તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોંકાવનારો કિસ્સો CCTVમાં કેદ:અમેરિકામાં બરફ હટાવવાની વાતમાં પાડોશીએ દંપતીની હત્યા કરી, પછી પોતાની બંદૂકથી મોતને વહાલું કર્યું

પેન્સિલવેનિયાએક મહિનો પહેલા
ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસ પ્લેન્સ ટાઉનશિપ ખાતે આવી પહોંચી હતી.
  • સ્ક્રેનટોનથી 15 માઇલ દક્ષિણપશ્ચિમમાં આવેલી પ્લેન્સ ટાઉનશિપમાં 2 ફૂટ જેટલો બરફ પડ્યો હતો

અમેરિકાના પૂર્વોત્તર રાજ્ય પેન્સિલવેનિયાના સ્ક્રેનટોન શહેરમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ભારે હિમવર્ષાને પગલે બરફને હટાવવા મુદ્દે પાડોશીઓ વચ્ચે તકરાર થતાં એક પાડોશીએ આવેશમાં આવીને તેમની જ બાજુમાં રહેતા બંને પતિ-પત્નીની ગોળી મારીને હત્યા કરી હતી અને પછીથી પોતાની જાતને પણ ગોળીથી વીંધીને મોતને વહાલું કરી લીધું હતું.

સ્ક્રેનટોન શહેરમાં ભારે વરસાદને પગલે કાર પાર્કિંગમાં મોટા પ્રમાણમાં બરફ જામી ગયો હતો.
સ્ક્રેનટોન શહેરમાં ભારે વરસાદને પગલે કાર પાર્કિંગમાં મોટા પ્રમાણમાં બરફ જામી ગયો હતો.

બરફને હટાવવા મુદ્દે થઈ બોલાચાલી
એક અધિકારીના જણાવ્યા મુજબ, સ્ક્રેનટોનથી 15 માઈલ દક્ષિણપશ્ચિમમાં આવેલી પ્લેન્સ ટાઉનશિપમાં 2 ફૂટ જેટલો બરફ પડ્યા પછી ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી હતી. પ્રાપ્ત મહિતી મુજબ, સોમવારે સવારે 9 કલાકે પ્લેન્સ ટાઉનશિપના પોલીસ અધિકારીને નજીકમાં ગોળીબાર થયો હોવાની માહિતી મળી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા પછી પોલીસને જેમ્સ ગોય(50) અને તેમની પત્ની લિઝા ગોય(48) મૃત અવસ્થામાં પડેલાં મળ્યાં હતાં.

પાર્કિંગમાંથી બરફ દૂર કરવા મુદ્દે પહેલા પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
પાર્કિંગમાંથી બરફ દૂર કરવા મુદ્દે પહેલા પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

જેમ્સે પોતાની જ બંદૂકથી પોતાની હત્યા કરી
સ્થાનિકોએ પોલીસને દંપતીના ઘરેથી તેમની પર ગોળીબાર કરનાર જેમ્સ સ્પાઈડ(47)નું ઘર બતાવ્યું હતું, પરંતુ પોલીસ જેવી જેમ્સના ઘરના આગલા દરવાજે પહોંચી તો ગોળીબારનો અવાજ સંભળાયો હતો. બાદમાં પોલીસને જેમ્સ તેના જ ઘરમાંથી ગોળીના ઘાથી મૃત્યુ પામેલી સ્થિતિમાં મળ્યો હતો.

શાબ્દિક બોલાચાલી બાદ ઉશ્કેરાયેલો જેમ્સ સ્પાઈડ બંદૂક લઈને નીકળી પડ્યા હતા.
શાબ્દિક બોલાચાલી બાદ ઉશ્કેરાયેલો જેમ્સ સ્પાઈડ બંદૂક લઈને નીકળી પડ્યા હતા.

દંપતી પર સંખ્યાબંધ વખત પાડોશીએ ફાયરિંગ કર્યું
સ્થાનિકોએ પોલીસને જણાવ્યું હતું કે સ્પાઈડ અને ગોય વચ્ચે બરફને દૂર કરવાના મુદ્દે બોલાચાલી થઈ હતી. ગોય દંપતી પાર્કિંગમાંથી બરફને દૂર કરીને તેને સ્પાઈડની પ્રોપર્ટી પર ફેંકી રહ્યા હતા. આ અંગે ઘટનાસ્થળે હાજર લોકોએ કહ્યું હતું કે સ્પાઈડે ગોય દંપતીને આમ કરવાનું ના પાડતાં બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. પછીથી જેમ્સ ગોયે કાર પાસેથી બરફને દૂર કરવાનો પાવડો છુટ્ટો સ્પાઈડ પર ફેંક્યો હતો. બાદમાં જેમ્સ ગોય જ્યારે મુઠ્ઠીવાળીને સ્પાઈડને ધમકાવવા પહોંચ્યા ત્યારે ગુસ્સે ભરાયેલા સ્પાઈડ તેમના ઘરમાંથી બંદૂક લઈ આવ્યા હતા અને એનાથી દંપતી પર સંખ્યાબંધ વખત ફાયરિંગ કર્યું હતું. પછીથી સ્પાઈડે તેમના ઘરે પરત જઈને પોતાના પર જ બંદૂકથી ફાયરિંગ કર્યું હતું, જેમાં તેનું મોત થયું હતું.

અમેરિકાના પૂર્વોત્તર રાજ્ય પેન્સિલવેનિયાના સ્ક્રેનટોન શહેરમાં હિમવર્ષાને પગલે ટ્રાફિકજામ થયો હતો.
અમેરિકાના પૂર્વોત્તર રાજ્ય પેન્સિલવેનિયાના સ્ક્રેનટોન શહેરમાં હિમવર્ષાને પગલે ટ્રાફિકજામ થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો