તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેપાળમાં સુપ્રીમ કોર્ટએ નવા PMની નિમણૂક કરી:નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદૂર દેઉબાને 2 દિવસમાં પ્રધાનમંત્રી બનાવવા આદેશ, ભંગ કરાયેલી સાંસદને પુન:સ્થાપિત કરાઈ

નેપાળ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરોધી પક્ષો દ્વારા આ અરજી કરવામાં આવી હતી
  • ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિએ સાંસદ ભંગ કરી હતી

નેપાળની સુપ્રિમ કોર્ટએ 2 દિવસનાં અંદર કોગ્રેસના અધ્યક્ષ શેર બહાદૂર દેઉબાને પ્રધાનમંત્રી બનાવવાનો આદેશ કર્યો છે.આ સાથે જ કોર્ટએ ભંગ પડેલી સાંસદને પુન: ચાલુ કરવાનો પણ આદેશ કર્યો છે. આ આદેશ સાથે જ ચીફ જસ્ટીસ ચોલેંન્દ્ર શમશેર રાણાની આગેવાનીમાં 5 જજોની બેંચની અઢવાડિયાથી ચાલી રહેલી સુનાવણી પૂરી કરી દીધી છે.

નેપાળની રાષ્ટ્રપતિ વિધા દેવી ભંડારીએ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીજીની ભલામણ પર 22 મેના રોજ સંસદ ભંગ કરી દીધી હતી. નેપાળી સંસદ ગયા મહિને 5 મહિનામાં બીજી વખત ભંગ કરવામાં આવી હતી. આના સાથે જ તેમણે 12 અને 19 નવેંબરે ચૂંટણી યોજવાની જાહેરાત પણ કરી હતી.

20 ડિસેમ્બરે રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી, ત્યારબાદ નેપાળની સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં સંસદને પુન: સ્થાપિત કરી.
20 ડિસેમ્બરે રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી, ત્યારબાદ નેપાળની સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં સંસદને પુન: સ્થાપિત કરી.

વિરોધી પક્ષો દ્વારા આ અરજી કરવામાં આવી હતી
રાષ્ટ્રપતિના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં 30થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. વિરોધી પક્ષોએ દાખલ કરેલી અરજી પૈકી એક અરજી સંસદ પુન:સ્થાપિત કરી કોંગ્રેસ અધ્યક્ષ શેર બહાદુર દેઉબાને વડા પ્રધાન બનાવવાની માંગ કરી હતી.

ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી હતી
ગયા વર્ષે ડિસેમ્બરથી નેપાળનું રાજકારણ રાજકીય કટોકટી સાથે ઝઝૂમી રહ્યું છે. નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીમાં આંતરિક તકરારને કારણે, 20 ડિસેમ્બરે, વડાપ્રધાન ઓલીની સલાહથી રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી અને 30 એપ્રિલ અને 10 મેના રોજ નવી ચૂંટણીઓની જાહેરાત કરી હતી. આ પછી ફેબ્રુઆરીમાં કોર્ટે સંસદને પુન:સ્થાપિત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...