• Gujarati News
  • International
  • Neither A Woman's Cell, Nor A Man's Sperm, Scientists Created A Human Embryo From Skin Cells In The Lab; The 14 day Law Stopped Moving Forward

રસપ્રદ સમાચાર:ન સ્ત્રીનો અંડકોષ, ન પુરૂષનું સ્પર્મ, વિજ્ઞાનીઓએ ત્વચાની કોશિકાઓથી લેબમાં બનાવ્યું માનવભ્રૂણ; 14 દિવસવાળા કાયદાએ આગળ વધતા રોક્યા

ન્યૂયોર્ક8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું તમે જાણો છો બાળક જન્મ લે એ પહેલા માતાની કૂખમાં ભ્રણ સ્વરૂપે હોય છે? જો હા, તો આ જાણકારીમાં કંઈક વધુ સામેલ કરવાની આવશ્યકતા છે. વાસ્તવમાં, સ્ત્રીનો અંડકોષ અને પુરૂષષના શુક્રાણુ મળે એટલે કે ફર્ટિલાઈઝેશન થવાના થોડા દિવસ પછી સૌપ્રથમ બ્લાસ્ટોસિસ્ટ કે બ્લાસ્ટોઈડ બનાવે છે. આ જ બ્લાસ્ટોસિસ્ટ જઈને ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જાય છે અને થોડા દિવસ પછી ભ્રૂણ બને છે.

હવે વાત આની સાથે સંકળાયેલા સૌથી મોટા સમાચારની. થોડા દિવસો અગાઉ અમેરિકન અને ઓસ્ટ્રેલિયન વિજ્ઞાનીઓની બે ટીમોએ સ્ત્રીના અંડકોષ અને પુરૂષના શુક્રાણુ વિના જ માનવભ્રૂણની પ્રારંભિક સંરચના એટલે કે બ્લાસ્ટોસિસ્ટ તૈયાર કરી. એ પણ ગર્ભાશયમાં નહીં પરંતુ પોતાની લેબોરેટરીની પેટ્રી ડિશમાં.

પેટ્રી ડિશ કાચની એક નાની પ્લેટ હોય છે, જેમાં વિજ્ઞાનીઓ પોતાના પ્રયોગો કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો વિજ્ઞાનીઓએ સ્ત્રી અને પુરૂષ વિના જ પ્રયોગશાળામાં ભ્રૂણ તૈયાર કરી લીધું.

પેટ્રી ડિશમાં રહેલ આ બ્લાસ્ટોસિસ્ટે એવો જ વ્યવહાર કર્યો જેવો તે ગર્ભાશયની દિવાલ પર ચોંટ્યા પછી કરે છે. અસલી બ્લાસ્ટોસિસ્ટની જે જ્યારે તેમને ચાર-પાંચ દિવસ વિકસવા દેવાયા તો તેમાં પણ ભ્રૂણની જેમ પ્લેસેન્ટા અને પ્રી એમ્નિયોટિક કેવિટી બનવાની શરૂઆત થઈ ગઈ.

પ્લેસેન્ટા એક એવી નળી હોય છે જેનાથી ભ્રૂણને માતાના રક્તથી પોષણ અને ઓક્સિજન ગળાઈને મળે છે. તેને સામાન્ય ભાષામાં નાળ પણ કહે છે. જ્યારે, એમ્નિયોટિક કેવિટી એવી જાળી છે જેમાં ભ્રૂણ ઉછરે છે.

વિજ્ઞાનીઓ તેનાથી આગળ પણ વધી શકતા હતા પરંતુ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર સ્ટેમ સેલ રિસર્ચ (ISSCR)ની ગાઈડલાઈન અનુસાર કોઈપણ માનવભ્રણ પર લેબોરેટરીમાં ફર્ટિલાઈઝેશનના 14 દિવસ સુધી જ પ્રયોગ કરી શકાય છે. આ નિયમના કારણે વિજ્ઞાનીઓએ માત્ર પાંચ દિવસ પછી જ રિસર્ચ અટકાવી દીધું.

પુખ્ત માનવીની ત્વચામાંથઈ તૈયાર કરાયું બ્લાસ્ટોસિસ્ટ
વિજ્ઞાનીઓની પ્રથમ ટીમે પુખ્ત વ્યક્તિની ત્વચાની કોશિકાઓને જેનેટિક પ્રોગ્રામિંગ દ્વારા માનવ બ્લાસ્ટોસિસ્ટ જેવી બનાવી દીધી. જ્યારે બીજી ટીમે પુખ્ત માનવીની ત્વચાની કોશિકાઓ અને ભ્રૂણમાંથી લેવાયેલા સ્ટેમ સેલ દ્વારા આ પ્રયોગ કર્યો. આ સ્ટેમ સેલને ખાસ રાસાયણિક ક્રિયાઓથી બ્લાસ્ટોસિસ્ટની જેમ ગોળ આકાર આપવામાં આવ્યો. સંશોધકોએ પોતાની સંરચનાઓને આઈ બ્લાસ્ટોઈડ્સ અને હ્યુમન બ્લાસ્ટોઈડ્સ નામ આપ્યા છે.

