તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિશ્વમાં:WHOએ કહ્યું- મેલબર્નમાં નવું ક્લસ્ટર મળ્યું, સંક્રમિતોની સારવારમાં કામ આવી શકે છે અસ્થમાની દવાઓ

વોશિંગ્ટન2 મહિનો પહેલા
  • વિશ્વમાં અત્યાર સુધીમાં 10.78 કરોડથી વધુ સંક્રમિત, 23.63 લાખ મોત થયા, 7.98 કરોડ સ્વસ્થ
  • અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 2.78 કરોડથી વધુ, અત્યાર સુધીમાં 4.83 લાખ લોકોએ જીવ ગુમાવ્યો

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 10.78 કરોડથી વધુ થઈ ગયો છે. 7 કરોડ 98 લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે. અત્યાર સુધીમાં 23 લાખ 63 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

ઓસ્ટ્રેલિયાની હેલ્થ મિનિસ્ટ્રીએ એક ક્વોરેન્ટીન હોટલમાં 8 સંક્રમિત મળ્યા પછી સમગ્ર વિસ્તારમાં ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવાનો નિર્ણય કર્યો છે. હેલ્થ મિનિસ્ટ્રીએ એક નિવેદનમાં કહ્યું છે કે જે હોટલમાં બીજા દેશોમાંથી આવેલા લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. તે બધા સુરક્ષિત છે. જોકે આઠ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેનાથી કમ્યુનિટી ટ્રાસમિશનનો ખતરો છે, તેના પગલે આ વિસ્તારમાં રહેનારા તમામ લોકોને તાત્કાલિક ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય એ માહિતી પણ એકત્રિત કરાઈ રહી છે કે સંક્રમિત ક્યાં લોકોના સંપર્કમાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન સરકારે સતત 100 દિવસ સુધીનું લોકડાઉન રાખ્યું હતું. આ શહેરમાં જ 800 લોકોના મૃત્યુ થયા છે.

એસ્ટ્રાજેનિકા વેક્સિન અસરકારક
WHOએ કહ્યું છે કે એસ્ટ્રાજેનિકા અને ઓક્સફોર્ડની વેક્સિન તમામ વયસ્કો માટે અસરકારક છે. સંગઠનનું આ નિવેદન એટલા માટે મહત્વનું છે કે કારણ કે સાઉથ આફ્રીકાએ એમ કહીને તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો કે તે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને ન આપી શકાય કારણ કે તે તેમની પર ઈફેક્ટિવ સાબિત થઈ નથી. હવે WHOએ કહ્યું છે કે આ સાઉથ આફ્રિકામાં મળેલા નવા વેરિઅન્ટની વિરુદ્ધ એટલી જ અસરકારક છે, જેટલી જુની વાઈરસ સામે હતી. સંગઠને કહ્યું છે કે આ વેક્સિન બે ડોઝમાં આપવી જોઈએ.

અસ્થમાની દવા પર સારા સમાચાર
અસ્થમાથી પરેશાન લોકો માટે એક સારા સમાચાર છે. ધ ગાર્ડિયનના એક રિપોર્ટ મુુજબ અસ્થામાંથી પીડિત કોવિડ-19ના સંક્રમિતોની સારવારમાં અસ્થમાની દવાઓ અસરકારક સાબિત થઈ શકે છે. જોકે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સંક્રમણની પુષ્ટિ થયા પછી તે પહેલા સપ્તાહમાં જ આપવી જોઈએ કારણ કે તેને શરૂઆતના સ્તર પર જ કાબુ કરી શકાય છે. સંક્રમણની શરૂઆતમાં લક્ષણ એટલા ખતરનાક નથી હોતા જેટલા તે પછીથી થઈ જાય છે. હાલ કોઈ ખાસ દવાનું નામ જણાવવામાં આવ્યું નથી.

ઈટાલીમાં નવા વેરિઅન્ટના દર્દીઓ મળ્યા પછી નવા રેડ ઝોન બનાવવામાં આવ્યા
ઈટાલીમાં કોરોનાના બ્રિટન, બ્રાઝીલ અને સાઉથ આફ્રિકાના વેરીઅન્ટના દર્દીઓ મળ્યા પછી નવો રેડ બનાવવામાં આવ્યો છે. આ રેડ ઝોન તે વિસ્તારોમાં જ બનાવવામાં આવ્યા છે, જ્યાં નવા વેરિઅન્ટના દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી. અહીં લોકોના ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માત્ર જરૂરી કામ અને મેડિકલ કારણથી જ બહાર જવાની પરવાનગી છે. આ પ્રતિબંધો 21 ફેબ્રુઆરી સુધી લગાવવામાં આવ્યા છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકો સંક્રમિત થયા

દેશ

સંક્રમિતમૃત્યુસાજા થયા
અમેરિકા27,897,214483,20017,827,323
ભારત10,871,060155,39910,571,629
બ્રાઝિલ9,662,305234,9458,596,130
રશિયા4,012,71078,1343,516,461
UK3,985,161114,8512,018,844
ફ્રાન્સ3,360,23580,147235,717
સ્પેન3,005,48763,061N/A
ઈટલી2,668,26692,3382,165,817
તુર્કી2,548,19526,9982,437,382
જર્મની2,306,66063,6492,073,100

(આ આંકડો www.worldometers.info/coronavirus/ના મુજબનો છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો