ન્યૂયોર્ક ટાઇમ્સથી:સ્નાયુઓને મજબૂત કરવા જરૂરી, તેનાથી બનેલ પ્રોટિન 85 વર્ષને વયે પણ સંક્રમણથી બચાવશે

વોશિંગ્ટન3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર માસ્ક, હાથ ધોવા, ડિસ્ટન્સિંગ પૂરતા નથી, ઇમ્યુનિટી પણ જરૂરી

કોરોના સંકટમાં માસ્ક, હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે, પરંતુ બે ચીજો માટે ગંભીરતા ઓછી છે. તે છે ઇમ્યુનિટી અને ટિશ્યૂના સોજાને રોકવા માટેના ઉપાય. અમેરિકન ફેડરેશન ફોર એજિંગ રિસર્ચના ડાયરેક્ટર ડૉ. નિર બારજિલાઇ કહે છે કે તેનાં ઘાતક પરિણામ આવી શકે છે. 80 વર્ષની વ્યક્તિને ચેપનું જોખમ 20 વર્ષના યુવાની તુલનામાં 184 ગણુ વધુ હોય છે. પરંતુ વૃદ્ધ હોવાનો મતલબ નબળા હોવું નથી.’
વાઇરસને પ્રાકૃતિક રીતે ખતમ કરે છે
ડૉ. બારજિલાઇ મુજબ અન્ય ઉપાયોની સાથે હાડકાંઓ સાથે સંકળાયેલા મસલ્સને પણ મજબૂત કરવા જરૂરી છે. કારણ કે તે શરીરને ચલાવવા માટે મદદ કરે છે. તેનાથી બનેલા પ્રોટિન માયોકિંસથી વાઇરસને પ્રાકૃતિક રીતે ખતમ કરનારી કોશિકાઓ બનવામાં મદદ મળે છે. તેનાથી તમે 85 વર્ષની વયે પણ સંક્રમણથી બચી શકો છો. કોરોના તેમના પર જ હુમલો કરી રહ્યો છે.
કોરોનાથી બચવા માટે આ ઉપાયો અપનાવી ઇમ્યુનિટી વધારો

  • વિટામિન-ડીની માત્રા વધારો. તે લોહીનું સ્તર વધારે છે. ઇમ્યુનિટી મજબૂત કરી ફેફસાંને નુકસાન પહોંચાડનારા સાઇટોકિનને રોકે છે. કોરોનાથી ઘણા મૃત્યુ તેના કારણે જ થયા છે.
  • ખાટાં ફળ જેવાં કે - સંતરા, દ્રાક્ષ, લાલ શિમલા મરચું, પાલક, પપૈયું અને બ્રોકલી ખાવો.
  • જિંક માટે ડેરી ઉત્પાદનો, રેડ મીટ, બીન્સ, દાળ, નટ્સનું સેવન વધારો.
અન્ય સમાચારો પણ છે...