકો પણ સામેલ

અમેરિકામાં માનસિક બીમારીઓથી પીડાતા લોકોની સંખ્યા વધી રહી છે. સામાજિક કાર્યકરો, મનોચિકિત્સકો અને પ્રોફેશનલ સલાહકારોએ સતત કામ કરવું પડે છે. કોરોના મહામારીની ત્રીજી લહેરના આગમન વચ્ચે મનોરોગ નિષ્ણાતો ઘણા દર્દીઓને પાછા મોકલી રહ્યા છે. લાંગમીડો, મેસાચ્યૂસેટ્સમાં લાઇસન્સી ક્લીનિકલ સામાજિક કાર્યકર ટોમ લચિઉસા જણાવે છે કે બધા જ નિષ્ણાતોની ખૂબ વધારે માગ છે. આવું અગાઉ ક્યારેય જોવા નથી મળ્યુ. ન્યૂયોર્ક ટાઇમ્સે 1,320 મેન્ટલ હેલ્થ ડૉક્ટર્સ, પ્રોફેશનલ્સને પૂછ્યું કે મહામારીના પ્રતિબંધો હળવા થયા બાદ તેમના દર્દીઓની કેવી સ્થિતિ છે? મોટાભાગના લોકો બેચેની, ચિંતા અને ડિપ્રેશનથી પીડિત જણાયા. તેમાં બાળકો પણ સામેલ છે. દર 4માંથી 1 ડૉક્ટરે જણાવ્યું કે આત્મહત્યાના વિચારોને સલાહ લેવા આવવાનું મુખ્ય કારણ જણાવે છે.

સરવેમાં વધતા સંકટની ગંભીરતા સામે આવી છે. ઘણા નિષ્ણાતોએ આને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની બીજી મહામારી કહી છે. મનોરોગ નિષ્ણાત એન. કોમપેગના ડૉલ જણાવે છે કે લોકો બહુ દુ:ખી અને હતાશ છે. તેમના એક દર્દીએ જણાવ્યું કે તેને ગંભીર માર્ગ દુર્ઘટનાનો અનુભવ થાય છે. એક મહિલા એટલી ભયભીત છે કે ઘરની બહાર જ નીકળવા નથી માગતી. લોકો કંટાળી ચૂક્યા છે અને કામ છોડવા માગે છે. દર 10માંથી 9 નિષ્ણાતોએ જણાવ્યું કે તેમની સલાહ લેનારા વધી રહ્યા છે. વેઇટિંગ લિસ્ટ લાંબું થઇ ગયું છે.

દર્દીઓને તપાસવાનું કે ફોન પર સલાહ આપવાનું મુશ્કેલ થઇ ગયું છે. દર 10માંથી 6 સલાહકારે જણાવ્યું કે દવાઓ લેતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. 13% સલાહકારોએ જણાવ્યું કે તેમની પ્રેક્ટિસ મુખ્યત્વે બાળકો પર કેન્દ્રિત રહી છે. અમેરિકાના સર્જન જનરલ ડૉ. વિવેક મૂર્તિએ આ મહિને ચેતવણી આપી કે મહામારીથી યુવાઓમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વધી છે. બર્કલે, કેલિફોર્નિયાનાં ક્લીનિકલ સાઇકોલોજિસ્ટ પૂજા શર્મા કહે છે કે તેમની પાસે દર્દીઓ માટે સમય નથી પણ સતત ફોન આવતા રહે છે.

75% ડૉક્ટર્સ, પ્રોફેશનલ્સે જણાવ્યું કે તેમનો મોટાભાગનો સમય પરિવાર અને રિલેશન્સ સંબંધી તકલીફોના દર્દીઓને સલાહ આપવામાં વીતે છે. પતિ-પત્ની વચ્ચે પણ બાળકોની સારસંભાળ સહિત ઘણા મુદ્દે મતભેદો વધી રહ્યા છે. દર 7માંથી 1 નિષ્ણાતે જણાવ્યું કે સલાહ લેવાના ખાસ કારણોમાં રંગભેદ મુખ્ય છે. મનોચિકિત્સક જેસન વૂનું કહેવું છે કે માનસિક આરોગ્ય સેવાઓ લેનારાઓમાં એશિયન અમેરિકનોની સંખ્યામાં અસાધારણ વધારો થયો છે.

છેલ્લા દોઢ વર્ષમાં સમસ્યાઓ વધી
સરવેમાં ભાગ લેનારા પ્રોફેશનલ સલાહકારોએ જણાવ્યું કે પૂર્વ દર્દીઓ સાથે નવા લોકો પણ આવી રહ્યા છે. તેઓ મુખ્યત્વે છેલ્લા દોઢ વર્ષમાં આવેલી બેચેની, આર્થિક તંગી, નોકરીની ચિંતા, નશાની લત જેવી સમસ્યાઓથી પીડિત છે. ઘણા ડૉક્ટર્સે જણાવ્યું કે તેઓ કોરોનાના દર્દીઓની સંભાળથી આઘાતનો શિકાર બનેલા હેલ્થકેર વર્કર્સને પણ સલાહ આપી રહ્યા છે. 75%થી વધુ પ્રોફેશનલ્સે જણાવ્યું કે દર્દીઓનો વેઇટિંગ પીરિયડ વધ્યો છે. દર 3માંથી 1 ડૉક્ટરે એપોઇન્ટમેન્ટ માટે 3 મહિના લાગતા હોવાનું કહ્યું.

અન્ય સમાચારો પણ છે...