અંડકોષ અને શુક્રાણુ મળીને આવી રીતે બનાવે છે ભ્રૂણ
સ્ત્રીના અંડકોષ અને પુરૂષના શુક્રાણુમાં ફર્ટિલાઈઝેશનના થોડા દિવસ પછી અંડકોષ બ્લાસ્ટોસિસ્ટ નામની સંરચના બનાવે છે. તેની બહારની સપાટી ટ્રોફેક્ટોડર્મ કહેવાય છે અને તેની અંદર બાકીનો પદાર્થ સુરક્ષિત હોય છે. જેમ જેમ બ્લાસ્ટોસિસ્ટ વિકસિત થતું જાય છે તેમ તેમ અંદરનો પદાર્થ બે પ્રકારની કોશિકાઓના સમૂહમાં વહેંચાઈ જાય છે. તેમને ઈપીબ્લાસ્ટ અને હાઈપોબ્લાસ્ટ કહે છે.
તેના પછી બ્લાસ્ટોસિસ્ટ જઈને ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને આગળનો વિકાસ ત્યાં દિવાલ સાથે જોડાયેલા રહીને કરે છે. અહીં ઈપીબ્લાસ્ટની કોશિકાઓ ભ્રૂણ બનાવે છે. ટ્રોફેક્ટોડર્મ આગળ જઈને આખું પ્લેસેન્ટા બનાવે છે અને હાઈપોબ્લાસ્ટથી એ જાળીનું નિર્માણ થાય છે જેનાથી વિકસતા ભ્રૂણને પોષણની સપ્લાઈ મળતી રહે છે.

શિશુનો વિકાસ, જન્મજાત બીમારીઓ સમજવા, ગર્ભપાત રોકવામાં કામ આવશે આ અભ્યાસ
સ્ટડીમાં જણાવાયું છે કે આનાથી ગર્ભમાં વિકસી રહેલા શિશુના વિકાસને સમજવા, ગર્ભપાત રોકવા, જન્મજાત ખામીઓને સમજવા અને તેને દૂર કરવા તથા બાળક ઈચ્છતા અસમર્થ યુગલોની વધુ મદદ કરી શકાશે.

ન્યૂયોર્કમાં ઈકાન સ્કૂલ ઓફ મેડિસીનમાં સ્ટેમ સેલ વિશે ભણાવતા પ્રોફેસર થોમસ સ્વાકા કહે છે કે આ રીતે બનેલા વૈકલ્પિક મોડેલ ઉપલબ્ધ થવાથી સંશોધકોને અસલી ભ્રૂણોની રાહ નહીં જોવી પડે અને તેમના પર નિયમ-કાયદાઓનું દબાણ પણ ઓછું રહેશે.

અત્યારે પણ માનવના પ્રારંભિક વિકાસના સ્તર પર થનારા ફેરફારો સાથે સંકળાયેલ એટલી બધી વાતો હજુ રહસ્ય છે કે જેનાથી શરીરની તમામ ગતિવિધિઓ, અંગો અને બીમારીઓ અંગે સમજી શકાય છે.

ભ્રૂણ પર રિસર્ચના માર્ગમાં અનેક કાયદાકીય અને નૈતિક અડચણો
કોઈપણ પ્રકારના રિસર્ચ માટે માનવભ્રૂણને મેળવવું વિજ્ઞાનીઓ માટે હંમેશા કઠિન રહ્યું છે. વાસ્તવમાં, માનવભ્રૂણને લઈને હાલના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કાયદાઓ એવા છે જેમાં અનેક કાયદાકીય અને નૈતિક અડચણો છે.

ઈન્ટરનેશનલ સોસાયટી ફોર સ્ટેમ સેલ રિસર્ચ (ISSCR)ના અનુસાર IVF દ્વારા બાળક મેળવવાની કોશિશ કરનારાઓ માટે ભ્રૂણ વિકસિત કરવાનું કામ અંડકોષ અને સ્પર્મનું ફર્ટિલાઈઝેશન કરાવવા માટે માત્ર 14 દિવસ સુધી જ કરી શકાય છે. આ અવધિ પછી તેને કલ્ચર કરવા અંગે પ્રતિબંધ છે. એટલે કે ફર્ટિલાઈઝેશનના 14 દિવસ માટે વિજ્ઞાનીઓ કોઈપણ પ્રકારનો પ્રયોગ કરી શકે છે.

બીજીતરફ, વિજ્ઞાનીઓ કહે છે કે 14 દિવસવાળા નિયમમાં એ ભ્રૂણોની વાત નથી કે જે ફર્ટિલાઈઝેશન વિના તૈયાર કરાયા હોય, આમ છતાં ટીમના સંશોધકોએ નિયમોની સીમામાં રહીને માત્ર પાંચ દિવસ સુધી જ બ્લાસ્ટોઈડને કલ્ચર કર્યુ.

રિસર્ચના લીડરઃ ઓસ્ટ્રેલિયન વિજ્ઞાનીઓની આગેવાની મોનાશ યુનિવર્સિટીના બાયોમેડિસીન ડિસ્કવરી ઈન્સ્ટીટ્યુટ અને ઓસ્ટ્રેલિયન રિજનરેટિવ મેડિસીન ઈન્સ્ટીટ્યુટના પ્રોફેસર મોનાશે કરી હતી. જ્યારે અમેરિકન વિજ્ઞાનીઓએ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરના પ્રોફેસર લાઈકિયન યુની સાથે કામ કર્યુ હતું.