તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દબાણમાં બાજવા અને ઈમરાન:પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું- આર્મી ચીફ બાજવાએ મારી સરકાર પાડી, હવે તેમનાથી થાય એ કરી લે, હું ચુપ નહીં રહું

ઈસ્લામાબાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારે ગુજરાવાલાંમાં રેલી પહેલા નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝે રોડ શો કર્યો. આ દરમિયાન તેમના હજારો સમર્થક હાજર રહ્યા હતા. સરકાર અને સેનાએ તેમને રોકવાના પ્રયાસ કર્યા. પણ તે સફળ ન રહ્યાં.
  • શુક્રવારે પાકિસ્તાનના ગુજરાંવાલા શહેરમાં પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ(PDM)ની રેલી યોજાઈ હતી
  • PDM પાકિસ્તાનના તમામ વિપક્ષી પાર્ટીઓનું નવું સંગઠન છે, મૌલાના ફઝલ-ઉર-રહેમાન તેના નેતા છે.

પાકિસ્તાનમાં વિપક્ષી પાર્ટીઓનું સંગઠન PDM ખુલીને સેના અને ઈમરાન સરકામ સામે ઊભા થયા છે.શુક્રવારે ગુજરાંવાલામાં તેની પહેલી રેલી યોજાઈ હતી. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે તેને લંડનથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિ હતી. સૌથી ખાસ વાત તો એ છે કે શરીફે પહેલી વખત આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનું નામ લીધુ અને બે વર્ષ પહેલા તેમની સરકાર પાડવાનો આરોપ પણ બાજવા પર લગાવ્યો છે.

PDMના કાર્યકર્તા ગુજરાંવાલાના જિન્ના સ્ડેડિયમમાં 20 ઓક્ટોબર સુધી રહી શકે છે. ગુજરાંવાલા પાકિસ્તાનનૌ સૌથી મોટા પ્રાંત પંજાબનું શહેર છે. પાકિસ્તાન સરકાર અને સેનાએ રેલી નિષ્ફળ કરવાના દરેક શક્ય પ્રયાસ કર્યા. પણ તે નિષ્ફળ નિવડ્યા.

નવાઝે શું કહ્યું
નવાઝ શરીફે ખચાખચ ભરેલા જિન્ના સ્ટેડિયમમાં સરકાર અને સેના વિરુદ્ધ થઈ રહેલા નારાબાજી વચ્ચે બપોરે લગભગ ત્રણ વાગ્યે રેલીને લંડનથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધી હતી. નવાઝે આ દરમિયાન એ કર્યું જે પાકિસ્તાનમાં કોઈ કરવાની હિંમત નથી રાખતું. તેમેમ સીધે સીધું આર્મી ચીફ બાજવાનું નામ લીધું અને પોતાની સરકાર પાડી હોવાનો આરોપ લગાવ્યો. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, નવાઝે કહ્યું કે, જનરલ કમર જાવેદ બાજવા, તમે મારી સરકાર પાડી. તે સરકાર ઘણા સારા કામ કરી રહી હતી. અમારી સરકારને પાડીને તમે તમારી ઈચ્છાઓ પુરી કરી. આ દેશ અને તેના સહાયક તેને ક્યારે ભૂલશે નહીં.

સેનાના કારણે જ ઈમરાન ખુરશી પર છે
નવાઝે ભાષણમાં વધુમાં કહ્યું કે, મારી સરકારને પાડીને ઈમરાન ખાનને ચૂંટણીમાં ગરબડ કરીને સત્તામાં લાવવામાં આવ્યા.તેમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. આનાથી ઘણા લોકોની ઈચ્છાઓ પુરી થઈ ગઈ. નવાઝે ISIના ચીફ લેફ્ટિનેન્ટ જનરલ ફૈઝ હમીદ પર પણ આવા જ આરોપ લગાવ્યા. કહ્યું કે, અમે શું કરી રહ્યા છીએ, એ તો તમે જોઈ જ રહ્યા છો. તમે મને ભાગેડું કહ્યો, સંપત્તિ જપ્ત કરી લીધી અને ખોટા આરોપો લગાવી દીધા. જે તમારે કરવાનું છે, તે કરી લો. પણ ધ્યાન રાખો. તમે હવે નવાઝ શરીફને રોકી નહીં શકો.

સેના જવાબ આપે
નવાઝ અહીંયા જ ન અટક્યાં. તેમણે સેના પર વધુ એક આરોપ લગાવ્યો. કહ્યું- આ દેશના લોકોએ વિચારવું પડશે કે શું તેમના દ્વારા ચૂંટાયેલ કોઈ વડાપ્રધાન અથવા સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પુરો ન કરી શકતા. તમે દેશભક્તિની વાતો કરો છો. મને જણાવો કે દેશના બંધારણને સૌથી વધુ નુકસાન કોણે પહોંચાડ્યું છે. કોણે સરકાર પાડી અને શા માટે પાડી. આનાથી કોને ફાયદો થયો. આપણા દેશના બે ભાગ કોના લીધે થયા. તેમ છતા તમે દેશને ચલાવ રહ્યા છો. અસીમ સલીમ બાઝવા સીપૈકના ચેરમેન પદ પરથી રાજીનામું કેમ નથી આપતા. તે કોને નફો કમાઈને આપી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો