નેપાળના રાજકારણમાં નિર્ણયનો સમય:વડાપ્રધાન ઓલીએ કેબિનેટની બેઠકમાં મંત્રીઓને પૂછ્યું- સ્પષ્ટ જણાવો, કોની તરફ છો, દેશ અને પાર્ટી મુશ્કેલીમાં છે

અનિલગીરી, કાઠામાંડૂથી2 વર્ષ પહેલા
  • વડાપ્રધાન ઓલીએ મંત્રીમંડળના સહયોગીઓને કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહેવા માટે કહ્યું
  • સોમવારે પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક થશે, તેમાં ઓલીની કિસ્મત પર નિર્ણય લેવાશે

નેપાળની સત્તારૂઢ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી(NCP) તૂટી પડવાની નજીક છે. તેના અધ્યક્ષ અને વડાપ્રધાન કે પી ઓલીએ તેમના મંત્રીમંડળના સહયોગીઓને કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. ઓલીએ શનિવાર સાંજે થયેલી કેબિનેટની ઈમરજન્સી બેઠકમાં પોતાના મંત્રીઓને કહ્યું કે તેઓ સ્પષ્ટ જણાવે કે તેઓ કઈ તરફ છે ? કોને સમર્થન કરશે ? કે તેમની સરકારની વિરુદ્ધ છે, કારણ કે પાર્ટી અને દેશ મુશ્કેલીમાં છે. આ અંગેની માહિતી બેઠકમાં ઉપસ્થિત એક મંત્રીએ આપી હતી. બેઠકમાં થયેલી અધિકારીક વાતચીતની માહિતી જાહેર કરવામાં આવી નથી.

ઓલીએ કહ્યું કે પાર્ટીના કેટલાક નેતાઓ તેમને હટાવવાની કોશિશ કરી રહ્યાં છે. આ સિવાય લોકો રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીની વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાનું ષડયંત્ર રચી રહ્યાં છે, કારણ કે તેમણે મારું સમર્થન કર્યું હતું. ભંડારી અને ઓલીની વચ્ચે ખૂબ જ સારા રાજકીય સંબંધ છે. ઓલીના સમર્થનથી ભંડારી 2015 પછી બે વખત રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે.

ઓલીએ ઝડપથી મોટો નિર્ણય કરવાનો સંકેત આપ્યો
ઓલીએ એ વાતનો પણ સંકેત આપ્યો કે તેઓ ઝડપથી કોઈ મોટો નિર્ણય કરશે, તેમની પાર્ટી તૂટી જવાની નજીક છે. ઓલ પર વડાપ્રધાન પદ અને પાર્ટીનું અધ્યક્ષ પદ છોડવાનું દબાણ છે. તેમની સામે આ બંને પદોને બચાવવાના પડકારો છે.

પ્રચંડનું ગ્રુપ રાજીનામાનું દબાણ કરી રહ્યું છે
એનસીપીને તૂટતી બચાવવાની તમામ કોશિશ થઈ રહી છે. આ માટે કેટલાક નેતાઓ બંને પક્ષોને ચેતવણી પણ આપી રહ્યાં છે. હવે સામાન્ય સહમતિ બનાવવા માટેની પાર્ટીની બેઠક સોમવાર સુધી ટાળવામાં આવી છે. જોકે સ્થિતિ ધીરેધીરે ખરાબ થઈ રહી છે. પુષ્પ કમલ દહલ પ્રચંડની આગેવાનીવાળુ બળવાખોરોનું ગ્રુપ ઓલી પર રાજીનામું આપવાનું દબાણ કરી રહ્યું છે.

પ્રચંડને પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું સમર્થન
પ્રચંડ ઓલીને વડાપ્રધાન પદ પરથી હટાવવા અને પાર્ટીના અધ્યક્ષ પદેથી હટાવવાની માંગણી કરી રહ્યાં છે. દહલને માધવ નેપાળ અને ઝાલનાથ ખલન સહિતના પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું સમર્થન છે. જોકે ઓલીએ આ સમાચારને ફગાવ્યા છે. ઓલી અને પ્રચંડની શુક્રવારે બેઠક થઈ હતી. તે લગભગ 3 કલાક ચાલી હતી. તેમાં પ્રચંડે ઓલી પાસેથી રાજીનામું લેવાની વાતનું પુનરાવર્તન કર્યું હતું. જોકે તેમણે આ દાવાને ફગાવ્યો અને કહ્યું કે તેમની વચ્ચે રાજીનામા સિવાય કેટલાક અન્ય મુદ્દાઓ પર વાત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...