તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Nepal Will Send A New Map To UN And Google; In It, Kalapani, Lipulekh And Limpiyadhura Will Show Their Area

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ વધારવાનું ષડયંત્ર:નેપાળ UN અને ગૂગલને નવો નકશો મોકલશે; તેમા કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધૂરાને પોતાનો વિસ્તાર બતાવશે

કાઠમાંડુ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવો નકશો અંગ્રેજીમાં પ્રિન્ટ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયને મોકલી શકાય
  • દેશમાં વહેચવા માટે નવા નકશાની 25 હજાર કોપી પહેલા જ પ્રિન્ટ કરાઈ

નેપાળ સરકાર દેશનો સુધારેલો નકશો સંયુક્ત (UN), ગૂગલ, ભારત અને અન્ય આંતરરાષ્ટ્રીય સમુદાયને મોકલવાની તૈયારીમાં છે. તે માટે 4 હજાર નકશા અંગ્રેજીમાં છાપવામાં આપી રહ્યા છે. નેપાળે પોતાના નવા રાજકીય નકશાને મે મહિનામાં મંજૂરી આપી હતી. તેમા તિબ્બત, ચીન અને નેપાળની સરહદ ઉપર રહેલ ભારતીય ક્ષેત્ર કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધૂરાને નેપાળનો હિસ્સો બતાવાયો છે.

નેપાળના મંત્રી પદ્મા આર્યલે જણાવ્યું હતું કે ઓગસ્ટના બીજા સપ્તાહ સુધીમાં આ નકશાને આંતરરાષ્ટ્રીય સમુદાયને પહોંચાડવામાં આવશે. મેજરમેન્ટ ડિપાર્ટમેન્ટના સૂચના અધિકારી દામોદર ઢકાલે જણાવ્યું હતું કે દેશમાં વહેંચવા માટે 25 હજાર નકશા પહેલેથી જ પ્રિન્ટ કરાવાયા છે. લોકલ યૂનિટ્સ, રાજ્ય અને અન્ય સરકારી ઓફિસમાં તેને ફ્રીમાં આપવામાં આવશે. સામાન્ય વ્યક્તિ તેને 50 રૂપિયામાં ખરીદી શકશે.

લિપુલેખ માર્ગના ઉદ્ધાટન પછી નેપાળે વિરોધ વ્યક્ત કર્યો હતો
ભારતે 8 મેના રોજ લિપુલેખ-ધારાચૂલા માર્ગનું ઉદ્ધાટન કર્યું હતું. નેપાળે આ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેનો દાવો છે કે મહાકાળી નદીનો પૂર્વનો સમગ્ર વિસ્તાર નેપાળ સરહદમાં આવે છે. જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે લિપુલેખ અમારી સરહદમાં આવે છે અને લિપુલેખ માર્ગ પહેલા પણ માનસરોવર યાત્રા થતી હતી. અમે આ રસ્તા ઉપર નિર્માણ કરીને તીર્થયાત્રીઓ, સ્થાનિક લોકો અને વેપારીઓની અવર-જવર સરળ બનાવી છે.

ભારતે નવેમ્બર 2019માં પોતાનો નકશો બહાર પાડ્યો હતો
ભારતે પોતાનો નવો રાજકીય નકશો 2 નવેમ્બર 2019માં બહાર પાડ્યો હતો. તેને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેક્નોલોજી વિભાગે સર્વેક્ષણ વિભાગ સાથે મળીને તૈયાર કર્યો હતો. તેમા કાલાપાની, લિંપિયાધૂરા અને લિપુલેખ વિસ્તારને ભારતીય વિસ્તારમાં બતાવ્યો છે. નેપાળે ત્યારે પણ વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર પછી ભારતીય વિદેશ મંત્રાલયે સરહદ ઉપર કોઈ પ્રકારની છેડછાડનો ઈનકાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે નવા નકશામાં કોઈ ફેરફાર કરાયો નથી.

વિવાદ શું છે?
નેપાળ અને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે 1816માં એંગ્લો-નેપાળ યુદ્ધ પછી સુગૌલી સમજૂતી ઉપર હસ્તાક્ષર થયા હતા. તેમાં મહાકાળી નદીને ભારત અને નેપાળની સરહદ તરીકે દર્શાવાઈ હતી. તેના આધારે નેપાળ લિપુલેખ અને અન્ય ત્રણ વિસ્તાર પોતાની સરહદમાં હોવાનો દાવો કરતું આવ્યં છે. જોકે બન્ને દેશ વચ્ચે સરહદને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. બન્ને દેશ પાસે પોતાના અલગ- અલગ નકશા છે. જેમાં વિવાદિત ક્ષેત્રને પોતાના વિસ્તારમાં દર્શાવાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser