તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓલીને રાહત:નેપાળના PM ઓલીની ખુરસી 10 દિવસ માટે બચી ગઈ, મજબૂર થઈને બેઠકમાં સામેલ થયા ઓલી

​​​​​​​કાઠમંડૂ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
નેપાળમાં સત્તારૂઢ નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટીની બેઠક યોજાઈ હતી. તેમા PM કેપી શર્મા ઓલી અને તેના વિરોધી પુષ્પ કમલ દહલ સામેલ થયા હતા.

નેપાળમાં સત્તારૂઢ નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટી (NCP)નું સંકટ 10 દિવસ માટે ટળી ગયું છે. પાર્ટીના મોટા ભાગના નેતા પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. બુધવારે યોજાયેલી બેઠકમાં તેઓ વિરોધી નેતાઓની માંગ પર 10 દિવસમાં જવાબ આપે. ઓલી આ બેઠકમાં ભાગ લેવા ઈચ્છતા ન હતા. પરંતુ સીનિયર લીડર પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડના દબાણના કારણે તેઓ હાજર રહેવા મજબૂર થયા.

નેપાળના અમુક નેતાઓએ NCPની બેઠક પહેલા ચીનની રાજદૂત હાઉ યાંકી સાથે બે કલાકની બેઠક પર પણ સવાલ ઉઠાવ્યા છે. નેપાળી કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે એ વાત સમજાતી નથી કે જ્યારે ઓલી પર સંકટ આવે છે ત્યારે તેઓ ચીનના રાજદૂત તરફ કેમ જોવે છે.

હવે ભારે દબાણમાં છે ઓલી
બુધવારે ઓલીના તમામ વિરોધી નેતા PMના ઓફિસિયલ રેસિડેન્સ બાલૂવોટર પહોંચ્યા. આ બેઠકમાં 9 નેતા સામેલ થયા. તેમા છ નેતા ઓલીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. જ્યારે ત્રણ તેના પક્ષમાં છે. બેઠક પછી પાર્ટીના પ્રવક્તા નારાયણ કાજી શ્રેષ્ઠે કહ્યુ કે તમામ નેતાઓની વાત પર ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો છે. અમુક વાતો સામે આવી છે જેના પર ચર્ચાની જરૂર છે. આગામી બેઠક 28 તારીખે યોજાશે. હાલ કંઈ કહેવું શક્ય નથી.

વિરોધીઓની માંગ
દહલની આગેવાનીમાં વિરોધી ગ્રુપે ઓલીને 19 પેઈઝનો પ્રસ્તાવ આપ્યો છે. તેમા સરકારના કામકાજ અને પાર્ટી વિરોધી નીતિઓ ઉપર સવાલ ઉઠાવાયા છે. ઓલીને રાજીનામા માટે કોઈ સમય આપવામાં આવ્યો છે કે નહીં તે જાણી શકાયું નથી. પાર્ટીના સીનિયર નેતા માધવ કુમાર નેપાળે કહ્યું હતું કે અમે વડાપ્રધાનને 10 દિવસમાં તમામ વાતો પર ચર્ચા કરી શુ કરવું જોઈએ તે અંગે જવાબ આપવાનું સ્પષ્ટ કહી દીધુ છે. અમારી પાસે તમામ વિકલ્પો ખુલા છે.

આગળ શું થશે?
10 દિવસ પછી ખ્યાલ આવશે કે ઓલી PM પદેથી રાજીનામુ આપશે કે નહીં. તેઓ પાર્ટીના અધ્યક્ષ પણ છે. તેઓએ કોઈ એક પદ છોડવું પડશે. જો તેઓ અધ્યક્ષ પદ છોડશે તો તેમણે PM પદ પણ અમુક દિવસો પછી છોડવું જ પડશે કારણ કે તેઓએ પાર્ટી પરથી પકડ્ડ પહેલા જ ગુમાવી દીધી છે.

ચીન કનેક્શન
નેપાળી કોંગ્રેસના એક નેતાએ હિમાલયીન ટાઈમ્સને કહ્યું હતું કે નેપાળની રાજનીતિમાં ચીનની દખલ મંજૂર નથી. અમે ઘરેલુ રાજનીતિમાં વિદેશી દખલ શા માટે સ્વિકાર કરીએ. ચાર મહિનામાં બીજીવાર ઓલી સરકાર સંકટમાં આવી છે અને તેઓ દરેક વખતની જેમ આ વખતે પણ ચીનનું દૂતાવાસ એક્ટિવ થઈ ગયું છે. ઓલીએ દેશને જણાવવું જોઈએ કે ચીનના રાજદૂત સાથે તેઓને શું વાત થઈ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો