હોળી વિશ કરીને ટ્રોલ થયા નવાઝ શરીફ:મેસેજમાં દિવાળીના દીવડાનું ઈમોજી લગાવ્યું, યૂઝર્સે કહ્યું- ફેસ્ટિવલનો ફરક તો સમજો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાહોર હાઈકોર્ટની મંજૂરી પછી નવાઝ સારવાર માટે 19 નવેમ્બર, 2019ના રોજ લંડન આવ્યા હતાં અને ત્યારથી જ તેઓ દેશ પાછા ફર્યા નથી.- ફાઇલ ફોટો - Divya Bhaskar
લાહોર હાઈકોર્ટની મંજૂરી પછી નવાઝ સારવાર માટે 19 નવેમ્બર, 2019ના રોજ લંડન આવ્યા હતાં અને ત્યારથી જ તેઓ દેશ પાછા ફર્યા નથી.- ફાઇલ ફોટો

પાકિસ્તાનના પૂર્વ વડપ્રધાન નવાઝ શરીફે સોમવારે હોળીની શુભકામનાઓ આપી. સોશિયલ મીડિયા ઉપર તેમણે ‘હેપી હોલી’ લખ્યું. આ તો ઠીક, પરંતુ તેમણે તેની સાથે જે ઇમોજી લગાવ્યું તે દિવાળીના દીવડાનું હતું.

તે પછી અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે નવાઝ શરીફનું ટ્રોલિંગ શરૂ કરી દીધું. એક યૂઝરે લખ્યું- જનાબ, બે તહેવારો વચ્ચેનો ફરક તો સમજો. દીવડો દિવાળીનું સિમ્બોલ છે, હોળીનું નહીં.

લાહોર હાઈકોર્ટે 2019માં નવાઝની સારવાર કરવા માટે ચાર અઠવાડિયા માટે વિદેશ જવાની મંજૂરી આપી હતી. 19 નવેમ્બર, 2019ના રોજ નવાઝ લંડન આવ્યા હતાં અને ત્યારથી દેશ પાછા ફર્યા નથી. હાલ, તેમના ભાઈ શાહબાઝ શરીફ દેશના વઝર-એ-આઝમ એટલે વડાપ્રધાન છે.

નવાઝ શરીફે આ ટ્વિટ સોમવારે એટલે 6 માર્ચે કરી હતી
નવાઝ શરીફે આ ટ્વિટ સોમવારે એટલે 6 માર્ચે કરી હતી

મામલો શું છે
પાકિસ્તાનમાં અત્યારે લઘુમતીઓનો આંકડો લગભગ 2% રહી ગયો છે. 1947માં તે લગભગ 20% હતો. જોકે, પાકિસ્તાનના સિયાસતદાન મોટાભાગે તિથિ-તહેવારો ઉપર હિન્દુ સમુદાયને શુભકામનાઓ પાઠવે છે. સોમવારે નવાઝે પણ આ પરંપરાને નિભાવી.
નવાઝે પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ ઉપર એક પોસ્ટ કર્યું. જેમાં હેપી હોલી લખ્યું હતું. સાથે જ જે ઇમોજી લગાવ્યો તે એક દીવો હતો. આ ભૂલને સુધારવામાં પણ ન આવી અને આ પોસ્ટ વાઇરલ થઈ ગઈ.
અનેક યૂઝર્સે નવાઝનો મજાક બનાવ્યો અને તેમને દિવાળી અને હોળી વચ્ચેનો ફરક સમજાવી દીધો. એ યૂઝરે લખ્યું- દીવો તો દિવાળીના સેલિબ્રિશનનો સિમ્બોલ છે સર.
એક અન્ય યૂઝરે લખ્યું- હોળી રંગનો તહેવાર છે અને તે દર વર્ષે વસંત ઋતુમાં આવે છે. દિવાળીની વાત કરીએ તો તે મોટાભાગે ઓક્ટોબર કે નવેમ્બરમાં આવે છે. દિવાળી અંધકાર ઉપર પ્રકાશની જીતનું પર્વ છે. આ દીવો પ્રકાશનું પ્રતીક છે. હોળી તેનાથી બિલકુલ અલગ છે.

