નેપાળના PM દેઉબા ડડેલધુરાથી 7મી વાર ચૂંટણી જીત્યા:નેપાલી કોંગ્રેસે સંસદની કુલ 275માંથી 10 સીટ જીતી, મતગણતરી ચાલુ

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

નેપાળની ચૂંટણીમાં પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા લગાતાર 7મી વાર ડડેલધુરા નિર્વાચન ક્ષેત્રથી ચૂંટાઇ આવ્યા છે. 20 નવેમ્બરે મતદાનની પ્રક્રિયા પૂરી થઇ ગઇ હતી. તેના બાદ 21 નવેમ્બરે વોટોની ગણના સખ્ત સુરક્ષાની વચ્ચે શરૂ થઇ હતી.

અત્યાર સુધી થયેલી મતગણના અનુસાર દેઉબાની પાર્ટી- નેપાળી કોંગ્રેસ આગળ ચાલી રહી છે. સંસદમાં નેપાળી કોંગ્રેસે 10 સીટ જીતી લીધી છે. તો પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની નેપાલ કોમ્યુનિસ્ટ પાર્ટી 3 સીટ મેળવી શકી છે.

વડાપ્રધાન અને સત્તાધારી નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબાએ 25,534 મતોથી તેમના ગૃહ જિલ્લાની બેઠક પર જીત મેળવી હતી. તેમના હરીફ સાગર ઢકાલને 13,042 મત મળ્યા હતા.
વડાપ્રધાન અને સત્તાધારી નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબાએ 25,534 મતોથી તેમના ગૃહ જિલ્લાની બેઠક પર જીત મેળવી હતી. તેમના હરીફ સાગર ઢકાલને 13,042 મત મળ્યા હતા.

સંસદ અને વિધાનસભાની ચૂંટણી એકસાથે
નેપાળની સંસદમાં કુલ 275 સીટો અને પ્રાંતીય વિધાનસભાઓની 550 સીટો માટે વોટિંગ થયું હતું. દેશના 1 કરોડ 80 લાખથીવધુ વોટર પોતાની સરકાર ચૂંટશે. આના રિઝલ્ટ એક અઠવાડિયામાં આવવાની આશા છે.

દેઉબાની જીતથી ભારતને ફાયદો
પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાનું કહેવું છે કે ઉશ્કેરવા અને શબ્દોની લડાઇને કારણે તેઓ ભારતની સાથે કૂટનીતિ અને વાતચીત દ્વારા વિવાદ સોલ્વ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.

US અને ચીનથી આર્થિક મદદ પર પણ રાજનીતિક પાર્ટીઓમાં મતભેદ
નેપાળની રાજનીતિક પાર્ટીઓમાં અમેરિકા અને ચીનથી આર્થિક મદદ પર મતભેદ છે. દેઉબાની પાર્ટીએ અમેરિકન મિલેનિયમ ચેલેન્જ કોઓપરેશન હેઠળ 42 હજાર કરોડ રૂપિયાની મદદનો સ્વીકાર કર્યો છે. આને સંસદમાં પણ પાસ કરાવી લીધો છે. જ્યારે કેપી શર્મા ઓલીની પાર્ટી ચીનની સાથે BRI કરાર પર વધુ ઉત્સુક નજર આવે છે. નાની પાર્ટીઓએ વિદેશી મદદ પર ચૂંટણી પ્રચારમાં પોતાનો મત સાફ નથી કર્યો.

ઓલી સરકારના કાર્યાલયમાં વધ્યો ભારત-નેપાળ તણાવ
ઓલીનું કહેવું છે કે પ્રધાનમંત્રી બનતા જ ભારતની સાથે સીમા વિવાદનું સોલ્યુશન લાવીશું. તેઓ દેશની એક ઇંચ ભૂમિ પણ જવા નહી દે. જોકે એક્સપર્ટનું કહેવું છે કે 2 સાલથી વધુ સત્તામાં રહેવા છતાં ઓલીએ આ વિવાદ સોલ્વ કરવા માટે કોઇ પ્રયાસ કર્યો નથી. ઊલટું PM ઓલીએ કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને નેપાળમાં દર્શાવતો મેપ જાહેર કર્યો હતો. ભારત તેને પોતાના ઉત્તરાખંડ પ્રાંતનો ભાગ માને ચે. ઓલીએ આ નકશાને નેપાળી સંસદમાં પાસ પણ કરાવી દીધો હતો.

નેપાળમાં રાજનીતિક અસ્થિરતા

નેપાળમાં પોલિટિકલ ઇનસ્ટેબિલિટી છે. અહીં 1990માં લોકતંત્ર સ્થાપિત થયું હતું અને 2008માં રાજાશાહી ખત્મ કરી દીધી હતી. 2006માં સિવિલ વોર ખત્મ થયા પછી કોઇ પણ પ્રધાનમંત્રી પોતાનો કાર્યકાળ પૂરો નથી કરી શક્યા. નેતૃત્વમાં વારંવાર બદલાવ અને રાજનીતિક પાર્ટીઓ વચ્ચે અંદરોઅંદર વિવાદને લીધે ડેવલોપમેન્ટ ધીમું થઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...