ભાસ્કર વિશેષ:નવી દવાની શોધ, તેનાથી પેન્ક્રિયાઝમાં ઈન્સ્યુલિનની ઝડપ વધશે, ડાયાબિટીસના દર્દીઓને ઈન્જેક્શનની જરૂર પણ નહીં પડે

મેલબર્ન8 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુનિયાભરમાં હાલ ડાયાબિટીસના 50 કરોડ દર્દીઓ છે અને આ સંખ્યા સતત વધી રહી છે. પરંતુ શક્ય છે કે ઝડપથી કરોડો લોકો આ બીમારીમાંથી મુક્ત થઈ જાય. હકીકતમાં વિજ્ઞાનીઓ એવી ટેક્નિક પર સંશોધન કરી રહ્યા છે જેમાં શરીર આપોઆપ ઈન્સ્યુલિન બનાવે, જેથી ઈન્જેક્શન થકી બહારથી ઈન્સ્યુલિન લેવાની જરૂર જ ના પડે.

ઓસ્ટ્રેલિયાની મેલબર્ન સ્થિત મોનાશ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ આ સંશોધન કરી રહ્યા છે, જેમાં તેમને સફળતા પણ મળી છે. જોકે, હજુ આ સંશોધન પ્રાથમિક તબક્કામાં છે. તેઓ એક એવી પ્રક્રિયા શોધી રહ્યા છે જેમાં પેન્ક્રિયાટિક સ્ટેમ કોશિકાઓમાં ઈન્સ્યુલિન ઝડપથી બનાવવા લાગે. વિજ્ઞાનીઓએ ટાઈપ-1 ડાયાબિટીસના દર્દીઓની પેન્ક્રિયાસ કોશિકાઓનો પણ અભ્યાસ કર્યો છે. ડાયાબિટીસની એક દવા, જેનો હાલ ઉપયોગ નથી કરાતો તેને પણ આ સંશોધનમાં સામેલ કરાઈ છે. વિજ્ઞાનીઓને આ દવા થકી પેન્ક્રિયાટિક સ્ટેમ કોશિકાઓને ફરી સક્રિય કરવા અને ઈન્સ્યુલિન એક્સપ્રેસિંગ કરવામાં સફળતા મળી છે.

ઈન્સ્યુલિન એક્સપ્રેસિંગથી પેન્ક્રિયાસમાં ઈન્સ્યુલિન ઝડપથી બનવા લાગશે. તેમાં ટાઈપ-1 ડાયાબિટીસના કારણે નષ્ટ કોશિકાઓની જગ્યાએ નવી કોશિકાઓ બની જશે જે ઈન્સ્યુલિન બની શકશે. મોનાશ યુનિવર્સિટીમાં ડાયાબિટીસ નિષ્ણાત પ્રો. સેમ અલ-ઓસ્તા અને ડૉ. ઈશાંત ખુરાનાનું આ સંશોધન નેચર મેગેઝિનમાં પ્રકાશિત થયું છે. પેન્ક્રિયાસની ગરબડ સરળતાથી ઠીક નથી કરી શકાતી. પ્રો. અલ-ઓસ્તા કહે છે કે જ્યાં સુધી ટાઈપ-1 ડાયાબિટીસની ખબર પડે છે ત્યાં સુધી ઈન્સ્યુલિન બનાવતી પેન્ક્રિયાસની મોટા ભાગની કોશિકાઓ નષ્ટ થઈ ગઈ હોય છે.

દુનિયાભરમાં પ્રતિ છમાંથી એક ડાયાબિટીસ દર્દી ભારતનો
2019ના આંકડા પ્રમાણે દુનિયાભરમાં દર છ પૈકી એક ડાયાબિટીસ દર્દી ભારતનો છે. ડાયાબિટીસ બે પ્રકારના છે, જેમાં ટાઈપ-1 વારસાગત હોય છે જે બાળકો અને યુવાનોને વધુ પ્રભાવિત કરે છે. જોકે, આવા દર્દી ઓછા હોય છે. ટાઈપ-2 ડાયાબિટીસ જીવનશૈલી સાથે જોડાયેલો રોગ છે, જે દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...