તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Nepal PM Sher Bahadur Deuba Oath Taking Ceremony Update | Sher Bahadur Deuba To Take Oath As New Nepal Pm Today

નેપાળમાં નવી સરકાર:રાષ્ટ્રપતિએ શેરબહાદૂર દેઉબાને વડાપ્રધાન નિમ્યા, આજે સાંજે 6 વાગે શપથ લેશે; ભારત સાથે સારા સંબંધો રહેવાની શક્યતા

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

નેપાળમાં નવા વડાપ્રધાનની નિમણૂક કરી દેવામાં આવી છે. નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા આજે સાંજે શપથ લેવાના છે. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ બંધારણની કલમ 76 (5) પ્રમાણે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. નેપાળની સુપ્રીમ કોર્ટે સોમવારે તેમને 2 દિવસમાં જ વડાપ્રધાન બનાવવાનો આદેશ આપ્યો છે. તે સાથે જ કોર્ટે ભંગ થયેલી સંસદને સસ્પેન્ડ કરવા પણ કહ્યું છે.

શેર બહાદુર દેઉબા નેપાળમાં અત્યાર સુધી વિપક્ષમાં રહેલી પાર્ટીઓનું ગઠબંધન બનાવીને સરકાર બનાવશે. આ ગઠબંધનમાં નેપાળી કોંગ્રેસ, CPN (માઓવાદી), CPN-UML માધવ કુમાર નેપાળ-ઝાલાનાથ ખનાલ ગુટ, જનતા સમાજવાદી પાર્ટીના ઉપેન્દ્ર યાદવ ગુટ અને રાષ્ટ્રીય જનમોર્ચા સામેલ છે.

ભારત સમર્થક મનાય છે દેઉબા
નેપાળમાં 4 વાર વડાપ્રધાન રહેલા દેઉબાને ભારત સમર્થક માનવામાં આવે છે. 2017માં વડાપ્રધાન બન્યા પછી તેમણે દિલ્હી આવીને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પણ કરી હતી. દેઉબાએ હંમેશા ભારતની સાથે આર્થિક સંબંધો મુદ્દે પણ નરમ વલણ અપનાવ્યું છે.

રાષ્ટ્રપતિએ 22 મેના રોજ સંસદ ભંગ કરી હતી
નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની ભલામણથી 22 મેના રોજ સંસદ ભંગ કરી દીધી હતી. નેપાળી સંસદ છેલ્લા 5 મહિનામાં બે વાર ભંગ કરવામાં આવી હતી. તેમણે 12 અને 19 નવેમ્બરે ચૂંટણીની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 30થી વધારે અરજી કરવામાં આવી હતી. વિપક્ષી પાર્ટીઓ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં સંસદને સસ્પેન્ડ કરવા અને નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ બહાદુર દેઉબાને વડાપ્રધાન બનાવવાની માંગણી કરી હતી.

નેપાળમાં ગયા વર્ષે ડિસેમ્બરથી રાજકીય સંકટ
નેપાળમાં ગયા વર્ષે ડિસેમ્બર મહિનાથી રાજકીય સંકટ ચાલી રહ્યું છે. નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં ચાલી રહેલા વિવાદના કારણે સરકાર ચાલી નથી શકતી. વડાપ્રધાન ઓલીની સલાહથી રાષ્ટ્રપતિએ 20 ડિસેમ્બરે સંસદ ભંગ કરીને 30 એપ્રિલ અને 10 મેના રોજ ચૂંટણી કરવાની જાહેરાત કરી હતી, પરંચુ ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે સંસદ ભંગ કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...