નવાઝ શરીફ 2019માં સાવરવા માટે લંડન ગયા હતાં. તે પછી પાકિસ્તાન પરત ફર્યા નથી.
નવાઝ શરીફ 2019માં સાવરવા માટે લંડન ગયા હતાં. તે પછી પાકિસ્તાન પરત ફર્યા નથી.

સિંધના CMએ પણ ભૂલ કરી હતી
આવું પહેલીવાર બન્યું નથી, જ્યારે પાકિસ્તાનના કોઈ મોટા નેતાએ આ પ્રકારની ભૂલ કરી હોય. 2021માં સિંધ પ્રાંતના ત્યારના CM સૈયદ મુરાદ અલી શાહે દિવાળીના અવસરે હોળીની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે પાકિસ્તાનીઓએ તેમને ઘણાં ટ્રોલ કર્યા હતાં. પછી તેમણે ટ્વિટ ડિલીટ કરી દીધી હતી.
પાકિસ્તાનમાં સૌથી વધારે હિન્દુ સિંધ પ્રાંતમાં જ રહે છે. અહીં આસિફ અલી જરદારીની પાર્ટી PPPની હુકૂમત છે અને તેમનું ગઢ છે. હાલમાં જ એક રિપોર્ટમાં કહ્યું હતું કે સિંધ પ્રાંતમાં દર વર્ષે એક હજારથી વધારે હિન્દુ યુવતીઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે.

તસવીર જૂન 2022ની છે. વડાપ્રધાન શાહબાઝ મોટા ભાઈ નવાઝને મળવા લંડન ગયા હતાં. વિપક્ષનો આરોપ છે કે દેશની સરકાર નવાઝ લંડનથી ચલાવે છે.
તસવીર જૂન 2022ની છે. વડાપ્રધાન શાહબાઝ મોટા ભાઈ નવાઝને મળવા લંડન ગયા હતાં. વિપક્ષનો આરોપ છે કે દેશની સરકાર નવાઝ લંડનથી ચલાવે છે.

નવાઝ દેશની બહાર કેમ છે
લાહોર હાઈકોર્ટે 2019માં નવાઝને સારવાર કરાવવા માટે ચાર અઠવાડિયા માટે વિદેશ જવાની મંજૂરી આપી હતી. 19 નવેમ્બર, 2019ના રોજ નવાઝ લંડન આવ્યા હતાં અને ત્યારથી દેશ પાછા ફર્યા નથી. કોર્ટે 2018ના રોજ અલ-અજીજિયા સ્ટીલ મિલ્સ ભ્રષ્ટાચાર મામલે દોષી ઠરાવીને સાત વર્ષની સજા સંભળાવી હતી. ત્યાં જ, એવનફીલ્ડ પ્રોપર્ટી મામલે તેમને 11 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી અને 80 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 16 નવેમ્બર 2019ના રોજ લાહોર કોર્ટે નવાઝની સજા સસ્પેન્ડ કરીને તેમને સારવાર માટે વિદેશ જવાની મંજૂરી આપી
નવાઝ શરીફના દીકરા હુસૈન અને હસન સિવાય દીકરી મરિયમ નવાઝ ઉપર ટેક્સ હેવન માનવામાં આવતાં બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં ઓછામાં ઓછી ચાર કંપનીઓ શરૂ કરવાનો દોષ સાબિત થયો. આ કંપનીઓ પાસેથી તેમણે લંડનમાં છ મોટી પ્રોપર્ટીઝ ખરીદી
શરીફ ફેમિલીએ આ પ્રોપર્ટીઝને ગિરવી રાખીને ડોએચે બેંકથી લગભગ 70 કરોડ રૂપિયાની લોન લીધી. આ સિવાય, બીજા બે અપાર્ટમેન્ટ ખરીદવામાં બેંક ઓફ સ્કોટલેન્ડે તેમની મદદ કરી. કારોબારી અને ખરીદીમાં અનડિક્લેયર્ડ ઇનકમ લગાવી. શરીફની વિદેશમાં આ પ્રોપર્ટીઝની વાત તે સમયે સામે આવી, જ્યારે લીક થયેલાં પનામાં પેપર્સમાં બતાવવામાં આવ્યું કે તેમનું મેનેજમેન્ટ શરીફ પરિવારના માલિકાના હક ધરાવતી વિદેશી કંપનીઓ કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...