તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકીય સંકટ:નેપાળના PM તેમના જ પક્ષની બેઠકમાં ગેરહાજર, પક્ષના સહ-અધ્યક્ષ પ્રચંડ સાથે ઘર્ષણ જારી

કાઠમંડુ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
નેપાળના વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
નેપાળના વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીની ફાઇલ તસવીર.

નેપાળના શાસક પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં મતભેદો ઉકેલાવાના અણસાર દેખાતા નથી. રવિવારે પક્ષની સ્થાયી સમિતિની બેઠકમાં વડાપ્રધાન કે. પી. શર્મા ઓલી ગેરહાજર રહ્યા. તેમના સલાહકારે માહિતી આપી કે પીએમ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હતા. પક્ષના સહ-અધ્યક્ષ, પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ અને ઓલી વચ્ચે કેટલાક મહિનાથી જારી ઘર્ષણનો અંત લાવવા અંગે ચર્ચા માટે બેઠક બોલાવાઇ હતી. આ અગાઉની બેઠકમાં ઓલીએ આ બાબતે પ્રસ્તાવ મોકલવાની ખાતરી આપી હતી.

રાજાશાહીની માગ સાથે દેખાવો પણ થયા છે
ઉલ્લેખનીય છે કે નેપાળમાં રાજાશાહી પાછી લાવવાની માગ સાથે શનિવારે રાજધાની કાઠમંડુમાં હજારો લોકોએ દેખાવો કર્યા હતા. લોકો દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા અને રાજાશાહી બંધારણીય વ્યવસ્થા પાછી લાવવા માગ કરી રહ્યા હતા. નેપાળમાં 2008માં રાજાશાહીનો અંત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો