તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિન મામલે રાજકારણ:વેક્સિન ઉતાવળે મેળવવા માટે નેતન્યાહૂએ 50 ટકા વધુ કિંમત ચૂકવી, ફાઈઝરના સીઇઓને અમુક દિવસોમાં 17 વખત ફોન કર્યા

લંડન17 દિવસ પહેલા
નેતન્યાહૂ - ફાઇલ તસવીર - Divya Bhaskar
નેતન્યાહૂ - ફાઇલ તસવીર
  • ઇઝરાયલે તેની વસતીના પાંચમા હિસ્સાને વેક્સિન આપી દીધી છે
  • બ્રિટને 30 યુરો પ્રતિ ડૉઝ ચૂકવ્યા તો ઈઝરાયલે એ જ વેક્સિન માટે 45 યુરો આપ્યા

કોરોના વેક્સિનેશનની દોડમાં ઈઝરાયલ હાલના સમયે સૌથી આગળ ચાલી રહ્યું છે. ઈઝરાયલે તેની વસતીના પાંચમા હિસ્સાને વેક્સિન આપી દીધી છે. ત્યાં આશરે 18 લાખ લોકોને વેક્સિન આપી દેવાઈ છે. વેક્સિનના વધારે ડૉઝ વધુ જલદી સપ્લાય કરવા ઈઝરાયલે બ્રિટનની તુલનાએ 50 ટકા વધુ કિંમત ચૂકવી છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વેક્સિન બનાવતી ફાઈઝર કંપનીના સીઈઓ આલ્બર્ટ બોર્લાને અમુક જ દિવસોમાં 17 વખત ફોન કર્યા જેથી વેક્સિનના વધુ ડૉઝ તેમને જલદીથી જલદી મળી શકે. ઈઝરાયલના એક વિપક્ષના નેતાએ નામ ન જાહેર કરવાની શરતે આ માહિતી આપતા કહ્યું કે નેતન્યાહૂએ પોતાની ઘટતી લોકપ્રિયતા અને રાજકીય સ્થિતિ મજબૂત કરવા માટે વેક્સિન માટે વધુ કિંમત આપી જેથી લોકોનો વિશ્વાસ જીતી શકે.

નેતન્યાહૂની લોકપ્રિયતા ઘટી
એક મીડિયા અહેવાલ અનુસાર ફાઈઝરની જે વેક્સિન માટે બ્રિટને 30 યુરો પ્રતિ ડૉઝ આપ્યા તેના માટે ઈઝરાયલને 45 યુરો પ્રતિ ડૉઝ ચૂકવ્યા. એટલે કે વેક્સિન જલદી મેળવવા માટે 50 ટકા વધુ કિંમત. ફાઈઝરના પ્રવક્તાએ આ મુદ્દે કહ્યું કે આપણી કિંમત માત્રા, પહેલા કરાયેલા વાયદા, સમાનતા અને સામર્થ્યના સિદ્ધાંતો પર આધારિત છે. ઈઝરાયલમાં ગત બે વર્ષોમાં ચાર વખત ચૂંટણી યોજાઈ ચૂકી છે. પીએમ નેતન્યાહૂની સરકાર તાજેતરમાં જ પડી ગઈ હતી અને દેશમાં તેમની લોકપ્રિયતા ઝડપથી ઘટી છે. આ કારણે વિપક્ષ તેને વેક્સિન પોલિટિક્સ ગણાવી રહ્યો છે. તે કહે છે કે દેશમાં સૌથી પહેલા વેક્સિનેશન કરાવી નેતન્યાહૂ રાજકીય લાભ ખાટવા માગે છે.

જાપાન : હોસ્પિટલમાં દાખલ થવાનો ઈનકાર કરવા પર પેનલ્ટી
કોરોનાના વધતા કેસને જોતાં જાપાન આ મામલે કડક કાયદો ઘડવા જઈ રહ્યું છે. હોસ્પિટલમાં દાખલ થવાથી ઈનકાર કરનારા પર સરકાર દંડ લગાવશે. શુક્રવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. સરકાર સંસદમાં કાયદો લાવવાની તૈયારીમાં છે. ઘાતક ચેપી રોગ અંગે આ કાયદો લાગુ થશે. તે હેઠળ કોઈપણ ચેગપ્રસ્ત હોસ્પિટલમાં દાખલ થવાનો ઈનકાર નહીં કરી શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser